Gold Price Today: 2021માં ગોલ્ડ તોડશે તમામ રેકોર્ડ, જાણો કેટલે પહોંચી શકે છે ભાવ
સોનું અને ચાંદીએ નવા વર્ષ શરૂઆત જ ધમાકેદાર કરી છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનું ફેબ્રુઆરી વાયદા નજીક 2 ટકાની તેજી દેખાડી રહ્યું છે. સોનું 750 રૂપિયા મજબૂત થઈ 51 હજારને પાર વ્યાપાર કરી રહ્યું છે
નવી દિલ્હી: સોનું અને ચાંદીએ નવા વર્ષ શરૂઆત જ ધમાકેદાર કરી છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનું ફેબ્રુઆરી વાયદા નજીક 2 ટકાની તેજી દેખાડી રહ્યું છે. સોનું 750 રૂપિયા મજબૂત થઈ 51 હજારને પાર વ્યાપાર કરી રહ્યું છે. કોમોડિટી માર્કેટના એક્સપર્ટ્સ 2021ને ગોલ્ડ માટે ઘણો શુભ માની રહ્યા છે. કેટલાક એક્સપર્ટ્સનું કહેવું છે કે, સોનું 2021માં 66,000 રૂપિયા સુધી પહોંચી જશે જ્યારે ચાંદી પણ 1 લાખ પ્રતિ કિલો સુધી પહોંચી જશે.
આ પણ વાંચો:- Gold Price Today, 04 January 2021, જલદી જાણીલો આજનો સોનાનો ભાવ, મોકો ચુકશો તો થશે પસ્તાવો
2021માં ક્યાં સુધી જશે ગોલ્ડ
અમારી સહયોગી ચેનલ ZEE Businessએ બ્રોકર્સ પોલ કર્યો છે. જેમાં તમામ મોટા બ્રોકરેજ હાઉસે સોનું અને ચાંદીને લઇને પોતપોતાના નિવેદનો જણાવ્યા છે. જેમાંથી 55 ટકા બ્રોકર્સનું માનવું છે કે, સોનું 2021માં 60,000- 66,0000 રૂપિયા પ્રતિ 10 ગ્રામની રેન્જમાં વ્યાપાર કરશે, જ્યારે 45 ટકા બ્રોકર્સનું કહેવું છે કે, સોનું 55,000-58,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામના લેવલ પર રહશે.
આ પણ વાંચો:- ટાવર તોડવાના મામલામાં રિલાયન્સ જીયો પહોંચી HC, કહ્યું- ક્યારેય નથી લીધી કોન્ટ્રાક્ટ ફાર્મિંગ માટે જમીન
2021માં ક્યાં સુધી જશે સોનું
55% બ્રોકર્સ | 60,000-66,000 |
45% બ્રોકર્સ | 55,000-58,000 |
આ પોલમાં પેરાડાઈમ કોમોડિટીનું કહેવું છે કે, સોનું 2021માં 66,000ના સ્તરે પહોંચી શકે છે. એટલે કે, હાલના સ્તરથી સોનું 16,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ મોંઘુ થઈ જશે. ગ્લોબ કેપિટલે 65,000 રૂપિયાનું અનુમાન લગાવ્યું છે. જો કે, મોટાભાગના બ્રોકર્સ એવું માને છે કે, સોનું 2021માં 60,000ના સ્તરે પહોંચી શકશે નહીં.
આ પણ વાંચો:- આજે તમારા શહેરમાં શું છે પેટ્રોલ-ડીઝલનો નવો ભાવ? જાણો એક ક્લિક પર
2021માં સોનાની ચાલ પર બ્રોકર્સ પોલ
બ્રોકરેજ હાઉસ | લક્ષ્ય (રૂપિયા/10 ગ્રામ) |
પેરાડાઈમ કોમોડિટી | 66,000 |
ગ્લોબ કેપિટલ | 65,000 |
ટ્રેડબુલ્સ સિક્યુરિટીઝ | 62,000 |
મોતીલાલ ઓસવાલ | 62,000 |
એક્સિસ સિક્યુરિટીઝ | 62,000 |
કેડિયા કોમોડિટી | 62,000 |
ચોઈસ બ્રોકિંગ | 62,000 |
રેલિગેયર બ્રોકિંગ | 60,500 |
ટ્રસ્ટલાઇન | 58,000 |
કોટક સિક્યુરિટીઝ | 58,000 |
આર એસ વેલ્થ | 57,500 |
આનંદ રાઠી | 57,000 |
SMC કોમટ્રેડ | 57,000 |
પૃથ્વી ફિનમાર્ટ | 56,000 |
એન્જેલ કોમોડિટી | 55,000 |
2021માં ક્યાં સુધી જશે Silver
સોનું ઉપરાંત ચાંદીને લઇને પણ બ્રોકર્સે તેજીનું અનુમાન લગાવ્યું છે. ચોઈસ બ્રોકિંગનું માનવું છે કે, 2021માં સોનું 1,00,000 રૂપિયા પ્રતિ કિલોના ભાવે પહોંચી શકે છે. 80 ટકા બ્રોકર્સનું માનવું છે કે, 2021માં ચાંદી 75,000- 85,000 રૂપિયા પ્રતિ કિલોની રેન્જમાં રહેશે, જ્યારે 20 ટકાનું કહેવું છે કે, ભાવ 90,000-1,00,000 રૂપિયા સુધી પહોંચી શકે છે.
આ પણ વાંચો:- પ્રથમવાર Sensex પહોંચ્યો 48000ને પાર, નિફ્ટીએ 14 હજારની સપાટી વટાવી
2021માં ક્યાં સુધી જશે ચાંદી
80% બ્રોકર્સ | 75,000-85,000 |
20% બ્રોકર્સ | 90,000-1,00,000 |
ચાંદીની કિંમતોમાં આજે પણ જબરદસ્ત તેજી જોવા મળી રહી છે. ચાંદી MCX પર માર્ચ વાયદા 3 ટકાની મજબૂતી જોવા મળી રહી છે. ભાવ 2000 રૂપિયાથી વધારે મજબૂત થઈ 70,150 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગયું છે. જો આ તેજી આગળ પણ યથાવત રહી તો 1 લાખ રૂપિયાનું અનુમાન ચાંદી માટે મુશ્કેલ નહીં હોય.
આ પણ વાંચો:- SBI ના ગ્રાહકો માટે મહત્વના સમાચાર, ઘરે બેઠા બેન્કની આ સેવાઓનો ઉઠાવો લાભ
2021માં ચાંદીની ચાલ પર બ્રોકર્સ પોલ
બ્રોકરેજ હાઉસ | લક્ષ્ય (રૂપિયા/કિલો) |
ચોઈસ બ્રોકિંગ | 1,00,000 |
કેડિયા કોમોડિટી | 90,000 |
ગ્લોબ કેપિટલ | 90,000 |
કોટક સિક્યુરિટીઝ | 85,000 |
રેલિગેયર બ્રોકિંગ | 85,500 |
મોતીલાલ ઓસવાલ | 82,000 |
એક્સિસ સિક્યુરિટીઝ | 82,000 |
SMC કોમટ્રેડ | 82,000 |
પેરાડાઈમ કોમોડિટી | 82,000 |
ટ્રેડબુલ્સ સિક્યુરિટીઝ | 80,500 |
આર એસ વેલ્થ | 80,500 |
પૃથ્વી ફિનમાર્ટ | 80,000 |
આનંદ રાઠી | 80,000 |
એન્જેલ કોમોડિટી | 75,000 |
ટ્રસ્ટલાઇન | 75,000 |
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube