નવી દિલ્લી: Gold, Silver Rate Update, 05 January 2021: નવા વર્ષમાં સોના-ચાંદીની ભાવમાં વધારો થયો છે. કારોબારી સપ્તાહના પહેલાં દિવસે એટલેકે, સોમવારે MCX સોના-ચાંદીના ભાવ જોરદાર તેજી જોવા મળી હતી. સોના-ચાંદીમાં આવેલી આ તેજી હજુ પણ યથાવત છે. જોકે, હાલ ભાવ ફ્લેટ દેખાઈ રહ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સોમવારે સોના-ચાંદીમાં હતી શાનદાર તેજી
MCX Gold: સોમવારે MCX પર સોનાનો ફેબ્રુઆરીનો વાયદો 1200 રૂપિયા રહ્યો. ટકાવારી મજબૂત થઈને 51,424 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવ પર બંધ થયો. સોમવારે સોનાએ 51,490 રૂપિયા પ્રતિ ગ્રામનો ઈંટ્રા ડે પણ ઉભો કર્યો.


આજે સોનામાં સપાટ કારોબાર
આજે સોનાના ભાવમાં તેજી જોવા મળી રહી છે. MCX એટલેકે, Multi Commodity Exchange પર સોનાનો ફેબ્રુઆરીનો વાયદો 30 રૂપિયા પ્રતિ 10 ગ્રામની તેજી સાથે ખુલ્યો, જોકે ત્યાર બાદ સોનાના ભાવમાં સામાન્ય નરમાશ જોવા મળી. અત્યારે MCX પર સોનાનો ફેબ્રુઆરી વાયદો લગભગ સપાટ થઈને 51,415ની આસપાસ જ ટ્રેડ કરતો જોવા મળ્યો.


Petrol-Diesel Price Today 05 January 2021 Updates: જાણો આજે શું છે તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલનો નવો ભાવ


MCX Silver: ચાંદીની વાત કરીએતો, સોમવારે ચાંદી 3 ટકાથી વધારે મજબૂત થઈને 70,180 રૂપિયા પ્રતિ કિલોના સ્તર પર બંધ થઈ. જોકે, ઈંટ્રા ડેમાં ચાંદીએ 70,732નો ઈંટ્રા ડે હાઈ પણ થયો, જોકે, વધારે વાર સુધી એ સ્તર પર ટકી ન શક્યો. છેલ્લાં ક્લાકોમાં ચાંદીમાં સામાન્ય નફાવસુલી પણ જોવા મળી.


ચાંદીની જોરદાર શરૂઆત
આજે Multi Commodity Exchange  પર ચાંદીમાં માર્ચ વાયદો ફરી એકવાર સારી તેજી સાથે ખુલ્યો, ચાંદી 300 રૂપિયાથી વધારે તેજી સાથી ખુલી, જોકે, એમાં સામાન્ય નરમાશ આવી રહી છે. હાલ ચાંદી 70,200 રૂપિયા પર વેપાર કરી રહી છે.


Corona Vaccine: કોરોના સામે લડાઈ માટે ભારત તૈયાર, જાણો વેક્સીન સાથે જોડાયેલા તમામ સવાલોના જવાબ


તમારા શહેરમાં સોના-ચાંદીનો ભાવ
આવો એક નજર નાંખીએ ચાર મેટ્રો શહેરોમાં 10 ગ્રામ 24 કૈરેટ સોનાનો ભાવ શું ચાલી રહ્યો છે, Goodreturns.in મુજબ


10 ગ્રામ સોનાનો ભાવ
શહેર        સોનાનો ભાવ

દિલ્લી        53,530
મુંબઈ        50,230
કોલકાતા    52,860
ચેન્નઈ        51,530


હવે જોઈએ ચાર મેટ્રો શહેરોમાં 1 કિલો ચાંદીનો ભાવ શું છે, Goodreturns.in મુજબ


1 કિલો ચાંદીનો ભાવ
શહેર        ચાંદીનો ભાવ

દિલ્લી        70,400
મુંબઈ        70,400
કોલકાતા    70,400
ચેન્નઈ        74,100


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube