નવી દિલ્હી: MCX પર સોના (Gold) ના જૂન વાયદા હળવા ઘટાડા સાથે ખુલ્યા, ટ્રેડિંગ એક સિમિત દાયરામાં થઈ રહ્યો છે. પરંતુ ચાંદીમાં સતત ઘટાડો ચાલુ છે. MCX પર ચાંદીનો મે વાયદો 500 રૂપિયાના ઘટાડા સાથે કારોબાર થઈ રહ્યો છે. ગઈ કાલે ચાંદી મે વાયદા 1000  રૂપિયા પ્રતિ કિલોના ઘટાડા સાથે બંધ થયો હતો. ચાંદીના ભાવમાં ત્રણ દિવસમાં 1400 રૂપિયાનો ઘટાડો થઈ ચૂક્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

MCX Gold: આજે MCX પર સોનાના જૂન વાયદાની શરૂઆત થઈ છે. હાલ 130 રૂપિયાની નબળાઈ સાથે 44300ની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. આજે સોનામાં 0.3 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. ગઈ કાલે MCX પર સોનાનો એપ્રિલ વાયદો 300 રૂપિયાથી વધુ મજબૂતી સાથે બંધ થયો હતો. આ અગાઉ સોમવારે સોનાનો MCX વાયદો 44,000 ની નીચે ગયો. આ દરમિયાન સોનાએ 43320 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો ઈન્ટ્રા ડે પણ સ્પર્શ્યો. વીતેલા એક સપ્તાહની વાત કરીએ તો ગત અઠવાડિયે સોમવારે સોનું 44905 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર હતો, ત્યારથી લઈને અત્યાર સુધીમાં સોનું 600 રૂપિયાથી વધુ સસ્તું થઈ ચૂક્યું છે. 


અત્રે જણાવવાનું કે સોનાના આ નવા ભાવ વીતેલા એક વર્ષના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયા છે. ગત અઠવાડિયા દરમિયાન સોનાના ભાવમાં પાંચવાર ઘટાડો નોધાયો છે. 


આ ઉપરાંત ચાંદીની વાત કરીએ તો બુધવારે ચાંદીના ભાવમાં પણ ઘટાડો નોંધાયો છે. બુધવારે ચાંદીના ભાવમાં 0.8 ટકા ઘટાડો નોંધાયો અને હાલ ચાંદી બજારમાં 62,617 રૂપિયા પ્રતિ કિલોગ્રામના ભાવ પર વેચાઈ રહી છે. 


આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોનાના ભાવમાં ઘટાડો નોધાયો છે. બુધવારે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં 0.1 ટકાનો ઘટાડો નોંધાયો, ત્યારબાદ બજારમાં સોનાની કિંમત 1,683.56 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગઈ છે. 


જો ચાંદીની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદીની કિંમત 24.01 ડોલર પ્રતિ ઔંસના ભાવે સ્થિર રહી. 


બજારમાં વધી સોનાની માંગણી
હાલ દેશમાં લગ્નગાળો છે. એપ્રિલ મહિનામાં સતત લગ્ન આવી રહ્યા છે. આથી ગ્રાહકો પણ ખુબ સોનાની ખરીદી કરી રહ્યા છે. વિશેષજ્ઞોના મત મુજબ સોનું ખરીદવા માટે આ જ યોગ્ય સમય છે. સોનાની કિંમત ઘટવાથી બજારમાં સોનાની માગણી ઝડપથી વધી રહી છે. જો આવનારા દિવસોમાં બજારમાં આ જ રીતે સોનાની માગણી રહેશે તો જલદી સોનાના ભાવમાં વધારો જોવા મળી શકે છે. 


છેલ્લો દિવસ: જો આજે PAN-Aadhaar લીંક ન કર્યું તો અટકી જશે તમારા આ નાણાકીય કામ


1 April થી આટલી વસ્તુઓ થશે મોંઘી, જિંદગી થઈ જશે રમણભમણ...જાણી લો બદલાઈ રહ્યાં છે આ નિયમો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube