પ્રથમવાર Sensex પહોંચ્યો 48000ને પાર, નિફ્ટીએ 14 હજારની સપાટી વટાવી

દેશમાં કોરોના વેક્સિનને મંજૂરી મળવાથી શેર બજાર ખુશ જોવા મળી રહ્યું છે. આજે સેન્સેક્સે પ્રથમવાર રેકોર્ડ બનાવતા 48000ની સપાટી વટાવી છે.   

Updated By: Jan 4, 2021, 11:33 AM IST
પ્રથમવાર Sensex પહોંચ્યો 48000ને પાર, નિફ્ટીએ 14 હજારની સપાટી વટાવી

નવી દિલ્હીઃ આજે સપ્તાહના પ્રથમ કારોબારી દિવસ એટલે કે સોમવારે ઘરેલૂ  શેર બજારની શરૂઆત વધારા સાથે થઈ હતી. સેન્સેક્સે પ્રથમવાર 48000ના આંકડાને પાર કર્યો હતો. બોમ્બે સ્ટોક એક્સચેન્જના મુખ્ય ઇન્ડેક્સ સેન્સેક્સ 236.65ના વધારા સાથે 48,105.63ના સ્તર પર ખુલ્યો હતો. તો નેશનલ સ્ટોક એક્સચેન્જની નિફ્ટી 74.40 પોઈન્ટના વધારા સાથે 14,092.90ના સ્તર પર ખુલી હતી. ભારતમાં કોરોના વાયરસની બે વેક્સિનને મળેલી મંજૂરીના સમાચારથી બજારમાં તેજીનો માહોલ છે. 

આજના મુખ્ય શેરોમાં રિલાયન્સ સિવાય તમામ કંપનીઓના શેર લીલા નિશાન પર ખુલ્યા હતા. તેમાં મારૂતિ, અલ્ટ્રાટેક સીમેન્ટ, બજાજ ફિનસર્વ, એમ એન્ડ એમ. બજાજ ઓટો, ટેક મહિન્દ્રા, એચસીએલ ટેક, આઈસીઆઈસીઆઈ બેન્ક, એચડીએફસી બેન્ક, ઇન્ડસઇન્ડ બેન્ક, એક્સિસ બેન્ક, ઓએનજીસી, ટીસીએસ, આઈટીસી, કોટક મહિન્દ્રા બેન્ક, એસબીઆઈ વગેરે સામેલ છે. 

આ પણ વાંચોઃ SBI ના ગ્રાહકો માટે મહત્વના સમાચાર, ઘરે બેઠા બેન્કની આ સેવાઓનો ઉઠાવો લાભ

બજારમાં ખરીદીના માહોલથી બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓની ટોટલ માર્કેટ કેપ 190 લાખ કરોડ રૂપિયાની પાર પહોંચી ગઈ છે. 

આજે એશિયન બજારોમાં હોંગકોંગનો હેંગસેંગ ઇન્ડેક્સ 172 પોઈન્ટ (0.63%)ના વધારા સાથે 27,404 પર કારોબાર કરી રહ્યો છે. આ સિવાય ચીનનો સંઘાઈ કંપોઝિટ ઇન્ડેક્સ પણ 18 પોઈન્ટ વધીને 3491 પર કારોબાર કરી રહ્યો છે. શુક્રવારે સેન્સેક્સ 47,868.98 પર બંધ થયો હતો. ઇન્ડેક્સમાં એસબીઆઈ, ઇન્ફોસિસ, કોટક બેન્ક, એક્સિસ બેન્ક, રિલાયન્સ અને ટીસીએસના શેર વધારા સાથે બંધ થયા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube