Gold Price Today, 20 March 2023: સોનું ખરીદનારાઓ માટે મોટા સમાચાર છે. જો તમે પણ સોનું ખરીદવાનો પ્લાન બનાવો છો તો આજે સોનાએ નવો રેકોર્ડ બનાવ્યો છે. હાલમાં સમગ્ર વિશ્વમાં બેંકિંગ સિસ્ટમની ખરાબ હાલત અને શેરબજારમાં આવેલા ઘટાડા વચ્ચે સોનું સતત નવી ઊંચાઈએ પહોંચી રહ્યું છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં સોનું આજે 60,000ની સપાટી વટાવી ગયું છે. સોનાના ભાવ (Gold Price Today) માં આજે જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. આ સાથે ચાંદ પણ 70,000 રૂપિયા (Silver Price) પ્રતિ કિલોની નજીક પહોંચી ગઇ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સોનું થયું 60,000 ને પાર
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનાની કિંમત 1.73 ટકાના વધારા સાથે 60413 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તર પર ટ્રેડ થઈ રહી છે. આ સાથે ભારતીય બુલિયન માર્કેટમાં સોનાનો ભાવ 58220 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે બંધ થયો હતો.


આ પણ વાંચો:  ટીમ ઇન્ડીયાની હારના ગુનેગાર બન્યા આ 5 ખેલાડી, બીજી વનડે મેચમાં રહ્યા ફ્લોપ
આ પણ વાંચો:  કાળા બટાકાની ખેતી ચર્ચામાં, સ્પેશિયલ અમેરિકાથી બિયારણ મંગાવી કરી ખેતી
આ પણ વાંચો:   અમદાવાદમાં રહો છો તો અહીં માણો 1 day પિકનિકની મજા, એ પણ નજીવા ખર્ચે


ચાંદી પણ મોંઘી થઈ
આ સિવાય ચાંદીમાં પણ આજે તેજીથી કારોબાર જોવા મળી રહ્યો છે. આજે ચાંદીની કિંમત 1.24 ટકાના વધારા સાથે 69353 રૂપિયા પ્રતિ કિલોના સ્તર પર ટ્રેડ કરી રહી છે.


ગ્લોબલ માર્કેટમાં વધ્યા ભાવ
જો વૈશ્વિક બજારની વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવમાં પણ જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. કોમેક્સ પર સોનું 1990 ડોલર પ્રતિ ઔંસ અને ચાંદી 22.58 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યું છે.

આ પણ વાંચો: મહત્વપૂર્ણ માહિતી: હેલ્મેટ પહેરવું પણ છે એક કળા, શું તમે જાણો છો સાચી રીત
આ પણ વાંચો: અમદાવાદી હોવ અને અહીંનો સ્વાદ ન માણ્યો હોય તો બધુ જ નકામું, ખાશો તો ખાતા રહી જશો
આ પણ વાંચો: અમદાવાદમાં રહો છો તો અહીં માણો 1 day પિકનિકની મજા, એ પણ નજીવા ખર્ચે


સોનું ખરીદતા પહેલા આ વાત જાણી લો
જો તમે પણ બજારમાં સોનું ખરીદવા જઈ રહ્યા છો તો હોલમાર્ક જોઈને જ સોનું ખરીદો. સોનાની શુદ્ધતા તપાસવા માટે તમે સરકારી એપનો પણ ઉપયોગ કરી શકો છો. 'BIS કેર એપ' દ્વારા તમે સોનાની શુદ્ધતા ચકાસી શકો છો કે તે અસલી છે કે નકલી. આ સિવાય તમે આ એપ દ્વારા પણ ફરિયાદ કરી શકો છો.


ચેક કરો રેટ્સ
તમે ઘરે બેઠા પણ સોનાની કિંમત ચેક કરી શકો છો. ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર, તમે માત્ર 8955664433 પર મિસ્ડ કોલ આપીને કિંમત જાણી શકો છો. તમારો મેસેજ એ જ નંબર પર આવશે જે નંબર પરથી તમે મેસેજ કરશો.


આ પણ વાંચો:  Gajkesari Rajyog: 22 માર્ચથી બની રહ્યો છે ગજકેસરી રાજયોગ, આ રાશિઓને ચાંદી જ ચાંદી
આ પણ વાંચો:  Unique Temple:આ દિવસે ખુલે છે કુબેરની પોટલી, દર્શન કરતાં જ ભક્તો થઇ જાય છે માલામાલ!
આ પણ વાંચો:  Palmistry: હાથની રેખા વડે જાણો કેટલું જીવશો, કમાશો અને બીજું ઘણું બધુ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube