નવી દિલ્હીઃ ઘરેલૂ સોની બજારમાં મંગળવારે સોનાની (Gold Price) હાજર કિંમતોમાં વધારો જોવા મળ્યો છે. એચડીએફસી સિક્યોરિટીઝ અનુસાર, રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં મંગળવારે સોનાના ભાવમાં 495 રૂપિયાનો વધારો નોંધાયો છે. આ ઉછાળથી સોનાનો ભાવ 47,559 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો છે. સિક્યોરિટી અનુસાર, આંતરરાષ્ટ્રીય બજારમાં ઉછાળને કારણે ઘરેલૂ બજારમાં સોનાની કિંમતમાં આ તેજી જોવા મળી છે. ઉલ્લેખનીય છે કે સોનું પાછલા સત્રમાં 47,064 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઘરેલૂ સોની બજારમાં મંગળવારે સોનાથી અલગ ચાંદીની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો છે. ચાંદી (Sliver price) ના હાજર ભાવમાં 99 રૂપિયાનો ઘટાડો થયો છે. આ ઘટાડા બાદ ચાંદી મંગળવારે 68,391 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થયો હતો. ઉલ્લેખનીય છે કે ચાંદી પોતાના પાછલા સત્રમાં  68,490 રૂપિયા પ્રતિ કિલોગ્રામના ભાવ પર બંધ થઈ હતી. 


આ પણ વાંચોઃ New Job Code: અઠવાડિયામાં માત્ર 4 દિવસ હશે કામ! 3 દિવસ રજા, સરકાર લાવી રહી છે નવા નિયમ


એચડીએફસી સિક્યોરિટીઝના વરિષ્ઠ વિશ્લેષક (કોમોડિટી) તપન પટેલે કહ્યુ, દિલ્હીમાં મંગળવારે 24 કેરેટ સોનાના હાજર ભાવમાં આંતરરાષ્ટ્રીય કિંમતોમાં તેજીને કારણે 495 રૂપિયાની તેજી જોવા મળી છે. 


તો આંતરરાષ્ટ્રીય કિંમતોની વાત કરીએ તો મંગળવારે સોનું (Gold) અને ચાંદી (Silver) બન્ને કિંમતોની ધાતુઓના ભાવ વધારા સાથે ટ્રેડ કરતા જોવા મળ્યા. સોનાનો વૈશ્વિક ભાવ મંગળવારે વધારા સાથે 1841 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ કરતો જોવા મળ્યો. તો ચાંદીનો ભાવ વધારા સાથે 27.46 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ કરતો જોવા મળ્યો હતો. 


આ પણ વાંચોઃ Airport ની જેમ Railway Stations પર આપવી પડશે યૂઝર ડેવલપમેન્ટ ફી, કેબિનેટ નોટ તૈયાર; જલ્દી થશે લાગુ


પટેલે કહ્યુ કે, ડેમોક્રેટ્સ દ્વારા જો (Joe biden) ના કોવિડ-19 રાહત બિલની સાથે મુખ્ય કાયદાનો પ્રથમ ડ્રાફ્ટ જારી કર્યા બાદ યૂએસ પ્રોત્સાહન પેકેજની આશાને કારણે સોનાની કિંમતોમાં સતત તેજી જોવા મળી રહી છે. 


તો ઘરેલી બજારની વાત કરીએ તો મંગળવારે સાંજે એમસીએક્સ એક્સચેન્જ પર પાંચ એપ્રિલ, 2021ના સોનાનો ભાવ 0.55 ટકા એટલે કે 261 રૂપિયાની તેજીની સાથે 48100 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર ટ્રેડ કરતો જોવા મળ્યો. તો પાંચ માર્ચ 2021ની ચાંદીનો વાયદા ભાવ 0.40 ટકા એટલે કે 281 રૂપિયાની તેજી સાથે 70,365 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ કરતો જોવા મળ્યો હતો. 


વાંચો બિઝનેસના અન્ય સમાચાર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube