નવી દિલ્હીઃ Gold-Silver Rates Updates:  સોના અને ચાંદીની માંગમાં સુસ્તી આવવાને કારણે બન્ને ધાતુની કિંમતમાં ઘટાડો યથાવત છે. રવિવારે કારોબારમાં સોનાના ભાવમાં ફરી સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે. સ્થાનીક સોની બજારમાં માંગ સુસ્ત પડવાથી સોનું 110 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઘટી 46250 રૂપિયા થઈ ગયું છે. તેના પાછલા સત્રમાં સોનાનો ભાવ 46360 રૂપિયા પ્રતિ 10 ગ્રામ બંધ થયો હતો. આ ભાવ વેબસાઇટ ગુડ રિટર્ન પ્રમાણે છે. જો મહાનહરોની વાત કરીએ તો તાજા ભાવ અનુસાર દિલ્હીમાં 22 કેરેટ સોનાની કિંમત 46250 અને 24 કેરેટ સોનાની કિંમત  50,470 ચાલી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુંબઈમાં 22 કેરેટ સોનું 44950 અને 24 કેરેટ સોનું 45950 પર ચાલી રહ્યું છે. કોલકત્તામાં 22 કેરેટ સોનું 47440 રૂપિયા છે, તો 24 કેરેટ સોનું 49710 રૂપિયા છે. ચેન્નઈમાં પણ સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. અહીં 22 કેરેટ સોનાની કિંમત 44770 અને 24 કેરેટ સોનાની કિંમત 48840 રૂપિયા છે. આ કિંમત પ્રતિ 10 ગ્રામ સોનાની છે. 


જરૂર પડવા પર ઉપાડી શકો છો PF ના રૂપિયા, જાણો કેટલો આપવો પડે છે TAX


સોનાની જેમ ચાંદીના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. પરંતુ તે ખુબ સામાન્ય છે. આજે બજારમાં ચાંદીનો ભાવ 68 હજાર 700 રૂપિયા પ્રતિ કિલોગ્રામ છે. જો અલગ-અલગ શહેરોમાં ચાંદીની વાત કરીએ તો દિલ્હીમાં ચાંદી 68700 રૂપિયા પ્રતિ કિલોગ્રામ છે. મુંબઈ અને કોલકત્તામાં પણ આજ ભાવ છે. પરંતુ ચેન્નઈમાં 74 હજાર પ્રતિ કિલો ભાવ પહોંચી ગયો છે. 


બજાર નિષ્ણાંતોએ સોનાની વાયદા કિંમતોમાં ઘટાડો આવવાનું કારણ કારોબારીઓ દ્વારા પોતાના સોદામાં ઘટાડા કરવાને જણાવ્યું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube