Gold Rate Today: સોના-ચાંદીના ભાવમાં મસમોટો ઉછાળો, જાણો 10 ગ્રામ સોનાનો આજનો ભાવ
Gold Rate Today: ભારતીય શરાફા બજારે આજે સોના ચાંદીના ભાવ જાહેર કર્યા છે. લેટેસ્ટ રેટ પર નજર ફેરવીએ તો સોના અને ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે.
Gold Rate Today: ભારતીય શરાફા બજારે આજે સોના ચાંદીના ભાવ જાહેર કર્યા છે. લેટેસ્ટ રેટ પર નજર ફેરવીએ તો સોના અને ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે. 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 51623 રૂપિયે વેચાઈ રહ્યું છે. જ્યારે 999 પ્યોરિટીવાળી એક કિલો ચાંદીનો ભાવ વધીને 57912 રૂપિયા થઈ ગયો છે.
સોના ચાંદીના ભાવ દિવસમાં બે વાર જાહેર થાય છે. સવારે અને સાંજે. ibjarates.com ના જણાવ્યાં મુજબ 995 પ્યોરિટીવાળું સોનું આજે 51416 રૂપિયે, 916 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું 47287 રૂપિયે, આ ઉપરાંત 750 પ્યોરિટીવાળા સોનાના ભાવ 38717 રૂપિયા થયા છે. જ્યારે 585 પ્યોરિટીવાળા સોનાના ભાવ વધીને 30199 રૂપિયા થયા છે. ચાંદીની વાત કરીએ તો એક કિલો ચાંદીનો ભાવ 57912 થયો છે.
કેટલો ભાવ વધ્યો
સોના અને ચાંદીના ભાવમાં રોજ ફેરફાર થાય છે. આજે સોના અને ચાંદીના ભાવમાં વધારો થયો છે. 999 પ્યોરિટીવાળા સોનાના ભાવમાં 401 રૂપિયાનો વધારો થયો છે. જ્યારે 995 પ્યોરિટીવાળું સોનું આજે 399 રૂપિયા, 916 પ્યોરિટીવાળું સોનું 368 રૂપિયા, 750 પ્યોરિટીવાળું સોનું 300 રૂપિયા અને 585 પ્યોરિટીવાળું સોનું 234 રૂપિયા મોંઘુ થયું છે. ચાંદીના ભાવમાં એક કિલોએ 1940 રૂપિયાનો ઘટાડો થયો છે.
આ રીતે કરાય છે શુદ્ધતાની ઓળખ
જ્વેલરીની પ્યોરિટી ચકાસવા માટેની એક રીત હોય છે. જેમાં હોલમાર્ક સંલગ્ન અનેક પ્રકારના નિશાન જોવા મળે છે. આ નિશાનના માધ્યમથી જ્વેલરીની શુદ્ધતાને ઓળખી શકાય છે. આવામં એક કેરેટથી લઈને 24 કેરેટ સુધીના માપદંડ હોય છે. જ્વેલરી બનાવવા માટે 22 કેરેટના સોનાનો ઉપયોગ થાય છે. જ્વેલરી પર હોલમાર્ક લગાવવો જરૂરી છે. 24 કેરેટ સોનું પ્યોર સોનું હોય છે. તેના પર 999 અંક લખેલો જોવા મળશે. જો કે 24 કેરેટ સોનાથી જ્વેલરી બનતી નથી. 22 કેરેટ સોનામાંથી સોનાના દાગીના બનશે જેમાં 916 લખેલું હશે. 21 કેરેટ સોનાની જ્વેલરી પર 875 લખેલું હશે. 18 કેરેટના દાગીના પર 750 લખેલું હશે. જ્યારે 14 કેરેટના દાગીના પર 585 લખેલું જોવા મળશે.
24,22, 21, 18 અને 14 કેરેટમાં શું ફરક હોય છે?
24 કેરેટવાળું સોનું એકદમ પ્યોર હોય છે. જેને પ્યોરેસ્ટ ગોલ્ડ કહે છે. તેમાં કોઈ પણ પ્રકારની અન્ય ધાતુની ભેળસેળ હોતી નથી. તેને 99.9 ટકા શુદ્ધ ગોલ્ડ કહેવાય છે. 22 કેરેટ સોનામાં 91.67 ટકા પ્યોર ગોલ્ડ હોય છે. અન્ય 8.33 ટકામાં બીજી ધાતુનું મિશ્રણ હોય છે. જ્યારે 21 કેરેટ ગોલ્ડમાં 87.5 ટકા પ્યોર ગોલ્ડ હોય છે. 18 કેરેટ ગોલ્ડમાં 75 ટકા પ્યોર ગોલ્ડ હોય છે. જ્યારે 14 કેરેટ ગોલ્ડમાં 58.5 ટકા પ્યોર ગોલ્ડ હોય છે બાકી અન્ય ધાતુનું મિશ્રણ કરેલું હોય છે.
મિસ્ડ કોલથી જાણો સોના ચાંદીના ભાવ
ibja તરફથી અને કેન્દ્રીય સરકાર દ્વારા જાહેર રજાઓ ઉપરાંત શનિવાર અને રવિવારે રેટ જાહેર કરાતા નથી. 22 કેરેટ અને 18 કેરેટ ગોલ્ડ જ્વેલરીના રિટેલ ભાવ જાણવા માટે 8955664433 પર મિસ્ડ કોલ કરી શકો છો. થોડીવારમાં તમને એસએમએસ દ્વારા રેટ્સ મળી જશે. આ ઉપરાંત સતત અપડેટ્સ માટે તમે www.ibja.com પર જઈ શકો છો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube