Gold Price Today: સોના-ચાંદીના ભાવ તૂટ્યા, 3 મેના આવી રહી છે અક્ષય તૃતિયા; ફટાફટ કરો ખરીદી
Gold Price Today: સોમવારના એમસીએક્સ અને બુલિયન માર્કેટમાં સોના ચાંદીના ભાવ તૂટતા જોવા મળી રહ્યા છે. અક્ષય તૃતીયા પર સોનું અને ચાંદી ખરીવું શુભ માનવામાં આવે છે.
Gold Silver Price Today: દેશભરમાં અક્ષય તૃતિયાનો પર્વ 3 મે ના રોજ ઉજવવામાં આવશે. આ પર્વ પર હિન્દુ ધર્મમાં સોનું અને ચાંદી ખરીદવાને શુભ માનવામાં આવે છે. એવામાં તમે પણ કિંમતમાં ઘટાડાનો ફાયદો ઉઠાવી શકો છો. અઠવાડિયાના પહેલા કારોબારી દિવસે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર જૂન વાયદા સોનાનો ભાવ બપોરે લગભગ 12 વાગ્યાની આસપાસ 1.19 ટકાનો ઘટાડા સાથે 51,136 રૂપિયા પર જોવા મળ્યો હતો. જ્યારે જુલાઈ વાયદા ચાંદીના ભાવ 1.52 ટકાનો ઘટાડા સાથે 63,370 રૂપિયા પર જોવા મળ્યો છે.
દુનિયાભરના બજારમાંથી મળતા નબળા સંકેત બાદ એમસીએક્સ અને ભારતીય બુલિયન માર્કેટમાં સોના ચાંદીના ભાવ તૂટ્યો છે. અક્ષય તૃતીયા પહેલા સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. IBJA તરફથી સોમવાર સવારે જાહેર કરવામાં આવેલા સોના ચાંદીના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. શુક્રવાર સાંજે 52055 રૂપિયા પર બંધ થેયેલા 24 કેરેટ ગોલ્ડનો ભાવ આજે 51406 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પહોંચી ગયો છે.
જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 51200 અને 20 કેરેટ સોનું 47088 રૂપિયા પ્રતિ 10 ગ્રામ વેચાઈ રહ્યું છે. 999 પ્યોરિટી સાથે ચાંદી 64774 ની સરખામણીએ ઘટીને 62820 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર આવી ગઈ છે. સતત વધી રહેલી મોંઘવારી રોકવા માટે ફેડરલ રિઝર્વ તરફથી વ્યાજ દરમાં વધારાની આશંકાને લઇ બજાર પર દબાણ બનાવ્યું છે. વ્યાજ દરમાં 50 બેઝિક પોઇન્ટનો વધારો થઈ શકે છે. બીજી તરફ યુએસ ગોલ્ડ ફ્યૂચર ઘટીની 22.60 ટકા થઈ ગયો છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube