Gold price: સોનાની કિંમતોએ તોડ્યા તમામ રેકોર્ડ, જાણો કેટલું મોંઘુ થવાની સંભાવના

જાણકારોનું કહેવું છે કે ગત 1 વર્ષમાં સોનું 43 ટકા વધુ આપ્યું છે. આટલી તેજી બાદ પણ સોનાની માંગ યથાવત છે. સાથે જ સોનામાં ઝડપથી ફાયદો ચાંદીને પણ મળી રહ્યો છે. ચાંદીને સપ્ટેમ્બર વાયદામાં 51 હજાર રૂપિયાની આસપાસ કારોબાર થઇ રહ્યો છે.

Gold price: સોનાની કિંમતોએ તોડ્યા તમામ રેકોર્ડ, જાણો કેટલું મોંઘુ થવાની સંભાવના

નવી દિલ્હી: ફક્ત પેટ્રોલ-ડીઝલના ભાવ જ નહી પરંતુ સોનાના ભાવ (Gold Price Today) પણ અત્યારે આકાશને આંબી રહ્યા છે. સોનું આજે ફરી નવી ઉંચાઇ પર પહોંચી ગયું છે. ગોલ્ડ આજે 48,982 રૂપિયાની નવી ઉંચાઇને આંબી રહ્યા છે. તો બીજી તરફ હાજર બજારમાં જીએસટી સાથે સોનાનો ભાવ 50 ગ્રામની ઉપર પહોંચી ચૂક્યો છે. 

વર્ષમાં 43 ટકાથી વધુ રિટર્ન
જાણકારોનું કહેવું છે કે ગત 1 વર્ષમાં સોનું 43 ટકા વધુ આપ્યું છે. આટલી તેજી બાદ પણ સોનાની માંગ યથાવત છે. હાલની સ્થિતિમાં રોકાણકારોને સોનાથી સારું રોકાણ માટે કંઇ સારું લાગતું નથી. ગ્લોબલ ગ્રોથને લઇને જે પ્રકારે અનિશ્વિતતાનો માહોલ છે અને કોરોનાના નવા કેસ સતત વધતા જાયા છે, એવામાં સુરક્ષિત રોકાણ તરીકે સોના તરફ વલણ ખૂબ વધી રહ્યું છે. 

ચાંદીની કિંમતોમાં પણ વધારો
સાથે જ સોનામાં ઝડપથી ફાયદો ચાંદીને પણ મળી રહ્યો છે. ચાંદીને સપ્ટેમ્બર વાયદામાં 51 હજાર રૂપિયાની આસપાસ કારોબાર થઇ રહ્યો છે. ચાંદીએ ગત ત્રણ મહિનામાં લગભગ 22 ટકાનું જોરદાર રિટર્ન આપ્યું છે. 

55,000 રૂપિયા સુધી વધશે સોના
India Bullion and Jewellers Association (IBJA) એ રાષ્ટ્રીય અધ્યક્ષ પૃથ્વીરાજ કોઠારીના અનુસાર સોનું લગભગ 50,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામની આસપાસ બિઝનેસ કરી રહ્યા છે. પરંતુ જો જલદી જ કોરોના વાયરસથી લગામ લાગતી નથી તો સોનાના ભાવ 2020ના અંત સુધી 55000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી જઇ શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news