નવી દિલ્લી: ગોલ્ડ ભંડાર હોય કે ગોલ્ડ રિઝર્વ કોઈ દેશની કેન્દ્રીય બેંક પાસે રાખેલું સોનુ હોય છે. સંકટના સમયમાં દેશના ધનની રક્ષા અને જરૂરિયાત પડે તો લોકોના ધનની વાપસી માટે કેન્દ્રીય બેંક તે ખરીદે છે. તેને ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયાસ કરીએ. પૂર્વ પ્રધાનમંત્રી ચંદ્રશેખર નવેમ્બર 1990થી જૂન 1991 સુધી સાત મહિના માટે દેશના પ્રધાનમંત્રી રહ્યા. જ્યારે ચંદ્રશેખર પ્રધાનમંત્રી બન્યા ત્યારે દેશની આર્થિક સ્થિતિ ખરાબ હતી. પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની હત્યા થઈ ગઈ હતી. રાજકીય પરિસ્થિતિ પણ અસ્થિર હતી. ભારતની અર્થવ્યવસ્થા ડામાડોળ થઈ રહી હતી. આ સમયે રિઝર્વ બેંકે 47 ટન સોનુ ગિરવે મૂકવીને લોન લેવાનો નિર્ણય કર્યો હતો.


Tradition of Tattoo: છૂંદણાની 12 હજાર વર્ષ જૂની પરંપરાનો મોર્ડન અવતાર એટલે ટેટુ, જાણો રોચક કહાની


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દુનિયાના આ 10 દેશો પાસે છે સૌથી વધારે સોનુ:
અમે તમને દુનિયાના તે 10 દેશો વિશે માહિતી આપીશું, જેમની પાસે સૌથી વધારે સોનુ છે. આ 10 દેશોમાં ભારત પણ છે. સોનુ રાખવાના મામલામાં ભારત કયા નંબરે છે તે જાણવા માટે સંપૂર્ણ સમાચાર ચોક્કસ વાંચો.


1. અમેરિકા:
દુનિયામાં સૌથી વધારે સોનુ અમેરિકા પાસે છે. ગોલ્ડ રિઝર્વ રાખવાના મામલામાં અમેરિકા પહેલા નંબરે છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના જણાવ્યા પ્રમાણે અમેરિકા પાસે 8133.5 ટન સોનુ છે.


2. જર્મની:
દુનિયામાં ગોલ્ડ રિઝર્વ રાખવાના મામલામાં જર્મની બીજા નંબરે છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના જણાવ્યા પ્રમાણે જર્મની પાસે 3362.4 ટન સોનુ છે. જો યૂરોપીય દેશોની વાત કરવામાં આવે તો સોનુ રાખવાના મામલામાં જર્મની પહેલા નંબરે છે.


3. ઈટલી:
ગોલ્ડ રિઝર્વ રાખવાના મામલામાં ત્રીજા નંબરે આવે છે ઈટલી. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના જણાવ્યા પ્રમાણે ઈટલી પાસે 2451.8 ટન સોનુ છે.


4. ફ્રાંસ:
ગોલ્ડ રિઝર્વ રાખવાના મામલામાં ફ્રાંસ દુનિયામાં ચોથા નંબરે આવે છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના જણાવ્યા પ્રમાણે ફ્રાંસ પાસે 2436.3 ટન સોનુ છે.


5. રશિયા:  
ગોલ્ડ રિઝર્વ રાખવાના મામલામાં રશિયા દુનિયામાં પાંચમા ક્રમે છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના જણાવ્યા પ્રમાણે રશિયા પાસે 22.95.4 ટન છે. આ પહેલા રશિયા પાસે  2300 ટન સોનુ હતું. જેમાં ઘટાડો થયો છે.  


120 વર્ષની ઉંમરમાં પણ હોય છે 25 વર્ષના યુવાન જેવી જવાની? 90 વર્ષે પણ પુરુષ બની શકે છે પિતા, અહીં 150 વર્ષ સુધી જીવે છે લોકો!


6. ચીન:  
ગોલ્ડ રિઝર્વ રાખવાના મામલામાં ચીન છઠ્ઠા ક્રમે છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના જણાવ્યા પ્રમાણે ચીન પાસે 1948.3 ટન સોનુ છે.


7. સ્વિટ્ઝરલેન્ડ:
ગોલ્ડ રિઝર્વ રાખવાના મામલામાં સાતમા નંબરે છે સ્વિટ્ઝરલેન્ડ. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના જણાવ્યા પ્રમાણે સ્વિટ્ઝરલેન્ડ પાસે 1040 ટન સોનુ છે.


8. જાપાન:  
ગોલ્ડ રિઝર્વ રાખવાના મામલામાં જાપાન આઠમા ક્રમે છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના જણાવ્યા પ્રમાણે જાપાન પાસે અત્યારે 846 ટન સોનુ છે. આ પહેલાના રિપોર્ટ પ્રમાણે જાપાન પાસે  765 ટન સોનુ હતુ.


9. ભારત:
ગોલ્ડ રિઝર્વ રાખવાના મામલામાં ભારત દુનિયામાં આઠમા ક્રમે છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના જણાવ્યા પ્રમાણે ભારત પાસે અત્યારે 695.3 ટન સોનુ છે. જ્યારે આ પહેલાના રિપોર્ટમાં 658 ટન સોનુ હતુ. ભારતના નાગરિકો અને અહીંયાના મંદિરોમાં વધારે સોનુ છે. દુનિયામાં ભારત સોનાનો સૌથી મોટો આયાત કરનારો દેશ છે.


10.  નેધરલેન્ડ:
ગોલ્ડ રિઝર્વ રાખવાના મામલામાં 10મા ક્રમે આવે છે નેધરલેન્ડ. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ જણાવ્યા પ્રમાણે નેધરલેન્ડ પાસે 612.5 ટન સોનુ છે.  


OMG! પોર્નસ્ટાર રહી ચૂકેલી Mia Khalifa એ સોશલ મીડિયા પર લગાવી આગ, એવા ફોટો શેયર કર્યા કે શું કહેવું...


જેનું ફિગર જોઈને ભલભલા થઈ જાય છે ફિદા, જેની કમરના એક ઝટકાના છે લાખો દીવાના


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube