છેલ્લો દિવસ: જો આજે PAN-Aadhaar લીંક ન કર્યું તો અટકી જશે તમારા આ નાણાકીય કામ
જો તમારું PAN કાર્ડ અને આધાર કાર્ડ પહેલાંથી જ લિંક છે તો તમારે કશું કરવાની જરૂર નથી, પરંતુ જો તમને ખબર નથી કે બંને લિંક છે કે નહી, તો આ જાણકારી તમે એકદમ સરળતાથી પ્રાપ્ત કરી શકો છો.
Trending Photos
નવી દિલ્હી: PAN- Aadhaar Link Today: PAN કાર્ડ સાથે Aadhaar ને લિંક કરવાનો આજે છેલ્લો દિવસ છે. જો તમે ચૂકી ગયા તો ઘણા બધા નાણાંકીય કામ કરી શકશો નહી. ઇનકમ ટેક્સ રિટર્ન ભરવામાં પણ તમને સમસ્યા થશે. જો તમે PAN કાર્ડ અને Aadhaa ને લિંક કરતા નથી તો તમારું PAN કાર્ડ 'Inoperative' થઇ જશે. એવામાં તમારે ઇનકમ ટેક્સ એક્ટના સેક્શન 272B હેઠળ 10,000 રૂપિયાની પેનલ્ટી પણ ચૂકવવી પડી શકે છે.
PAN અને Aadhaar લિંક છે નહી? આ રીતે કરો ચેક
જો તમારું PAN કાર્ડ અને આધાર કાર્ડ પહેલાંથી જ લિંક છે તો તમારે કશું કરવાની જરૂર નથી, પરંતુ જો તમને ખબર નથી કે બંને લિંક છે કે નહી, તો આ જાણકારી તમે એકદમ સરળતાથી પ્રાપ્ત કરી શકો છો. તમારે નીચે આપેલી રીતને ફક્ત ફોલો કરવાની છે.
પહેલી રીત - IT ની વેબસાઇટ
સૌથી પહેલાં ઇનકમ ટેક્સની સત્તાવાર વેબસાઇટના આ લિંક પર જાવ https://www1.incometaxindiaefiling.gov.in/e-FilingGS/Services/LinkAadhaa...
તેમાં તમારો PAN અને Aadhaar નંબર નાખો
'View Link Aadhaar Status' પર ક્લિક કરો.
તમને તાત્કાલિક ખબર પડી જશે તમારું PAN અને Aadhaar નંબર લિંક છે કે નથી.
બીજી રીત- SMS દ્રારા
તમારું PAN અને Aadhaar લિંક છે નથી, તેના માટે તમે Income Tax Department ની SMS સુવિધાનો ઉપયોગ કરી શકે છે.
તમારે તમારા મોબાઇલના મેસેજ બોક્સમાં જઇને એક નક્કી ફોર્મેટમાં SMS ટાઇપ કરવાનો છે, અને તેને 567678 અથવા 56161 પર મોકલવાનો છે.
આ રીતે ટાઇપ કરો SMS - UIDPAN < 12 ડિજિટનો Aadhaar> < 10 ડિજિટનો PAN>
આ SMS 567678 અથવા 56161 પર મોકલવાનો છે.
જો બંને લિંક છે તો તમારી પાસે એક મેસેજ આવશે, જેમાં લખેલું હશે "Aadhaar...is already associated with PAN..in ITD database. Thank you for using our services."
PAN અને Aadhaar ને કેવી રીતે કરશો લીંક?
જો બંને લિંક છે તો તમારે કશું કરવાની જરૂર નથી, શાંતિથી બેસો. જો PAN અને Aadhaar નંબર લિંક નથી તો એકદમ સરળતાથી તમે આ બંનેને લિંક કરી શકો છો. આ રહી પુરી પ્રોસેસ..
આ રીતે ઓનલાઇન કરો Aadhaar અને PAN લિંક
- સૌથી પહેલાં જો તમે એકાઉન્ટ બનાવ્યું નથી તો પહેલાં રજિસ્ટ્રેશન કરો.
- ઇનકમ ટેક્સ વિભાગની ઇ-વેબસાઇટ (www.incometaxindiaefiling.gov.in) પર જાવ.
- વેબસાઇટ પર એક ઓપ્શન જોવા મળશે 'લિંક આધાર', અહીંયા ક્લિક કરો.
- લોગઇન કર્યા બાદ પોતાના એકાઉન્ટની પ્રોફાઇલ સેટિંગમાં જાવ.
- પ્રોફાઇલ સેટિંગમાં તમને આધાર કાર્ડ લિંક કરવાનો ઓપ્શન મળશે, તેને સિલેક્ટ કરો.
- અહીં આપવામાં આવેલા સેક્શનમાં તમારો આધાર નંબર અને કેપ્ચા કોડ ભરો.
- જાણકારી ભર્યા બાદ નીચે દેખાતા 'લિંક આધાર' ઓપ્શન પર ક્લિક કરો.
- ત્યારબાદ તમારો આધાર લિંક થઇ જશે.
બીજી રીત
આ એક બીજી રીત છે. તેમાં તમે તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબરથી પણ આધારને પાન કાર્ડ વડે લિંક કરી શકો છો. તમને એસએમએસ દ્વારા તમારા પાનને આધાર સાથે લિંક કરાવવું પડશે. ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે જણાવ્યું છે કે 567678 અથવા 56161 પર એસએમએસ મોકલી આધારને પાન સાથે લિંક કરી શકાશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે