ગુજરાતી ન્યૂઝGujaratઆ રસ્તો બંધ છે! રાજકોટમાં 9થી 11 ડિસેમ્બર સુધી વાહનચાલકોને પડશે જબરદસ્ત હાલાકી! જાણો કેમ

આ રસ્તો બંધ છે! રાજકોટમાં 9થી 11 ડિસેમ્બર સુધી વાહનચાલકોને પડશે જબરદસ્ત હાલાકી! જાણો કેમ

શહેરના ગોંડલ રોડ ઉપર આવેલા PDM રેલ્વે ક્રોસિંગ પાસે આગામી તારીખ 9 થી 11 ડિસેમ્બર દરમિયાન ફાટક બંધ રહેવાની હોવાની સુચના આપતા બેનર લગાવવામાં આવ્યા છે જેમાં જણાવવામાં આવ્યું છે કે, ફાટક નંબર 11 ( પી. ડી. માલવિયા ફાટક) રેલવે ટ્રેક મેન્ટેનન્સ કાર્ય હેતુ તારીખ 9 થી 11 ડિસેમ્બર સુધી બંધ રહેશે.

આ રસ્તો બંધ છે! રાજકોટમાં 9થી 11 ડિસેમ્બર સુધી વાહનચાલકોને પડશે જબરદસ્ત હાલાકી! જાણો કેમ

ઝી બ્યુરો/રાજકોટ: રાજકોટની PDM રેલ્વે ફાટક તારીખ 9 થી 11 ડિસેમ્બર સુધી બંધ રહેશે. PDM રેલ્વે ફાટક પાસે રેલ્વે ટ્રેક પર ડામરના સ્થાને રબર પ્લેટ નાખવાની હોવાથી આ ફાટક ત્રણ દિવસ માટે બંધ રાખવામાં આવશે જેને લીધે દરરોજ અહીંથી પસાર થતાં 16,611 જેટલા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડશે. એટ્લે કે 3 દિવસમાં 49,833 વાહન ચાલકોને પરેશાની થશે. જોકે તેના પછી આવતી અટિકા ફાટક ચાલુ રહેશે. જેથી ત્યાં ટ્રાફીક જામ થશે તો ગોંડલ રોડ ઉપરના વિવેકાનંદ બ્રીજ ઉપર પણ વાહનોની કતારના દ્રશ્યો જોવા મળશે.

Add Zee News as a Preferred Source

શહેરના ગોંડલ રોડ ઉપર આવેલા PDM રેલ્વે ક્રોસિંગ પાસે આગામી તારીખ 9 થી 11 ડિસેમ્બર દરમિયાન ફાટક બંધ રહેવાની હોવાની સુચના આપતા બેનર લગાવવામાં આવ્યા છે જેમાં જણાવવામાં આવ્યું છે કે, ફાટક નંબર 11 ( પી. ડી. માલવિયા ફાટક) રેલવે ટ્રેક મેન્ટેનન્સ કાર્ય હેતુ તારીખ 9 થી 11 ડિસેમ્બર સુધી બંધ રહેશે. આ દરમિયાન વાહન વ્યવહારની સગવડ માટે ફાટક નંબર 12 (અટિકા ફાટક) અને આર. ઓ. બી. નંબર 10 (વિવેકાનંદ ઓવરબ્રિજ) નો ઉપયોગ કરી શકાય. 

નોંધનીય છે કે રાજકોટ શહેરના ગોંડલ રોડ ઉપર આવેલી આ PDM ફાટક પરથી અઠવાડિયામાં 1,16,280 વાહન ચાલકો પસાર થાય છે એટલે કે દરરોજ 16,611 વાહન ચાલકો અવરજવર કરે છે જેથી ત્રણ દિવસ સુધી વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડશે. જોકે આ માટે અગાઉથી જાણ સ્વરૂપે PDM રેલ્વે ફાટક પાસે વાહન ચાલકોને સૂચના સ્વરૂપે બેનર ચોંટાડવામાં આવ્યા છે. 

ઉલ્લેખનિય છે કે, રેલવે ફાટક પાસે ડામર નાખ્યો હોવાથી ત્યાથી પસાર થતી ટ્રેનમાં મુસાફરોને થડકા આવે છે. ઉપરાંત ડામર નીકળી જાય તો મુશ્કેલી ઊભી થાય છે તેવામાં હવે દરેક રેલવે ફાટક પાસે ડામરના સ્થાને રબર પ્લેટ નાખવામાં આવી રહી છે. જેના ભાગરૂપે PDM ફાટક પાસે રબર પ્લેટ નાખવાની કામગીરી કરવામાં આવશે. જે કામગીરીના ભાગરૂપે જ ત્રણ દિવસ સુધી આ રેલવે ફાટક બંધ રહેશે જેથી ત્યાંથી આ સમય દરમિયાન વાહન ચાલકો પસાર નહીં થઈ શકે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીત

...और पढ़ें

Trending news