Ahmedabad Accident: તથ્યની બહેનપણીઓને ઓળખો છો? : તમને સવાલ છે કે અડધી રાતે છોકરીઓને મોકલનાર મા-બાપ કોણ તો જાણી લો

Ahmedabad Accident: તથ્ય પટેલનો કેસ હાલમાં ગુજરાતમાં ચર્ચાસ્પદ છે આમ છતાં અડધી રાત સુધી દીકરીઓને ઘરેથી તથ્યની સાથે ફરવા મોકવનાર મા-બાપ પણ ચર્ચામાં છે. અમે અહીં તથ્યની સાથે રહેલી બહેનપણીઓની વિગતો રજૂ કરી રહ્યાં છે. જેને વાંચીને તમને પણ નવાઈ લાગશે. દરેકના મનમાં એક જ સવાલ છે કે અડધી રાત સુધી દીકરા કે દીકરી ઘરે ના આવે છતાં એવા મા બાપ કોણ જેઓ દીકરીઓને અડધી રાત સુધી ઘરની બહાર રહેવાની પરમિશન આપે છે. તેઓ પાર્ટીઓના ઈન્સ્ટાગ્રામ પર ફોટોગ્રાફ મૂકે આમ છતાં ના રોકે.

Ahmedabad Accident: તથ્યની બહેનપણીઓને ઓળખો છો? : તમને સવાલ છે કે અડધી રાતે છોકરીઓને મોકલનાર મા-બાપ કોણ તો જાણી લો

Ahmedabad Accident: તથ્ય પટેલનો કેસ હાલમાં ગુજરાતમાં ચર્ચાસ્પદ છે આમ છતાં અડધી રાત સુધી દીકરીઓને ઘરેથી તથ્યની સાથે ફરવા મોકવનાર મા-બાપ પણ ચર્ચામાં છે. અમે અહીં તથ્યની સાથે રહેલી બહેનપણીઓની વિગતો રજૂ કરી રહ્યાં છે. જેને વાંચીને તમને પણ નવાઈ લાગશે. દરેકના મનમાં એક જ સવાલ છે કે અડધી રાત સુધી દીકરા કે દીકરી ઘરે ના આવે છતાં એવા મા બાપ કોણ જેઓ દીકરીઓને અડધી રાત સુધી ઘરની બહાર રહેવાની પરમિશન આપે છે. તેઓ પાર્ટીઓના ઈન્સ્ટાગ્રામ પર ફોટોગ્રાફ મૂકે આમ છતાં ના રોકે... તો જાણી લો કેવું છે ફેમિલી હાલ અમદાવાદમાં એક જ નામ ગુંજી રહ્યું છે, તથ્ય પટેલ. વૈભવી પરિવારના નબીરાએ જેગુઆર ગાડીથી અકસ્માત સર્જીને 10 લોકોને મોતને ઘાટ ઉતાર્યા. ત્યારે તથ્ય પટેલની જાહોજલાલીની પોલ ખૂલી રહી છે. સાથે જ તથ્ય પટેલ અકસ્માત કરવામાં કેટલો માહેર છે તેના પણ પુરાવા મળી ગયા છે. પરંતુ હાલ સૌથી વધુ ચર્ચામાં તથ્ય પટેલના મિત્રો છે, જે અકસ્માત સમયે કારમાં સવાર હતા, અને તેઓ અકસ્માત થતા જ ડરના માર્યે ત્યાંથી ભાગી ગયા હતા. પાંચ મિત્રો માલવિકા પટેલ, શાન સાગર, આર્યન પંચાલ, ધ્વનિ પંચાલ અને શ્રેયા વઘાસિયાની સોશિયલ મીડિયા પ્રોફાઈલ જોતા ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યાં છે. જેમાં સૌથી વધુ ચર્ચા માલવિકા પટેલની લાઈફસ્ટાઈલના થઈ રહ્યાં છે. 

તથ્યએ થાર સાથે કર્યો હતો અકસ્માત
એક પછી એક તથ્યના કારનામા સામે આવતા જાય છે, ત્યારે તથ્યનો વધુ એક વિડિયો વાયરલ થયો છે. જેમાં 15 દિવસ અગાઉ થાર ગાડી લઈને નીકળેલા તથ્ય પટેલે દીવાલમાં કાર ઘુસાડી હોવાની વાત સામે આવી છે. સિંધુ ભવન રોડ પરના આ બનાવના હાલ CCTV સામે આવ્યા છે. જોકે ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં આ મામલે સમાધાન થતા કેસ દાખલ થયો નહોતો. ત્યારે સિંધુભવન અકસ્માત કેસમાં તથ્ય પટેલ સામે ફરિયાદ ન થવા દેવામાં સૌરાષ્ટ્રના એક DySPએ મોટી ભૂમિકા ભજવી હોવાનું પોલીસ બેડામાં ચર્ચાઈ રહ્યું છે.

જેગુઆર કારમાં તથ્ય સાથે જે પાંચ મિત્રો હતો, તે પાંચેય તથ્યના ઈન્સ્ટાગ્રામ ફ્રેન્ડ્સ હતા. આ પાંચેયની કુંડળી હવે સામે આવી છે. જેમાં તેઓ મધ્યમવર્ગીય પરિવારમાંથી હોવાનું ખૂલ્યું છે. આ પાંચેય તથ્ય જેટલા વૈભવશાળી પરિવારના નથી. પ્રાપ્ત માહિતી અનુસાર, કારમાં સવાર ધ્વની પંચાલ અને આર્યન પંચાલ બંને ભાઈ-બેહન છે, બંને થલતેજ વિસ્તારમાં રહે છે. તો શાન સાગર સોલા વિસ્તારમાં રહે છે. શાનના પિતા ખાનગી કંપનીમાં નોકરી કરે છે. 

તો શ્રેયા વઘાસિયા જસદણની રહેવાસી છે. તેના પિતા ફાર્મિંગ મશીનરીનો વ્યવસાય કરે છે. શ્રેયા અને માલવિકા પટેલ સાથે મકરબા વિસ્તારના એક પીજીમાં રહે છે. જેમાં માલવિકા પટેલના પિતા રાજસ્થાનના બાંસવાડાના વતની છે. તેના પિતા હોટલ ચલાવે છે. આ ઉપરાંત અન્ય ચોંકાવનારી બાબત એ છે કે, આ પાંચેય યુવક-યુવતીઓ કોલેજમાં અભ્યાસ કરે છે. તેમની ઉંમર લગભગ 18 થી 20 વર્ષ વચ્ચેની છે. છતાં તેમની લાઈફસ્ટાઈલ કોઈ સ્ટારને ચાડી ખાય તેવી છે. તેમની ઈન્સ્ટાગ્રામ તસવીરો દારૂની પાર્ટીઓથી ભરેલી છે. આ તમામ ઈન્સ્ટાગ્રામના માધ્યમથી તથ્ય પટેલના સંપર્કમાં આવ્યા હતા. તેઓ તથ્યની લાઈફસ્ટાઈલ જોઈને અંજાયા હતા. તથ્યની રીલ્સ જોઈને આ પાંચેયને તથ્યનો ચસ્કો લાગ્યો હતો. તેથી તેઓ તથ્ય સાથે રોજ ફરતા હતા. આ છ લોકો રોજ નાઈટઆઉટ કરવા નીકળતા. 

પોલીસની આ કામગીરી પર સવાલો
અકસ્માત સર્જીને 10 નિર્દોષોને મોતને ઘાટ ઉતારનાર તથ્યને સારવારને બહાને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. એટલુ જ નહિ, તેનો ટેસ્ટ પણ કલાકો બાદ કરાય હતો. બીજી તરફ, પોલીસે અકસ્માત બાદ તથ્યના મિત્રોને કલાકો સુધી શોધવાની કોઈ તસ્દી લીધી ન હતી. ઘટનાના 23 કલાક બાદ તેમના ટેસ્ટ લેવાયા હતા. જેથી આ તમામે ડ્રગ્સનું સેવન કર્યુ હતું કે નહિ તે પુરવાર ન થઈ શકે. અમદાવાદમાં જ્યારે આટલો ભયાનક અકસ્માત સર્જાયો ત્યારે તથ્ય સિવાયના પાંચેય યુવક-યુવતીઓ 16 કલાક સુધી ક્યા છુપાયા હતા તે પોલીસ જાણતી હતી. આખરે પોલીસ અધિકારીની ભલામણથી બધા હાજર થયા હતા. ત્યારે ચર્ચા ઉઠી છે કે, રાજકીય વગ અને પૈસાને કારણે માલેતુજાર પરિવારના સંતાનો સતત આવા કારનામા કરી રહ્યાં છે. 

કાકા પણ છે તથ્યના મોટા મદદગાર
ગદાર પરિવારની છબી ધરાવતા તથ્ય પટેલ કેસમાં સરકાર અને પોલીસ ભીનું સંકેલવાના મૂડમાં હોય તેવુ લાગી રહ્યું છે. તથ્ય પટેલ કેસમાં પડદા પાછળ શું રંધાઈ રહ્યું છે તે ગોલમાલ જેવું છે. ચર્ચા છે કે, તથ્ય પટેલ અને તેના મિત્રોને બચાવવામાં આવી રહ્યા છે. તથ્ય પટેલનું પાપ ઢંકાઈ જશે તેવી ચર્ચા વહેતી થઈ છે. ચર્ચા છે કે, તથ્ય પટેલના કાકા મોન્ટુ પટેલ પોલીસ અધિકારીઓ સાથે સાંઠગાંઠ ઘરાવે છે. તેઓ તથ્ય પટેલને બચાવવાના પ્રયાસો કરી રહ્યાં છે. આમ, ઈસ્કોન બ્રિજ અકસ્માતમાં ખાખી વર્દીની ભૂમિકા શંકાસ્પદ બની રહી છે. તથ્ય પટેલનું તથ્ય ઢંકાઈ જશે તેવું સાબિત થઈ રહ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news