બીયર પીનારાઓ આ સમાચાર ધ્યાનથી વાંચો, જાણો સ્વાસ્થ્યને લગતા ફાયદા અને નુકસાન

આમ તો કોઈપણ પ્રકારનો નશો કરવો એ સ્વાસ્થ્ય માટે હાનિકારક જ હોય છે. કોઈપણ પ્રકારનો નશો કરવો વહેલાં મોડા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. જોકે, અહીં આપવામાં આવેલી બિયર અંગેની જાણકારી જાણવા જેવી છે.

બીયર પીનારાઓ આ સમાચાર ધ્યાનથી વાંચો, જાણો સ્વાસ્થ્યને લગતા ફાયદા અને નુકસાન

નવી દિલ્હીઃ ઉનાળાનો સમય છે. આ દરમિયાન બિયર પીનારાઓની સંખ્યામાં વધારો થાય છે છે. ઘણીવાર, જ્યારે પણ કોઈ પ્રસંગ ઉજવવો હોય ત્યારે મિત્રો તરફથી ઠંડા બીયરની માંગને પ્રથમ સ્થાન આપવામાં આવે છે. પણ તમે મિત્રો સાથે બિયર પીવાના ફાયદા જાણશો તો ચોંકી જશો. ખરેખર, બિયર પીવાથી સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે. પરંતુ આ માટે જરૂરી છે કે બિયરનું સેવન યોગ્ય માત્રામાં કરવામાં આવે. એવું પણ કહેવાય છેકે, પુરુષોને પથરીની તકલીફ વધારે થતી હોય છે. જ્યારે બિયરનની અંદર જવનું પાણી આવે છે. જેનાથી પથરીની તકલીફ દૂર થાય છે. આમ, નિયત માત્રામાં પીવાથી પુરુષોને લાભ થાય છે.

હાડકાં મજબૂત થાય છે-
તમારા હાડકાં માટે બીયર પીવી એ ખૂબ જ જરૂરી છે. બિયરમાં સિલિકોન નામનું તત્વ હોય છે જે હાડકાના વિકાસમાં મદદ કરે છે. જો દિવસમાં એકથી બે ગ્લાસ બિયર પીવામાં આવે તો હાડકાંમાં ફ્રેક્ચર થવાની શક્યતા ઘટી જાય છે.

ડાયાબિટીસમાં મદદરૂપ-
બીયર પીવાથી પણ તમને ડાયાબિટીસથી છુટકારો મળે છે. વાસ્તવમાં બીયર શરીરમાં ઇન્સ્યુલિનની સંવેદનશીલતા વધારે છે. જે ટાઇપ-2 ડાયાબિટીસ થવાની શક્યતા 25 ટકા ઘટાડે છે.

અલ્ઝાઈમર રોગમાં છે ફાયદાકારક-
અલ્ઝાઈમર એ તે રોગ છે જ્યારે વ્યક્તિ વસ્તુઓ ભૂલી જવા લાગે છે. જેઓ નિયમિતપણે બીયરનું સેવન કરે છે, તેમને અલ્ઝાઈમર થવાનું જોખમ 23% ઘટી જાય છે. આવું એટલા માટે થાય છે કારણ કે બીયર શરીરમાં સારા કોલેસ્ટ્રોલને વધારે છે. જેના કારણે મગજમાં લોહીનો પ્રવાહ સારો રહે છે અને મગજનું મેટાબોલિઝમ સારું રહે છે.

અનિદ્રાની સમસ્યામાં ફાયદાકારક છે-
જો તમને પણ રાત્રે ઊંઘ ન આવે તો તે અનિદ્રાનો રોગ બની શકે છે. આ સમસ્યામાં બીયર નાઈટકેપ તરીકે કામ કરે છે. જમ્યા પછી બીયર પીવાથી તમને શાંતિપૂર્ણ ઊંઘ આવશે. કારણ કે બીયર મગજમાં ડોપામાઈનનો પ્રવાહ વધારે છે જે શરીરને આરામ આપે છે.

ડેન્ડ્રફ માટે રામબાણ-
જો તમે પણ લાંબા સમયથી ડેન્ડ્રફની સમસ્યાથી પરેશાન છો, તો બિયર તમારા માટે મદદગાર સાબિત થશે. બિયરમાં મળતા યીસ્ટ અને વિટામિન-બીને કારણે ડેન્ડ્રફ ખતમ થાય છે. બીયરથી વાળ ધોવાથી પણ વાળ સ્વસ્થ રહે છે.

(નોંધઃ અહીં આપવામાં આવેલી જાણકારી જનરલ માહિતી પર આધારિત છે. કોઈપણ પ્રયોગ કરતા પહેલાં નિષ્ણાતની સલાહ અચુક લેવી. ઝી મીડિયા આની પુષ્ટી કરતુ નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news