Gold Price 9th May: શરાફા બજારમાં સોમવારે ચાંદી અને સોના બંનેમાં ઘટાડો જોવા મળ્યા બાદ હવે એકવાર ફરીથી તેમાં તેજી જોવા મળી રહી છે. છેલ્લા ત્રણ મહિનાથી સોના ચાંદીના ભાવમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. આ બધા વચ્ચે આજે ભાવમાં તેજી જોવા મળી રહી છે. શરાફા બજાર અને મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) બંને પર તેજીનો માહોલ છે. જો તમે પણ જ્વેલરી ખરીદવાનો પ્લાન કરી રહ્યા હોવ તો તમારે હવે પહેલા કરતા વધુ પૈસા ખર્ચ કરવા પડશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

MCX પર સોનું-ચાંદીમાં મિક્સ વલણ
મલ્ટી કોમોડિટી  એક્સચેન્જ (MCX) પર મંગળવારે સોના અને ચાંદીના ભાવમાં મિક્સ ટ્રેન્ડ જોવા મળ્યો. સવારે MCX પર બંને કિંમતી ધાતુઓએ તેજી સાથે શરૂઆત  કરી. પરંતુ બપોરના સમયમાં ઘટાડો જોવા મળ્યો. MCX પર મંગળવાર બપોરે સોનું 165 રૂપિયાની તેજીસાથે 61062 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર અને ચાંદી 79 રૂપિયા તૂટીને 77325 રૂપિયા પ્રતિ કિલો પર ટ્રેડ થતી જોવા મળી. આ અગાઉ મંગળવારે સોનું 60927 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 77079 રૂપિયા પ્રતિ કિલો પર  બંધ થઈ હતી. 


શરાફા બજારમાં આજનો ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association)ની અધિકૃત વેબસાઈટ  ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ ગોલ્ડ સોમવારે 61169 ના સ્તરે બંધ થયું હતું જે આજે 201 રૂપિયાના વધારા સાથે 61370 રૂપિયાના સ્તરે જોવા મળ્યું છે. 916 પ્યોરિટીવાળા ગોલ્ડની વાત કરીએ તો 200 રૂપિયાના ઘટાડા સાથે 61125 રૂપિયાના સ્તરે છે. બીજી બાજુ ચાંદીની વાત કરીએ તો ચાંદી 30 રૂપિયાના ઘટાડા સાથે 76285 ના સ્તરે છે. એટલે કે સોનાના ભાવ વધ્યા છે અને ચાંદીમાં મામૂલી ઘટાડો જોવા મળી રહ્યો છે. 



(સોનાના ભાવ 10 ગ્રામ પ્રમાણે છે અને ચાંદીનો  ભાવ પ્રતિ કિલો છે)


મિસ્ડ કોલથી જાણો સોના ચાંદીના ભાવ
ibja તરફથી અને કેન્દ્રીય સરકાર દ્વારા જાહેર રજાઓ ઉપરાંત શનિવાર અને રવિવારે રેટ જાહેર કરાતા નથી. 22 કેરેટ અને 18 કેરેટ ગોલ્ડ જ્વેલરીના રિટેલ ભાવ જાણવા માટે 8955664433 પર મિસ્ડ કોલ કરી શકો છો. થોડીવારમાં તમને એસએમએસ દ્વારા રેટ્સ મળી જશે. આ ઉપરાંત સતત અપડેટ્સ માટે તમે www.ibja.com પર જઈ શકો છો. 


આ રીતે કરાય છે શુદ્ધતાની ઓળખ
જ્વેલરીની પ્યોરિટી ચકાસવા માટેની એક રીત હોય છે. જેમાં હોલમાર્ક સંલગ્ન અનેક પ્રકારના નિશાન જોવા મળે છે. આ નિશાનના માધ્યમથી જ્વેલરીની શુદ્ધતાને ઓળખી શકાય છે. આવામં એક કેરેટથી લઈને 24 કેરેટ સુધીના માપદંડ હોય છે. જ્વેલરી બનાવવા માટે 22 કેરેટના સોનાનો ઉપયોગ થાય છે. જ્વેલરી પર હોલમાર્ક લગાવવો જરૂરી છે. 24 કેરેટ સોનું પ્યોર સોનું હોય છે. તેના પર 999 અંક લખેલો જોવા મળશે. જો કે 24 કેરેટ સોનાથી જ્વેલરી બનતી નથી. 22 કેરેટ સોનામાંથી સોનાના દાગીના બનશે જેમાં 916 લખેલું હશે. 21 કેરેટ સોનાની જ્વેલરી પર 875 લખેલું હશે. 18 કેરેટના દાગીના પર 750 લખેલું હશે. જ્યારે 14 કેરેટના દાગીના પર 585 લખેલું જોવા મળશે. 


એપ દ્વારા ચેક કરી શકો છો પ્યોરિટી
જો તમે પણ માર્કેટમાં સોનાની ખરીદી કરવા જઈ રહ્યા હોવ તો હોલમાર્ક જોઈને જ ગોલ્ડ  ખરીદો. સોનાની શુદ્ધતા ચેક કરવા માટે તમે સરકારી એપનો પણ ઉપયોગ કરી શકો છો. ‘BIS Care app’ દ્વારા તમે ગોલ્ડની પ્યોરિટી ચેક કરી શકો છો કે તે અસલી છે કે નકલી. આ સિવાય તમે આ એપ દ્વારા ફરિયાદ પણ કરી શકો છો. 


મોદી સરકાર એવો નિર્ણય લેશે કે 9.5 કરોડ લોકોને થશે ફાયદો, મધ્યમવર્ગને થશે મસમોટો લાભ


જો સાત લાખની ઉપર એક રૂપિયો પણ કમાણી વધી તો ભરવો પડશે અધધધ ટેક્સ... જાણો કઈ રીતે


નિવૃત્તિ બાદ તમામ ચિંતા થશે દૂર, આ સ્કીમમાં રોકાણ કરશો તો મળશે પેન્શન


24, 22, 21, 18 અને 14 કેરેટમાં શું ફરક હોય છે?
24 કેરેટવાળું સોનું એકદમ પ્યોર હોય છે. જેને પ્યોરેસ્ટ ગોલ્ડ કહે છે. તેમાં કોઈ પણ પ્રકારની અન્ય ધાતુની ભેળસેળ હોતી નથી. તેને 99.9 ટકા શુદ્ધ ગોલ્ડ કહેવાય છે. 22 કેરેટ સોનામાં 91.67 ટકા પ્યોર ગોલ્ડ હોય છે. અન્ય 8.33 ટકામાં બીજી ધાતુનું મિશ્રણ હોય છે. જ્યારે 21 કેરેટ ગોલ્ડમાં 87.5 ટકા પ્યોર ગોલ્ડ હોય છે. 18 કેરેટ ગોલ્ડમાં 75 ટકા પ્યોર ગોલ્ડ હોય છે. જ્યારે 14 કેરેટ ગોલ્ડમાં 58.5 ટકા પ્યોર ગોલ્ડ હોય છે બાકી અન્ય ધાતુનું મિશ્રણ કરેલું હોય છે. 


ખાસ નોંધ: અત્રે જણાવવાનું કે ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પડતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube