Gold Rate Today: બજેટ પહેલા ઉછળી રહ્યું છે સોનું, ચાંદીના જાણો શું છે હાલ...લેટેસ્ટ રેટ ખાસ જાણો
Gold Rate: બજેટના એક દિવસ પહેલા શરાફા બજારમાં સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. જ્યારે ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. પરંતુ વાયદા બજારમાં સોનાના ભાવમાં મામૂલી ઘટાડો જોવા મળ્યો છે.
બજેટના એક દિવસ પહેલા શરાફા બજારમાં સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. જ્યારે ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. પરંતુ વાયદા બજારમાં સોનાના ભાવમાં મામૂલી ઘટાડો જોવા મળ્યો છે. ગઈ કાલે મીડલ ઈસ્ટમાં વધતા તણાવના પગલે તેજી જોવા મળી હતી. વિદેશી બજારોમાં પણ બંનેના રેટમાં જો કે એક્શન છે.
MCX પર સોનું અને ચાંદી
ઘરેલુ વાયદા બજારમાં સોના અને ચાંદીના ભાવમાં સપાટ કારોબાર જોવા મળ્યો. MCX પર સોનાના ભાવમાં 50 રૂપિયાના મામૂલી ઘટાડાના કારણે ભાવ 10 ગ્રામ 62585 રૂપિયા જોવા મળ્યો. ચાંદીના ભાવમાં પણ 40 રૂપિયાની નબળાઈ સાથે પ્રતિ કિલો 72300નો ભાવ જોવા મળ્યો.
કોમેક્સ પર ભાવ
ઈન્ટરનેશનલ સ્પોટ માર્કેટમાં સોના અને ચાંદીના ભાવમાં ગઈ કાલની તેજી બાદ મિક્સ કારોબાર છે. કોમેક્સ પર સોનું મામૂલી તેજી સાથે 20250 ડોલર પ્રતિ ઔંસ જોવા મળ્યું જ્યારે ચાંદીનો ભાવ 23.20 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થતો જોવા મળ્યો. આ અગાઉ મંગળવારે મિડલ ઈસ્ટમાં વધતા તણાવથી સેફ હેવનની માંગણીમાં સતત ઉછાળો રહ્યો . આ સાથે ફેડ વ્યાજ દરો પર આજે સાંજે નિર્ણયઆવશે. રોકાણકારોની આ બંને ઈવેન્ટ પર નજર છે.
શરાફા બજારમાં સોનું ચાંદી
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association)ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 105 રૂપિયા ઉછળીને 62715 રૂપિયાની સપાટીએ જોવા મળ્યું છે. જ્યારે 916 પ્યોરિટીવાળું ગોલ્ડ આજે સવારે 96 રૂપિયાના વધારા સાથે 57447 રૂપિયાની સપાટીએ જોવા મળ્યું. ચાંદી જો કે સવારે 112 રૂપિયા પ્રતિ કિલોના ઘટાડા સાથે 71630 રૂપિયા પ્રતિ કિલોના ભાવે જોવા મળી. (બજાર ખુલ્યા ત્યારના ભાવ છે, બજાર બંધ થશે ત્યારે નવા ભાવ જાહેર થશે)
ખાસ નોંધ: અત્રે જણાવવાનું કે ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પડતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube