Gold Price 28th April: કિંમતી ધાતુ સોનું અને ચાંદીના ભાવમાં સતત ઉથલપાથલ ચાલી રહી છે. જો તમે પણ સોનું અને ચાંદી ખરીદવાનો પ્લાન કરી રહ્યા છો તો તમારા માટે ખુશખબર છે. એકવાર ફરીથી શરાફાબજારમાં સોનાના ભાવમાં ધરખમ ઘટાડો જોવા મળ્યો છે. જો કે ચાંદીના ભાવમાં આજે પણ મિક્સ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનાના ભાવ ઘટ્યા જ્યારે ચાંદીમાં તેજી રહી. શરાફા બજારમાં બંને ધાતુઓના ભાવમાં ઘટાડો જોવા મળ્યો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

MCX પર મિક્સ ટ્રેન્ડ
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર આજે સોના અને ચાંદીના ભાવમાં ઉથલપાથલ જોવા મળી. બપોર સુધી સોનું 61 રૂપિયાના ઘટાડા સાથે 59840 રૂપિયા પ્રતિ  10 ગ્રામ અને ચાંદી 49 રૂપિયાની તેજી સાથે 75329 રૂપિયા પ્રતિ કિલો પર ટ્રેડ થતા જોવા મળ્યા. આ અગાઉ ગુરુવારે સોનું 59901 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 75280 રૂપિયાના લેવલ પર બંધ થઈ હતી. 


શરાફા બજારમાં જબરદસ્ત ઘટાડો
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association)ની અધિકૃત વેબસાઈટ  ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ ગોલ્ડ 27મી એપ્રિલના રોજ 60515 રૂપિયાના સ્તરે બંધ થયું હતું. જ્યારે આજે 346 રૂપિયાના ઘટાડા સાથે 60169 રૂપિયાના સ્તરે જોવા મળી રહ્યું છે. જ્યારે 995 પ્યોરિટીવાળું સોનું 345 રૂપિયાના ઘટાડા સાથે 59928ના સ્તરે છે. 916 પ્યોરિટીવાળું સોનું 317 રૂપિયાના ઘટાડા સાથે 55115ના સ્તરે છે. 750 પ્યોરિટીવાળું ગોલ્ડ 259 રૂપિયાના કડાકા સાથે 45127 ના સ્તરે વેચાઈ રહ્યું છે. જ્યારે 585 પ્યોરિટીવાળું ગોલ્ડ 202 રૂપિયાના ઘટાડા સાથે 35199 ના સ્તરે પહોંચ્યું છે. ચાંદીની વાત કરીએ તો ચાંદીમાં એક કિલોએ 478 રૂપિયાના ઘટાડા સાથે 73934 નો ભાવ જોવા મળી રહ્યો છે. 



(સોનાના ભાવ 10 ગ્રામ પ્રમાણે છે અને ચાંદીનો  ભાવ પ્રતિ કિલો છે)


મિસ્ડ કોલથી જાણો સોના ચાંદીના ભાવ
ibja તરફથી અને કેન્દ્રીય સરકાર દ્વારા જાહેર રજાઓ ઉપરાંત શનિવાર અને રવિવારે રેટ જાહેર કરાતા નથી. 22 કેરેટ અને 18 કેરેટ ગોલ્ડ જ્વેલરીના રિટેલ ભાવ જાણવા માટે 8955664433 પર મિસ્ડ કોલ કરી શકો છો. થોડીવારમાં તમને એસએમએસ દ્વારા રેટ્સ મળી જશે. આ ઉપરાંત સતત અપડેટ્સ માટે તમે www.ibja.com પર જઈ શકો છો. 


આ રીતે કરાય છે શુદ્ધતાની ઓળખ
જ્વેલરીની પ્યોરિટી ચકાસવા માટેની એક રીત હોય છે. જેમાં હોલમાર્ક સંલગ્ન અનેક પ્રકારના નિશાન જોવા મળે છે. આ નિશાનના માધ્યમથી જ્વેલરીની શુદ્ધતાને ઓળખી શકાય છે. આવામં એક કેરેટથી લઈને 24 કેરેટ સુધીના માપદંડ હોય છે. જ્વેલરી બનાવવા માટે 22 કેરેટના સોનાનો ઉપયોગ થાય છે. જ્વેલરી પર હોલમાર્ક લગાવવો જરૂરી છે. 24 કેરેટ સોનું પ્યોર સોનું હોય છે. તેના પર 999 અંક લખેલો જોવા મળશે. જો કે 24 કેરેટ સોનાથી જ્વેલરી બનતી નથી. 22 કેરેટ સોનામાંથી સોનાના દાગીના બનશે જેમાં 916 લખેલું હશે. 21 કેરેટ સોનાની જ્વેલરી પર 875 લખેલું હશે. 18 કેરેટના દાગીના પર 750 લખેલું હશે. જ્યારે 14 કેરેટના દાગીના પર 585 લખેલું જોવા મળશે. 


24, 22, 21, 18 અને 14 કેરેટમાં શું ફરક હોય છે?
24 કેરેટવાળું સોનું એકદમ પ્યોર હોય છે. જેને પ્યોરેસ્ટ ગોલ્ડ કહે છે. તેમાં કોઈ પણ પ્રકારની અન્ય ધાતુની ભેળસેળ હોતી નથી. તેને 99.9 ટકા શુદ્ધ ગોલ્ડ કહેવાય છે. 22 કેરેટ સોનામાં 91.67 ટકા પ્યોર ગોલ્ડ હોય છે. અન્ય 8.33 ટકામાં બીજી ધાતુનું મિશ્રણ હોય છે. જ્યારે 21 કેરેટ ગોલ્ડમાં 87.5 ટકા પ્યોર ગોલ્ડ હોય છે. 18 કેરેટ ગોલ્ડમાં 75 ટકા પ્યોર ગોલ્ડ હોય છે. જ્યારે 14 કેરેટ ગોલ્ડમાં 58.5 ટકા પ્યોર ગોલ્ડ હોય છે બાકી અન્ય ધાતુનું મિશ્રણ કરેલું હોય છે. 


ખાસ નોંધ: અત્રે જણાવવાનું કે ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પડતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે.