રાજકોટના આંગણે રૂડો અવસર! સોમપુરા બ્રાહ્મણો દ્વારા તૈયાર કરાઈ ડિઝાઈન, જાણો શું છે આ મંદિરની ખાસિયતો?

કડવા પાટીદાર સમાજના કુળદેવી ઉમિયા માતાજીનું મંદિર 4 વર્ષમાં બનીને તૈયાર થઈ જશે. મંદિરની ડિઝાઇન સોમપુરા બ્રાહ્મણો દ્વારા તૈયાર કરવામાં આવી છે. જાણો શું છે મંદિરની ખાસિયત અને કેવી રીતે બનશે એકતાનું પ્રતિક.

રાજકોટના આંગણે રૂડો અવસર! સોમપુરા બ્રાહ્મણો દ્વારા તૈયાર કરાઈ ડિઝાઈન, જાણો શું છે આ મંદિરની ખાસિયતો?

ગૌરવ દવે/રાજકોટ: રાજકોટ જીલ્લાના લોધીકા તાલુકાના જશવંતપુરમાં ઉમિયા માતાજીનું નૈવ્ય મંદિરનું નિર્માણ થવા જઇ રહ્યું છે. આગામી 13 ડિસેમ્બરના રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે નિજ મંદિરનું ભૂમિપૂજન કરવામાં આવશે. કડવા પાટીદાર સમાજના કુળદેવી ઉમિયા માતાજીનું મંદિર 4 વર્ષમાં બનીને તૈયાર થઈ જશે. મંદિરની ડિઝાઇન સોમપુરા બ્રાહ્મણો દ્વારા તૈયાર કરવામાં આવી છે. જાણો શું છે મંદિરની ખાસિયત અને કેવી રીતે બનશે એકતાનું પ્રતિક.

  • ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા મંદિર નિર્માણ કાર્ય..
  • 20 એકર જગ્યામાં વિશાળ મંદિર બનશે..
  • રાધા-કૃષ્ણ અને શિવ-પાર્વતીનું પણ મંદિર નિર્માણ પામશે..
  • પિન્ક પથ્થરમાંથી નગર શૈલીનું મંદિર, સોમપુરા બ્રાહ્મણોની ડિઝાઇન..

કડવા પાટીદાર સમાજના સર્વાંગી વિકાસ થકી શિક્ષિત, સશક્ત અને સંગઠિત સમાજ નિર્માણ જેવા ઉમદાહેતુથી રાજકોટની ભાગોળે (જસવંતપુર)ન્યારી નદીના કિનારે મા ઉમિયા માતાજીના મંદિરનું આગામી 13 તારીખે ભૂમિપૂજન કરવામાં આવશે. જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના વરદ હસ્તે થવા જઈ રહયું છે. ભૂમિપૂજન પહેલા પટેલ સેવા સમાજ દ્વારા કડવા પાટીદારોમાં થનગનાટ ઉભો કરવામાં આવી રહ્યો છે. માતાજીના વધામણાનો આનંદ ભૂમિપૂજન પૂર્વે જાહેર જનતા વચ્ચે અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવ્યા છે. જેમાં આજે બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બાઈક રેલીમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને યુવકો જોડાયા હતા. 

મંદિરની શું છે ખાસિયત ?
ઉમિયા માતાજી સંસ્થાન ટ્રસ્ટ દ્વારા લોધિકાના જશવંતપુર ખાતે 12 એકર જગ્યામાં મંદિરનું નિર્માણ કરવામાં આવશે. જેમાં 2 એકર જગ્યામાં મંદિર, પુસ્તકાલય, ભોજનાલય, પાર્કિંગ, શૈક્ષણિક હેતુ માટે બિલ્ડીંગ, વિશાળ હોલનું નિર્માણ કરવામાં આવશે. આગેવાનોએ વધુમાં જણાવેલ કે આ નિજ મંદિરમાં પિન્ક પથ્થર (બંસી પથ્થર)નો ઉપયોગ થશે. જયારે લોખંડ અને સિમેન્ટનો બિલકુલ ઉપયોગ કરવામાં આવશે નહીં. નાગર શૈલીથી મંદિરનું નિર્માણ થશે. જેની સાઈઝ 135 ×125×65 ફુટ રહેશે એક તરફ રાધા કૃષ્ણ બીજી બાજુ શિવ-પાર્વતીનું મંદિર અને વચ્ચે ઉમિયા માતાજીનું મંદિર બનાવવામાં આવશે.

13 ડિસેમ્બરના કાર્યક્રમમાં 25 હજાર લોકો હાજર રહેશે. ભોજન પ્રસાદની વ્યવસ્થા રાખવામાં આવેલ છે. સમાજના આગેવાનોનું કહેવું છે કે, દરેક સમાજને જોડવામાં આવશે. માત્ર કડવા પાટીદાર સમાજ જ નહીં દરેક સમાજના આગેવાનોને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા આમંત્રણો આપવામાં આવશે. ખોડલધામ અને ઉમિયાધામ સીદસરના આગેવાનોને પણ આ કાર્યક્રમોમાં જોડવામાં આવશે. મંદિરની ડિઝાઇન અમદાવાદના સોમપુરા બ્રાહ્મણો દ્વારા તૈયાર કરવામાં આવી છે. જે નાગર શૈલીની ડિઝાઇન છે. એટલું જ નહીં અયોધ્યા રામ મંદિરમાં ઉપયોગમાં લેવામાં આવેલ બંસી પથ્થરનો જ ઉમિયા માતાજી મંદિરમાં ઉપયોગ કરવામાં આવશે

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news