Gold Price Weekly: ભારતમાં છેલ્લા કેટલાક સમયથી સોનાના ભાવમાં જોરદાર વધારો જોવા મળી રહ્યો હતો, પરંતુ પાછલા કારોબારી સપ્તાહમાં સોનાની કિંમતમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. વાયદા બજાર એટલે કે એમસીએક્સ પર સોનું છેલ્લા 10 દિવસની અંદર 2500 રૂપિયા સુધી સસ્તું થઈ ગયું છે. ચાંદીની કિંમતોમાં પણ છેલ્લા 10 દિવસમાં સોનો ઘટાડો જોવા મળ્યો છે અને તે છેલ્લા 10 દિવસમાં 2500 રૂપિયા સુધી સસ્તી થઈ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાયદા બજારમાં આટલું સસ્તું થયું સોનું
ભારતમાં છેલ્લા કેટલાક દિવસથી સોનાના ભાવમાં જબરદસ્ત ઘટાડો જોવા મળ્યો છે, પરંતુ સપ્તાહના છેલ્લા કારોબારી દિવસે સોનું 272 રૂપિયા મોંઘુ થઈ 71486 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું છે. 5 જૂનના વાયદા માટે સોનું છેલ્લા 10 દિવસમાં 2500 રૂપિયા સુધી સસ્તું થયું છે. 16 એપ્રિલે સોનું 74000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી ગયું હતું, પરંતુ હવે તે ઘટી 71486 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયું છે. તેવામાં છેલ્લા કેટલાક દિવસથી સોનાના ભાવ 2500 રૂપિયા સુધી ઘટી ગયા છે.


ચાંદીના ભાવ પણ ઘટ્યા
એમસીએક્સ પર માત્ર સોનું જ નહીં પરંતુ ચાંદીની કિંમતમાં પણ જોરદાર ઘટાડો છેલ્લા 10 દિવસમાં જોવા મળી રહ્યો છે. જૂન વાયદા માટે 16 જૂન 2024ના ચાંદીનો ભાવ 85000 રૂપિયા પ્રતિ કિલોગ્રામની આસપાસ હતો, જે હવે ઘટી 82500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી આવી ગયો છે. તેવામાં ચાંદી પણ 2500 રૂપિયા સુધી સસ્તી થઈ છે.


આ પણ વાંચોઃ બેન્ક એકાઉન્ટમાં આટલા લાખથી વધુ રૂપિયા રાખ્યા તો આવી જશે ઈનકમ ટેક્સની નોટિસ


આંતરરાષ્ટ્રીય બજારમાં કેવી છે સોના-ચાંદીની સ્થિતિ?
માત્ર ભારતીય બજાર જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોના-ચાંદીની કિંમતોમાં કમી જોવા મળી રહી છે. કોમેક્સ પર ગોલ્ડ જૂન ફ્યૂચર્સ છેલ્લા કારોબારી દિવસે 2,349.60 ડોલર પ્રતિ ઔંસ પર બનેલું છે. તો એક સમય પર સોનું 2,448.80 ડોલર પ્રતિ ઔંસના ઓલ ટાઈમ હાઈ લેવલના સ્તર પર પહોંચી ગયું હતું. તેવામાં સોનું પોતાના ઉચ્ચતમ સ્તરથી 4 ટકા સુધી સસ્તું થઈ ગયું છે. સોનાના ભાવમાં ઘટાડાનું કારણ પ્રોફિટ બુકિંગ છે. 


કેમ સોનાના ભાવમાં થયો ઘટાડો?
છેલ્લા કેટલાક સમયમાં ઈરાન-ઇઝરાયલ યુદ્ધની આશંકા ઘટી છે. તેવામાં ઈન્વેસ્ટર હવે પહેલાની તુલનામાં ઓછું સોનું ખરીદી રહ્યાં છે, જેની અસર સોનાની કિંમતો પર જોવા મળી રહી છે. એક્સપર્ટ પ્રમાણે આવનારા સમયમાં હજુ સોનાના ભાવમાં ઘટાડો થઈ શકે છે. તે ઘટી 70000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી આવી શકે છે.