Gold Rate Today: સોનાના ભાવમાં કડાકો, લેવાનું વિચારતા હોવ તો ફટાફટ ચેક કરો 10 ગ્રામ ગોલ્ડનો રેટ
Gold Price Today: ગઈ કાલે સોનાના ભાવમાં તેજી જોવા મળી હતી અને ભાવ તેજી સાથે બંધ થયા હતા. પરંતુ આજે સોનાના ભાવમાં કડાકો જોવા મળ્યો છે. ચાંદીના ભાવ પણ ઘટ્યા છે. શરાફા બજારમાં ગઈ કાલે સોનું પ્રતિ 10 ગ્રામ 57434 રૂપિયાના સ્તરે બંધ થયું હતું
Gold Price Today: ગઈ કાલે સોનાના ભાવમાં તેજી જોવા મળી હતી અને ભાવ તેજી સાથે બંધ થયા હતા. પરંતુ આજે સોનાના ભાવમાં કડાકો જોવા મળ્યો છે. ચાંદીના ભાવ પણ ઘટ્યા છે. શરાફા બજારમાં ગઈ કાલે સોનું પ્રતિ 10 ગ્રામ 57434 રૂપિયાના સ્તરે બંધ થયું હતું. જે આજે બજાર ખુલતા 59282 રૂપિયાના સ્તરે જોવા મળ્યું છે.
સોનાના આજના ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association)ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું 152 રૂપિયા ઘટીને 59282 રૂપિયાના સ્તરે પહોંચ્યું છે. જ્યારે 916 પ્યોરિટીવાળું ગોલ્ડ 140 રૂપિયા ઘટીને 54302 રૂપિયાના સ્તરે જોવા મળી રહ્યું છે. જ્યારે ચાંદીની વાત કરીએ તો હાલ ચાંદી પ્રતિ કિલો 301 રૂપિયા ઘટીને 73889 રૂપિયાના સ્તરે જોવા મળી રહી છે.
ખાસ નોંધ: અત્રે જણાવવાનું કે ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પડતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે.
તથ્યની બહેનપણીઓ વિશે થયો એવો શોકિંગ ખુલાસો....જાણીને દરેક માતાપિતાના હોશ ઉડી જશે
વિપક્ષના ગઠબંધન પર PM બોલ્યા- ઈન્ડિયન મુજાહિદ્દીન અને ઈસ્ટ ઈન્ડિયામાં પણ ઈન્ડિયા
શું 500 રૂપિયાની નોટ બંધ થઈ જશે? જો તમારી પાસે હોય તો ખાસ વાંચો આ અહેવાલ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube