Gold Silver Price : સોના-ચાંદીના ભાવમાં વધારો અટકવાનું નામ નથી લઈ રહ્યો. ગુરુવારે પણ આ બે કીંમતી ધાતુઓના ભાવમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો હતો. સોનાના વાયદાનો ભાવ 61 હજારની આસપાસ ટ્રેડ થઈ રહ્યા છે. જ્યારે ચાંદી 76 હજારની ઉપર કારોબાર કરી રહી છે. અમેરિકામાં અપેક્ષિત ફુગાવાના આંકડા વધુ ઉંચકાયા બાદ  સોના અને ચાંદીના ભાવમાં આ વધારો જોવા મળ્યો હતો. ગુરુવારે બપોરે, 5 જૂન, 2023ના રોજ ડિલિવરી માટેનું સોનું, એમસીએક્સ એક્સચેન્જ પર 0.55 ટકા અથવા રૂ. 332ના વધારા સાથે રૂ. 60,960 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થતું જોવા મળ્યું હતું. વૈશ્વિક સ્તરે પણ સોનાના ભાવમાં સારો એવો ઉછાળો જોવા મળ્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ ખાસ વાંચોઃ  Maruti, Mahindra, Honda અને Hyundai ની આ શાનદાર ગાડીઓ કંપનીએ અચાનક કેમ કરી દીધી બંધ? આ પણ ખાસ વાંચોઃ  70 ની એવરેજવાળી બાઈક માત્ર 22 હજારમાં! ઘર ખુલ્લું રાખીને બાઈક લેવા દોડી પબ્લિક! આ પણ ખાસ વાંચોઃ  કેમ મોટાભાગના લોકો ખરીદે છે આ જ બાઈક? જાણો બીજી કંપનીઓ આવે છે પણ કેમ નથી ચાલતી આ પણ ખાસ વાંચો:  શું તમે પહેલી વખત ખરીદી રહ્યાં છો કાર, રાખો આ સાત વાતોનું ધ્યાન


ચાંદી 76,000ને પાર-
કેટલાક સમયથી ચાંદીના ભાવમાં (સિલ્વર પ્રાઇસ ટુડે) બમ્પર તેજી જોવા મળી રહી છે. ગુરુવારે બપોરે, 5 મે, 2023 ના રોજ ડિલિવરી માટેની ચાંદી, MCX પર 0.64 ટકા અથવા રૂ. 371ના વધારા સાથે રૂ. 76,335 પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થતી જોવા મળી હતી. આ રીતે, ચાંદી ધીમે ધીમે તેના સર્વકાલીન ઉચ્ચ સ્તર તરફ આગળ વધી રહી છે.


વૈશ્વિક સ્તરે સોનું-
ગુરુવારે સોનાના વૈશ્વિક ભાવમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. કોમેક્સ પર, વૈશ્વિક સોનાની કિંમત 0.91 ટકા અથવા $18.40ના વધારા સાથે $2043.30 પ્રતિ ઔંસ પર ટ્રેડ થતી જોવા મળી હતી. સોનાની વૈશ્વિક હાજર કિંમત 0.63 ટકા અથવા 12.63 ડોલરના વધારા સાથે 2027.56 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થતી જોવા મળી હતી.


આ પણ ખાસ વાંચોઃ  ચા સાથે સિગારેટ કે ભજીયાનું સેવન નોતરશે મોત! જાણો આ રીતે ફરી શકે છે પેટની પથારી આ પણ ખાસ વાંચોઃ  બીયર પીનારાઓ આ સમાચાર ધ્યાનથી વાંચો, જાણો સ્વાસ્થ્યને લગતા ફાયદા અને નુકસાન આ પણ ખાસ વાંચોઃ  Mayonnaise: શું તમને પણ મેયોનીઝ બહુ ભાવે છે? ખાતા પહેલાં આ મોટા ખતરા વિશે જાણી લેજો


વૈશ્વિક ચાંદીના ભાવ-
સોનાની સાથે સાથે ચાંદીના વૈશ્વિક ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. ગુરુવારે, કોમેક્સ પર ચાંદીની વૈશ્વિક વાયદા કિંમત 1.09 ટકા અથવા $0.28 વધીને 25.74 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહી હતી.  ચાંદીનો વૈશ્વિક હાજર ભાવ 0.32 ટકા અથવા 0.08 ડોલરના વધારા સાથે 25.58 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ કરી રહ્યો હતો.


સોનું 15% અને ચાંદી 30% વળતર આપશે-
નિષ્ણાતોના મતે આ વર્ષે સોના અને ચાંદીમાં બમ્પર વળતર મળવાની ધારણા છે. ચાલુ નાણાકીય વર્ષ એટલે કે એપ્રિલ 2023થી માર્ચ 2024 દરમિયાન સોનાની કિંમતમાં 15 ટકાનો ઉછાળો જોવા મળી શકે છે. LKP સિક્યોરિટીઝના વિશ્લેષકના જણાવ્યા અનુસાર ચાલુ નાણાકીય વર્ષમાં સોનાની કિંમત 66,000 થી 68,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી જઈ શકે છે. બીજી તરફ, કેડિયા એડવાઈઝરીના સીએમડી અજય કેડિયાના જણાવ્યા અનુસાર, આ નાણાકીય વર્ષમાં ચાંદી 30 ટકા સુધીનું વળતર આપી શકે છે.


આ પણ ખાસ વાંચોઃ  આવી રીતે સુવા વાળા હોય છે સૌથી નસીબદાર! સુવાની ટેવ પરથી જાણો સ્વભાવ અંગેની ગજબની વાત આ પણ ખાસ વાંચો:  શું તમારો માથાભારે પાડોશી કરે છે રોજ પરેશાન? આ કાયદો ઠેકાણે લાવી દેશે શાન આ પણ ખાસ વાંચો:  કાયદાની વાતઃ કૂતરું કરડવાથી તેના માલિક પર કેસ કરી શકાય? જાણો શું છે સજાની જોગવાઈ આ પણ ખાસ વાંચો:  દરેક પગારદાર કર્મચારીઓને જરૂર હોવી જોઈએ આ પાંચ મહત્ત્વના કાયદાઓની જાણકારી