'ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ રેન્કિંગમાં ગુજરાતને ઝટકો, બે વર્ષમાં 5મા સ્થાનેથી 10મા ક્રમે ધકેલાયું
ઘરેલૂ તથા વૈશ્વિક રોકાણકારોને આકર્ષિત કરવા માટે કેન્દ્ર સરકાર દર વર્ષે ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ રેન્કિંગ જાહેર કરે છે.
Trending Photos
નવી દિલ્હીઃ ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ રેન્કિંગ મામલે ગુજરાતનું પ્રદર્શન કથળી રહ્યું છે. રાજ્યમાં એક તરફ વાઇબ્રન્ટ ગુજરાત જેવા આયોજનો થાય છે, તો બે વર્ષમાં આ રેન્કિંગમાં ગુજરાતની સ્થિતિ ખરાબ થઈ ગઈ છે. ગુજરાત કરતા તો ઉત્તર પ્રદેશ સારૂ પ્રદર્શન કરી રહ્યું છે. શનિવારે કેન્દ્ર સરકાર દ્વારા જારી કરવામાં આવેલા ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ રેન્કિંગમાં ગુજરાત 10મા ક્રમે ધકેલાઈ ગયું છે. મહત્વનું છે કે, વર્ષ 2018મા ગુજરાત પાંચમાં સ્થાને હતું. કેન્દ્ર સરકાર દ્વારા શનિવારે જાહેર કરવામાં આવેલ રેન્કિંગ પ્રમાણે આંધ્ર પ્રદેશ પ્રથમ સ્થાને છે, જ્યારે બીજા સ્થાન પર ઉત્તર પ્રદેશ, ત્યારબાદ ક્રમશઃ તેલંગણા, મધ્ય પ્રદેશ, ઝારખંડ, છત્તીસગઢ, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ અને ગુજરાતનું સ્થાન આવે છે.
ગુજરાતને લાગ્યો ફટકો
એક તરફ ગુજરાતની ગણતા દેશના વિકસિત રાજ્ય અને રોકાણકારોને આકર્ષતા રાજ્ય તરીકે થાય છે. વર્ષ 2018મા ગુજરાત દેશમાં ટોપ-5 રાજ્યોમાં સામેલ હતું. પરંતુ વર્ષ 2020 આવતા આવતા ગુજરાત 10મા ક્રમે પહોંચી ગયું છે.
મહત્વનું છે કે ઘરેલૂ તથા વૈશ્વિક રોકાણકારોને આકર્ષિત કરવા માટે કેન્દ્ર સરકાર દર વર્ષે ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ રેન્કિંગ જાહેર કરે છે. તેને રાજ્ય વ્યાપાર સુધાર એક્શન પ્લાન રેન્કિંગ પણ કહેવામાં આવે છે. નાણામંત્રી નિર્મલા સીતારમન અને કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે શનિવારે વર્ષ 2019 માટે આ રેન્કિંગ જારી કરી હતી.
TATAએ લોન્ચ કરી Harrierનું નવું વેરિએન્ટ, જાણો શું ચે આ મહિનાની સ્પેશિયલ ઓફર્સ
હકીકતમાં રાજ્યોમાં કારોબારી માહોલ સુધારવા માટે આ આંકડા જાહેર કરવામાં આવે છે. આ રેન્કિંગથી જાણ થાય છે કે વ્યાપારમાં સુધાર માટે ક્યું રાજ્ય કેટલું સારૂ કામ કરી રહ્યું છે, જેનાથી રોકાણકારો તે રાજ્યોમાં વેપાર વધારવા માટે આકર્શિત થાય.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે