સોનાએ બનાવ્યો નવો રેકોર્ડ, સોનાનો ભાવ 50,000 રૂપિયાને પાર

કોરોના વાયરસ મહામારી (Covid-19 Outbreak)થી પેદા થયેલી સ્થિતિ સોના (Gold)માં જોવા મળી રહી છે. સોનું (Gold Investment) હાલ રોકાણકારોની પહેલી પસંદ બની ગયું છે. જેના લીધે સોનાના ભાવ (Gold Price)માં સતત ઉધાળો જોવા મળી રહ્યો છે.
નવી દિલ્હી: કોરોના વાયરસ મહામારી (Covid-19 Outbreak)થી પેદા થયેલી સ્થિતિ સોના (Gold)માં જોવા મળી રહી છે. સોનું (Gold Investment) હાલ રોકાણકારોની પહેલી પસંદ બની ગયું છે. જેના લીધે સોનાના ભાવ (Gold Price)માં સતત ઉધાળો જોવા મળી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોનાની ડિમાન્ડ ઝડપથી વધી છે, જેની અસર ભારતીય બજાર પર સીધેસીધી જોવા મળી રહી છે. દિલ્હીમાં આજે ગુરૂવારે સોનાના ભાવ (Gold Rate) 50,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરને પાર કરી ગઇ.
સુરક્ષિત રોકાણની દ્રષ્ટિએ સોનું રોકાણ માટે એક સારો વિકલ્પ બનીને સામે આવ્યો છે. બજારમાં સ્થિતિ અને બેંકમાં વ્યાજ દરોથી સોનાની માંગમાં સતત ઉછાળો આવી રહ્યો છે.
Gold price: સોનાની કિંમતોએ તોડ્યા તમામ રેકોર્ડ, જાણો કેટલું મોંઘુ થવાની સંભાવના
લંડન ન્યૂયોર્ક અને સ્વિત્ઝરલેંડના બજારોમાં સોનાની ટ્રેડિંગમાં તેજી જોવા મળી રહી છે. જેના લીધે સોનાના ભાવ રેકોર્ડ સ્તરની ઉંચાઇ પર પહોંચી ગયા છે. દિલ્હીમાં 10 ગ્રામ સોનાનો ભાવ 50,405 રૂપિયા નોંધવામાં આવ્યો છે.
કિંમતી ધાતુઓના એક્સપર્ટ અને બુલિયનસ્ટાર રોનન મેનલી પોતાના બ્લોગમાં લખે છે કે લંડન અને ન્યૂયોર્કના બજારોમાં હાલ સ્થિતિ સારી નથી. જેના લીધે રોકાણકારોનું વલણ અચાનક સોના તરફ થઇ ગયું છે. બુલિયન બેંકોમાં મોટાપાયે નુકસાન થયું છે. સોનાની ઉધાર દરો વધી ગઇ છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube