25 રૂપિયાના પેટ્રોલના તમારે કેમ ચૂકવવા પડે છે 81 રૂપિયા...ખાસ જાણો કારણ 

દેશમાં સતત પેટ્રોલ અને ડીઝલની માગ સાથે ભાવ વધી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમત ઓછી હોવા છતાં ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી રહ્યા છે. જેમાં તમારે પેટ્રોલ અને ડીઝલમાં પડતર કિંમતના ત્રણ ગણા ભાવ ચૂકવવા પડે છે. ત્યારે આની પાછળ શું કારણ છે... 

25 રૂપિયાના પેટ્રોલના તમારે કેમ ચૂકવવા પડે છે 81 રૂપિયા...ખાસ જાણો કારણ 

ઝી મીડિયા, અમદાવાદ: દેશમાં સતત પેટ્રોલ અને ડીઝલની માગ સાથે ભાવ વધી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમત ઓછી હોવા છતાં ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી રહ્યા છે. જેમાં તમારે પેટ્રોલ અને ડીઝલમાં પડતર કિંમતના ત્રણ ગણા ભાવ ચૂકવવા પડે છે. ત્યારે આની પાછળ શું કારણ છે... તમારે શું કામ ત્રણ ગણા ભાવ ચૂકવવા પડે છે અને તેનાથી સરકારને કેટલો ફાયદો થાય છે તેનું કારણ જાણીએ.

25 રૂપિયાના પેટ્રોલના 81 રૂપિયા ભાવનું ગણિત
આજે તમામ રાજ્યોમાં પેટ્રોલના એક લીટરના ભાવ લગભગ 81 રૂપિયાની આસપાસ જોવા મળી રહ્યા છે. જેમાં પેટ્રોલની કુલ કિંમતના 50 ટકા રકમ કંપનીઓ પાસે નહીં પણ કેન્દ્ર અને રાજ્યસરકાર પાસે ટેક્સમાં જાય છે. 81.06 રૂપિયાના ભાવે વેચાતા પેટ્રોલની પડતર કિંમત 25.37 રૂપિયા છે. જેમાં પ્રોસેસિંગ ચાર્જ 0.36 રૂપિયા  લાગે છે. એટલે ટેક્સને બાદ કરી નાખીએ તો એક લીટર પેટ્રોલની પડતર કિંમત 25 રૂપિયા 73 પૈસા થાય છે. પરંતુ તેના પર 32.98 રૂપિયા એક્સસાઈઝ ડ્યૂટી, 3.64 રૂપિયા ડીલરનું કમિશન, રાજ્ય સરકારે લગાવેલ વેટના 18.71 રૂપિયા લાગે છે. જેથી 25.73 રૂપિયાની પડતર કિંમતના પેટ્રોલના તમારે 81.06 રૂપિયા ચૂકવવા પડે છે.

25.42 રૂપિયાના ડીઝલના 70.46 રૂપિયા ભાવ કેમ?
1 લીટર ડીઝલની પડતર કિંમત છે 25.42 રૂપિયા. જેના પર પ્રોસેસિંગ ચાર્જ લાગે છે 0.33 રૂપિયા. જ્યારે એક્સસાઈઝ ડ્યૂટી 31.83 રૂપિયા લાગે છે...સાથે 2.52 રૂપિયા ડીલરનું કમિશન અને કમિશન સાથે વેટ 10.36 રૂપિયા લાગે છે. એટલે 25.42 રૂપિયાની પડતર કિંમતના ડીઝલના તમામરે 70.46 રૂપિયા કિંમત ચૂકવવી પડે છે.

ક્યારે ક્યારે પેટ્રોલ-ડીઝલ પર વધી ડ્યૂટી?
આંતરરાષ્ટ્રીય બજારોમાં કાચા તેલની કિંમતોમાં ઐતિહાસિક ઘટાડાથી લોકો પેટ્રોલ ડીઝલના ભાવમાં રાહતની આશા રાખીને બેઠા હતા. પરંતુ સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો ઝીંક્યો હતો. વર્ષ 2014માં પેટ્રોલ પર ટેક્સ 9.48 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ પર 3.56 રૂપિયા હતો. જેમાં નવેમ્બર 2014થી જાન્યુઆરી 2016 સુધી કેન્દ્ર સરકારે 9 વખત વધારો કર્યો. આ 15 અઠવાડિયામાં પેટ્રોલ પર ડ્યૂટી 11.77 અને ડીઝલ પર 13.47 રૂપિયા પ્રતિ લીટરમાં વધારો ઝીંક્યો હતો. જેથી વર્ષ 2016-17માં કેન્દ્ર સરકારને 2 લાખ 42 હજાર કરોડ રૂપિયાની આવક થઈ હતી. ત્યાર બાદ વર્ષ 2019માં ફરી એક્સસાઈઝ ડ્યૂટીમાં પ્રતિ લીટરે 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો..

આમ આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતમાં ઘટાડો થયો હોય તો પણ સામાન્ય માણસ પર ભાવ વધારાનો બોઝ પડી રહ્યો છે. દરેક રાજ્યોની સરકારના નિયમો અલગ અલગ હોય છે. જેથી વધતા ઓછા પ્રમાણમાં પ્રજા પર સમયાંતરે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ભાવ વધારાનો બોઝ પડતો રહ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news