Gold Silver Price Today: સોનાના દાગીના ખરીદવાનું વિચારતા હોવ તો ખાસ જાણો આજનો સોનાનો ભાવ
ભારતીય શરાફા બજારમાં આજે સોના ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. જ્યાં 999 પ્યોરિટીવાળા 10 ગ્રામનું સોનું સસ્તું થઈને 51581 રૂપિયા પર પહોંચી ગયું છે તો 999 પ્યોરિટીવાળી એક કિલો ચાંદીનો ભાવ 56081 રૂપિયા થયો છે.
ભારતીય શરાફા બજારમાં આજે સોના ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. જ્યાં 999 પ્યોરિટીવાળા 10 ગ્રામનું સોનું સસ્તું થઈને 51581 રૂપિયા પર પહોંચી ગયું છે તો 999 પ્યોરિટીવાળી એક કિલો ચાંદીનો ભાવ 56081 રૂપિયા થયો છે.
ibjarates.com ના જણાવ્યાં મુજબ 995 પ્યોરિટીવાળું દસ ગ્રામ સોનું સસ્તું થઈને 51374 રૂપિયામાં વેચાઈ રહ્યું છે. 916 પ્યોરિટીવાળા સોનાનો ભાવ 47248 રૂપિયા છે. 750 પ્યોરિટીવાળું સોનું સસ્તું થઈને 38686 રૂપિયા થયો છે. બીજી બાજુ 585 પ્યોરિટીવાળા સોનાનો ભાવ ઓછો થઈને 30175 રૂપિયા પ્રતિ દસ ગ્રામ થયો છે. 999 પ્યોરિટીવાળી એક કિલો ચાંદી 56081 રૂપિયાના ભાવે વેચાઈ રહી છે.
ગઈ કાલના ભાવ સાથે સરખામણી કરીએ તો આજે સોના ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો છે. 999 પ્યોરિટીવાળું સોનું 10 ગ્રામે 723 રૂપિયા, 995 પ્યોરિટીવાળું સોનું 721 રૂપિયા, 916 પ્યોરિટીવાળું સોનું 662 રૂપિયા જેટલું સસ્તું થયું છે. 750 પ્યોરિટીવાળા સોનાના ભાવમાં 542 રૂપિયાનો અને 585 પ્યોરિટીવાળા ગોલ્ડના રેટ્સમાં 423 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. જ્યારે 999 પ્યોરિટીવાળી એક કિલો ચાંદીના ભાવની વાત કરીએ તો તેના ભાવમાં આજે 2072 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે.
આ રીતે કરાય છે શુદ્ધતાની ઓળખ
જ્વેલરીની પ્યોરિટી ચકાસવા માટેની એક રીત હોય છે. જેમાં હોલમાર્ક સંલગ્ન અનેક પ્રકારના નિશાન જોવા મળે છે. આ નિશાનના માધ્યમથી જ્વેલરીની શુદ્ધતાને ઓળખી શકાય છે. આવામં એક કેરેટથી લઈને 24 કેરેટ સુધીના માપદંડ હોય છે. જ્વેલરી બનાવવા માટે 22 કેરેટના સોનાનો ઉપયોગ થાય છે. જ્વેલરી પર હોલમાર્ક લગાવવો જરૂરી છે. 24 કેરેટ સોનું પ્યોર સોનું હોય છે. તેના પર 999 અંક લખેલો જોવા મળશે. જો કે 24 કેરેટ સોનાથી જ્વેલરી બનતી નથી. 22 કેરેટ સોનામાંથી સોનાના દાગીના બનશે જેમાં 916 લખેલું હશે. 21 કેરેટ સોનાની જ્વેલરી પર 875 લખેલું હશે. 18 કેરેટના દાગીના પર 750 લખેલું હશે. જ્યારે 14 કેરેટના દાગીના પર 585 લખેલું જોવા મળશે.
24,22, 21, 18 અને 14 કેરેટમાં શું ફરક હોય છે?
24 કેરેટવાળું સોનું એકદમ પ્યોર હોય છે. જેને પ્યોરેસ્ટ ગોલ્ડ કહે છે. તેમાં કોઈ પણ પ્રકારની અન્ય ધાતુની ભેળસેળ હોતી નથી. તેને 99.9 ટકા શુદ્ધ ગોલ્ડ કહેવાય છે. 22 કેરેટ સોનામાં 91.67 ટકા પ્યોર ગોલ્ડ હોય છે. અન્ય 8.33 ટકામાં બીજી ધાતુનું મિશ્રણ હોય છે. જ્યારે 21 કેરેટ ગોલ્ડમાં 87.5 ટકા પ્યોર ગોલ્ડ હોય છે. 18 કેરેટ ગોલ્ડમાં 75 ટકા પ્યોર ગોલ્ડ હોય છે. જ્યારે 14 કેરેટ ગોલ્ડમાં 58.5 ટકા પ્યોર ગોલ્ડ હોય છે બાકી અન્ય ધાતુનું મિશ્રણ કરેલું હોય છે.
મિસ્ડ કોલથી જાણો સોના ચાંદીના ભાવ
ibja તરફથી અને કેન્દ્રીય સરકાર દ્વારા જાહેર રજાઓ ઉપરાંત શનિવાર અને રવિવારે રેટ જાહેર કરાતા નથી. 22 કેરેટ અને 18 કેરેટ ગોલ્ડ જ્વેલરીના રિટેલ ભાવ જાણવા માટે 8955664433 પર મિસ્ડ કોલ કરી શકો છો. થોડીવારમાં તમને એસએમએસ દ્વારા રેટ્સ મળી જશે. આ ઉપરાંત સતત અપડેટ્સ માટે તમે www.ibja.com પર જઈ શકો છો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube