IND vs AUS: ટીમ ઇન્ડીયાની હારના ગુનેગાર બન્યા આ 5 ખેલાડી, બીજી વનડે મેચમાં રહ્યા ફ્લોપ
IND vs AUS 2nd ODI Match: ભારત અને ઓસ્ટ્રેલિયા (IND vs AUS) વચ્ચેની ત્રણ મેચની ત્રણે મેચોની વનડે સીરીઝની બીજી મેચ વિશાખાપટ્ટનમના Y.S રાજશેખર રેડ્ડી સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાને મોટી હારનો સામનો કરવો પડ્યો હતો. મેચમાં પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયા 117 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયાએ 118 રનનો ટાર્ગેટ સરળતાથી મેળવી લીધો હતો. આ મેચમાં ટીમ ઈન્ડિયાના 5 ખેલાડીઓ હારના મુખ્ય ગુનેગાર બન્યા હતા.
ટીમ ઈન્ડિયાનો યુવા શુભમન ગિલ (Shubman Gill) સતત બીજી મેચમાં પણ ફ્લોપ રહ્યો હતો. વિશાખાપટ્ટનમમાં શુભમન ગિલ (Shubman Gill) પાસેથી મોટી ઇનિંગની અપેક્ષા હતી. પરંતુ 2 બોલનો સામનો કરીને તે ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયન પરત ફર્યો હતો.
વિસ્ફોટક બેટ્સમેન સૂર્યકુમાર યાદવ (Suryakumar Yadav) ફરી એકવાર ખાતું ખોલવામાં નિષ્ફળ રહ્યો હતો. પ્રથમ વનડેની જેમ જ બીજી વનડેમાં પણ સૂર્યકુમાર યાદવ (Suryakumar Yadav)0 રન પર આઉટ થયા બાદ પેવેલિયન પરત ફર્યો હતો.
ટીમ ઈન્ડિયાનો ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા (Hardik Pandya) આ મેચમાં બેટ અને બોલથી ફ્લોપ રહ્યો હતો. પ્રથમ બેટિંગ કરતા હાર્દિક પંડ્યા (Hardik Pandya) એ 3 બોલમાં માત્ર 1 રન બનાવ્યો હતો. તો બીજી તરફ, એક બોલર તરીકે, તેણે માત્ર 1 ઓવરમાં 18 રન આપ્યા હતા.
પ્રથમ વનડેમાં શાનદાર બોલિંગ કરનાર મોહમ્મદ સિરાજ (Mohammed Siraj) આ મેચમાં સંપૂર્ણ રીતે ફ્લોપ રહ્યો હતો. મોહમ્મદ સિરાજે 3 ઓવર ફેંકી અને 12.33ની ઇકોનોમી સાથે 37 રન ખર્ચ્યા. આ દરમિયાન તે એક પણ વિકેટ પોતાના નામે કરી શક્યો ન હતો.
ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) પણ આ મેચમાં પોતાની છાપ છોડી શક્યો નથી. તેણે આ મેચમાં 39 બોલમાં માત્ર 16 રન જ રમ્યા હતા. છેલ્લી મેચમાં ટીમ ઈન્ડિયાની જીતનો હીરો રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) રહ્યો હતો. પરંતુ આ મેચમાં તે પોતાની રમતનું પુનરાવર્તન કરી શક્યો નહોતો.
Trending Photos