નવી દિલ્હીઃ સોનાના ભાવ ભાવ હાલ ઉચ્ચ સપાટીથી 10 ટકા નીચે આવી ગયા છે. પરંતુ હજુ રોકાણકારોનું માનવું છે કે દિવાળીના સમયે સોનાની કિંમત 60 હજાર રૂપિયાને પાર પહોંચી જશે. તેવામાં જો તમે સોનામાં રોકાણ કરવાનું વિચારી રહ્યાં હોવ તો આ સૌથી સારો સમય છે. સામાન્ય રીતે સોનામાં અનેક રીતે રોકાણ કરવામાં આવશે. આજકાલ સરકાર પણ સમય-સમય પર ગોલ્ડમાં રોકાણ માટે સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમ લઈને આવે છે. અમે તમને સોનામાં રોકાણ પહેલા અનેક પ્રકારની જાણકારીઓ આપીએ, જે તમને કામ આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ છે સોનામાં રોકાણ માટે વિકલ્પ
સામાન્ય રીતે સોનામાં રોકાણ માટે રોકાણકારો પાસે ઘણા સારા વિકલ્પ છે, જેમાં પેપર ગોલ્ડ, ગોલ્ડ  ETF, સોવરેન ગોલ્ડ બોન્ડ, ગોલ્ડ મ્યૂચુઅલ ફંડ અને ડિજિટલ ગોલ્ડને કોરોના કાળમાં સારા વિકલ્પ માનવામાં આવી રહ્યાં છે. કારણ કે આ વિકલ્પોમાં રોકાણ કરવા માટે સરળથી ખરીદી અને વેચાણ થઈ શકે છે. તો સોનું પણ શુદ્ધ હોય છે અને તેને સુરક્ષિત રાખવાની ચિંતા પણ રહેતી નથી. 


આ રીતે બનાવો એસેટ
તમે સોનાની જ્વેલરી ખરીદવાની જગ્યાએ તેને એક નાણાકીય એસેટ તરીકે પણ ખરીદી શકો છે. ઘરેણા ખરીદવાથી તેનું ધ્યાન પણ રાખવું પડે છે. સાથે ખ્યાલ આવતો નથી કે કેટલું શુદ્ધ છે. સાથે ગોલ્ડ કોઈન કે જ્વેલરી ખરીદવા પર પણ તેની સુરક્ષા કરવી પડે છે. તેવામાં ડિજિટલ ગોલ્ડ ખરીદવા સૌથી સારો વિકલ્પ છે.


'ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ રેન્કિંગમાં ગુજરાતને ઝટકો, બે વર્ષમાં 5મા સ્થાનેથી 10મા ક્રમે ધકેલાયું


ખરીદી શકો છો ગોલ્ડ મ્યૂચુઅલ ફંડ
મ્યૂચુઅલ ફંડ વિશે મોટાભાગના લોકોને ખ્યાલ છે. હવે બજારમાં ગોલ્ડ મ્યૂચુઅલ ફંડ પણ આવી ગયા છે. તેમાં રોકાણકારો દ્વારા પૈસા લગાવવામાં આવે છે. તેમાં પણ ફંડ મેનેજર રોકાણકારોની રોકાણનું ધ્યાન રાખે છે. બજારની સ્થિતિની ફંડના રિટર્ન પર અસર પડે છે. રોકાણકારોએ જોખમ લેવાની ક્ષમતાના આધાર પર રોકાણ કરવું જોઈએ. 


રોકાણ પર લાગે છે કેપિટલ ગેન ટેક્સ
જો તમે ગોલ્ડને ખરીદીને તેને ત્રણ વર્ષથી ઓછા સમયમાં વેચી દો તો પછી તેના પર શોર્ટ ટર્મ કેપિટલ ગેન ટેક્સ લાગશે. આ તમારી કુલ આવક પર લાગશે. તો ત્રણ વર્ષ બાદ ગોલ્ડ વેચવા પર લોન્ગ ટર્મ કેપિટલ ગેન ટેક્સ લાગશે. તમારે LTCG 20%+સરચાર્જ આપવો પડશે. 4 ટકા સેસ ઇન્ડેક્સેશન બેનિફિટની સાથે સંભવ છે. ફિઝિકલ ગોલ્ડ પર જીએસટી લાગે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર