Gold Rate Today: કરો જલસા! સોનાના ભાવમાં આજે પણ નોંધપાત્ર ઘટાડો, છેલ્લા 24 કલાકમાં ગગડીને ક્યાંથી ક્યાં પહોંચી ગયું સોનું? જાણો લેટેસ્ટ રેટ
Latest Gold Rate: દુનિયાભરમાં ઈક્વિટી માર્કેટમાં ઉતાર ચઢાવ વચ્ચે કોમોડિટી બજારમાં પણ સોમવારે ભારે કડાકો જોવા મળ્યો હતો. ગત અઠવાડિયે બજેટ બાદ સોના ચાંદીમાં જે મંદી છવાઈ હતી તેમાં રાહત મળતા તેજી તો આવી પરંતુ આ અઠવાડિયે ફરીથી સુસ્તી જોવા મળી રહી છે.
દુનિયાભરમાં ઈક્વિટી માર્કેટમાં ઉતાર ચઢાવ વચ્ચે કોમોડિટી બજારમાં પણ સોમવારે ભારે કડાકો જોવા મળ્યો હતો. ગત અઠવાડિયે બજેટ બાદ સોના ચાંદીમાં જે મંદી છવાઈ હતી તેમાં રાહત મળતા તેજી તો આવી પરંતુ આ અઠવાડિયે ફરીથી સુસ્તી જોવા મળી રહી છે. જે ખરીદનારાઓ માટે રાહતની વાત કહી શકાય. કાલે ગ્લોબલ બજારોમાં ભારે ઉથલપાથલ વચ્ચે સોનું ગત સત્રમાં $34 ગગડી ગયું હતું. ચાંદીમાં 5.5% નો ઘટાડો જોવા મળ્યો હતો. ભારતીય વાયદા બજાર અને શરાફા બજારમાં આજે શું સ્થિતિ છે..સોનું ક્યાં પહોંચ્યુ? તમામ અપડેટ જાણો.
શરાફા બજારમાં ગગડ્યા ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 213 રૂપિયા ગગડીને 68,904 રૂપિયાના સ્તરે જોવા મળ્યું. કાલે 69,117 રૂપિયા પર ક્લોઝ થયું હતું. છેલ્લા 24 કલાકમાં સોનામાં 795 રૂપિયાનો મોટો કડાકો જોવા મળ્યો છે. 916 પ્યોરિટીવાળું 10 ગ્રામ ગોલ્ડ આજે 195 રૂપિયા તૂટીને 63,116 રૂપિયા પર જોવા મળ્યું છે. કાલે 63,311 પર ક્લોઝ થયું હતું.
જ્યારે ચાંદીની વાત કરીએ તો ચાંદીમાં આજે ઓપનિંગ રેટમાં 506 રૂપિયાનો ઘટાડો જોવા મળતા ભાવ 78,444 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગયો છે. કાલે 78,950 રૂપિયા પર ક્લોઝ થઈ હતી. ચાંદીમાં છેલ્લા 24 કલાકમાં 3,292 રૂપિયાનો જબરદસ્ત ઘટાડો જોવા મળ્યો છે.
MCX પર ભાવ
આજે ભારતીય વાયદા બજાર (MCX)માં સોનામાં સુસ્તી જોવા મળી છે. જ્યારે ચાંદીમાં મામૂલી તેજી છે. MCX પર જો કે ગોલ્ડ 19 રૂપિયાની તેજી સાથે 69,328 રૂપિયા નજીક ટ્રેડ થઈ રહેલું જોવા મળ્યું પરંતુ ભાવ તો હજુ પણ 70 હજાર નીચે છે. કાલે 69,309 પર સોનું ક્લોઝ થયું હતું. જ્યારે ચાંદી 140 રૂપિયાની તેજી સાથે 79,738 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થતી જોવા મળી જે કાલે 79,598 રૂપિયા પ્રતિ કિલો પર ક્લોઝ થઈ હતી.
ખાસ નોંધ: અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી. એસોસિએશનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી.