નવી દિલ્હીઃ દેશભરમાં કાલે દેવોત્થાન એકાદસીની સાથે લગ્નની સીઝન (Wedding Season) શરૂ થઈ જશે. આ પહેલા મંગળવારે સોના-ચાંદી (Gold-Silver prices)ની કિંમતોમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. જો તમારા ઘરમાં લગ્ન હોય તો આનાથી સારી તક મળશે નહીં. કોરોના વેક્સિન આવવાના સમાચાર વચ્ચે દુનિયાભરમાં રોકાણકારોએ બિકવાલી શરૂ કરી દીધી છે, જેથી ઘરેલૂ માર્કેટમાં કિંમતો 1500 રૂપિયા જેટલી ઘટી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિલ્હી સોની બજારમાં આ રહ્યો ભાવ
દિલ્હી સોની બજારમાં મંગળવાર 24 નવેમ્બરે 10 ગ્રામ સોનાનો ભાવ 1049 રૂપિયા ઘટી ગયો. તો ચાંદીની કિંમતમાં 1588 રૂપિયા પ્રતિ કિલોગ્રામનો ઘટાડો થયો છે. નિષ્ણાંતોનું કહેવું છે કે કોરોના વેક્સિન જલદી આવવાની સંભાવનાથી સોનાની કિંમત પર દબાવ વધ્યો છે. આ સિવાય આ મહિને ગોલ્ડ ઈટીએફની હોલ્ડિંગમાં 10 લાખ ઔંસનો ઘટાડો થયો છે. 


રાષ્ટ્રીય રાજધાનીમાં સોનું 1049 રૂપિયાના ઘટાડા બાદ 48,618 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહી ગયું છે. પાછલા કારોબારમાં સોનું 49,618 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. એચડીએફસી સિક્યોરિટી દ્વારા આપવામાં આવેલી જાણકારી પ્રમાણે દિલ્હી સોની બજારમાં ચાંદી 1588 રૂપિયા સસ્તી થઈ છે. હવે ચાંદીનો ભાવ 59301 રૂપિયા પ્રતિ કિલોગ્રામ છે. આ સિવાય સોમવારે કારોબારી સત્રમાંચાંદી 60,889 પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ હતી. 


25 રૂપિયાના પેટ્રોલના તમારે કેમ ચૂકવવા પડે છે 81 રૂપિયા...ખાસ જાણો કારણ 


International Markets મા આ રહ્યાં ભાવ
આંતરરાષ્ટ્રીય બજારમાં આજે સોનાનો ભાવ 1830 ડોલર પ્રતિ ઔંસ પર આવી ગયો છે. તો ચાંદીનો ભાવ 23.42 ડોલર પ્રતિ ઔંસ રહ્યો છે. એચડીએફસી સિક્યોરિટીઝના વરિષ્ઠ વિશ્લેષક (કોમોડિટી) તપન પટેલે કહ્યુ, વેક્સિનની આશા અને બાઇડેનના વ્હાઇટ હાઉસ ટ્રાન્ઝિશન પર સવારના કારોબારમાં સોનાની કિંમત ઘટી છે. 


ભાવ ઘટવાનું કારણ
એસ્ટ્રાઝેનિકા  ( AstraZeneca)એ સોમવારે પોતાની કોરોના વેક્સિન વિશે કહ્યું કે, આ ઓક્સફોર્ડ વિશ્વવિદ્યાલયની સાથે ભાગીદારીમાં વિકસિત થઈ છે. આ વેક્સિન બીજી કંપનીઓની કોરોના વેક્સિન મુકાબલે વધુ સસ્તી છે અને 90 ટકા અસરકારક થઈ શકે છે. આ સમાચાર બાદ સોનામાં સુરક્ષિત રોકાણ માંગ ઘટી છે. તો સમાચાર છે કે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન ફેડરલ રિઝર્વના પૂર્વી ચેરમેન જેનેટ યેલેનને અમેરિકાના આગામી ટ્રેઝરી સચિવ બનાવવાની યોજના બનાવી રહ્યાં છે. આ સમાચારનું કારોબારીઓએ સ્વાગત કર્યું છે. 
 


બિઝનેસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube