અમેરિકા અને યુરોપમાં બેંકિંગ સંકટના પગલે દુનિયાભરમાં શેર બજારોમાં કડાકો છે. આ કારણે ભારતીય બજારોમાં સોનાના ભાવમાં રેકોર્ડ ઉછાળો જોવા મળી રહ્યો છે. સોમવારે દિલ્હીના શરાફા બજારમાં સોનું 1400 રૂપિયા ચડીને 60100 ગ્રામના રેકોર્ડ સ્તર પર પહોંચી ગયું હતું. નાણાકીય સંકટની સ્થિતિમાં લોકો ખાસ કરીને ભારતીયો રોકાણ માટે સોનાને સૌથી સારો વિકલ્પ માને છે. છેલ્લા 17 વર્ષમાં સોનાના ભાવમાં છ ગણો વધારો થયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેમ વધી રહ્યા છે સોનાના ભાવ?
માર્કેટ એક્સપર્ટ અનુજ ગુપ્તાના જણાવ્યાં મુજબ સોનાના ભાવમાં વધારાના કારણે અમેરિકા, અને અન્ય દેશોમાં બેંકિંગ સંકટ, નબળો ડોલર, સેફ હેવન ડિમાન્ડ, અને શેર બજારમાં અનિશ્ચિતતાની સ્થિતિ છે. શેર  બજારોમાં ઘટાડાના પગલે સોનામાં જે સપોર્ટ જોવા મળ્યો છે, તેના પગલે અઠવાડિયા પહેલા 55000ના સ્તર પર ટ્રેડ થઈ રહેલું સોનું 60 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રાના આંકડાને પાર કરી ગયું. છેલ્લા 17 વર્ષમાં સોનાનો ભાવ 10 હજારના આંકડાથી 60 હજારના સ્તરે પહોંચ્યું. મે 2006માં સોનાનો ભાવ 10 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો અને હવે 60,000 રૂપિયાને પાર કરી ગયો. બધુ મળીને 17 વર્ષમાં સોનું 50 હજાર રૂપિયા મોંઘુ થઈ ગયું. 


આગળ પણ વધી શકે છે ભાવ
એક્સપર્ટ્સનું માનીએ તો સોનાના ભાવમાં આ તેજી આગળ પણ ચાલુ રહી શકે છે. સોનાના ભાવ આગામી મહિને 62,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે પહોંચી શકે છે. ફેડ રિઝર્વ અને અન્ય દેશોના કેન્દ્રીય બેંકો દ્વારા વધારાયેલા વ્યાજ દરોના કારણે બેંકિંગ સંકટની સ્થિતિ જોવા મળી રહી છે. મંદીની આશંકાના કારણે સોનાની કિંમતો ચમકી રહી છે. ગત વર્ષે રશિયા અને યુક્રેન વચ્ચે શરૂ થયેલા યુદ્ધ બાદ દેશમાં સોનાની કિંમતોમાં ઘટાડો થયો હતો. પરંતુ દિવાળી બાદથી સોનાના ભાવે ફરી ગતિ પકડી છે અને માર્ચ 2023માં તે ઐતિહાસિક ઉચ્ચ સ્તર પર પહોંચી ગયું. 


આજના સોનાના ભાવ
અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ ગઈ કાલે 999 પ્યોરિટીના 10 ગ્રામ સોનાનો ભાવ 59479 રૂપિયાના સ્તરે બંધ થયો હતો જે આજે સવારે બજાર  ખુલતાની સાથે 59487 પર પહોંચી ગયો. એટલે કે મામૂલી 8 રૂપિયાનો વધારો જોવા મળ્યો. જ્યારે 995 પ્યોરિટીવાળા ગોલ્ડમાં પણ 8 રૂપિયાનો વધારો થયો અને હાલ ભાવ 59249ના સ્તરે છે. જ્યારે 916 પ્યોરિટીવાળા ગોલ્ડની વાત કરીએ તો હાલ તે 7 રૂપિયા વધીને 54490 પર ભાવ પહોંચ્યો છે. 750 પ્યોરિટીવાળા ગોલ્ડમાં 6 રૂપિયા વધ્યા છે. અને ભાવ 44615ના સ્તરે પહોંચ્યો છે. 585 પ્યોરિટીવાળું ગોલ્ડ 5 રૂપિયા મોંઘુ થઈને 34795ના સ્તરે જોવા મળી રહ્યુ છે. જો કે ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. ચાંદી હાલ 63 રૂપિયા સસ્તી થઈને 68409 રૂપિયાના સ્તરે પહોંચી ગઈ છે. 



 



મિસ્ડ કોલથી જાણો સોના ચાંદીના ભાવ
ibja તરફથી અને કેન્દ્રીય સરકાર દ્વારા જાહેર રજાઓ ઉપરાંત શનિવાર અને રવિવારે રેટ જાહેર કરાતા નથી. 22 કેરેટ અને 18 કેરેટ ગોલ્ડ જ્વેલરીના રિટેલ ભાવ જાણવા માટે 8955664433 પર મિસ્ડ કોલ કરી શકો છો. થોડીવારમાં તમને એસએમએસ દ્વારા રેટ્સ મળી જશે. આ ઉપરાંત સતત અપડેટ્સ માટે તમે www.ibja.com પર જઈ શકો છો. 


પેટ્રોલ-ઈલેક્ટ્રિક, CNG કાર છોડો...આ કાર જુઓ, માત્ર 30 રૂપિયામાં 100 KM દોડશે


દિવાળીમાં સોનાનો ભાવ મામલે આવી નવી આગાહી, લગ્ન હોય તો જલદી કરજો


જબરદસ્ત કમાણી, આ બિઝનેસથી દર મહિને કમાઈ શકો છો 2 લાખ રૂપિયા, જાણો વિગતો


આ રીતે કરાય છે શુદ્ધતાની ઓળખ
જ્વેલરીની પ્યોરિટી ચકાસવા માટેની એક રીત હોય છે. જેમાં હોલમાર્ક સંલગ્ન અનેક પ્રકારના નિશાન જોવા મળે છે. આ નિશાનના માધ્યમથી જ્વેલરીની શુદ્ધતાને ઓળખી શકાય છે. આવામં એક કેરેટથી લઈને 24 કેરેટ સુધીના માપદંડ હોય છે. જ્વેલરી બનાવવા માટે 22 કેરેટના સોનાનો ઉપયોગ થાય છે. જ્વેલરી પર હોલમાર્ક લગાવવો જરૂરી છે. 24 કેરેટ સોનું પ્યોર સોનું હોય છે. તેના પર 999 અંક લખેલો જોવા મળશે. જો કે 24 કેરેટ સોનાથી જ્વેલરી બનતી નથી. 22 કેરેટ સોનામાંથી સોનાના દાગીના બનશે જેમાં 916 લખેલું હશે. 21 કેરેટ સોનાની જ્વેલરી પર 875 લખેલું હશે. 18 કેરેટના દાગીના પર 750 લખેલું હશે. જ્યારે 14 કેરેટના દાગીના પર 585 લખેલું જોવા મળશે. 


24, 22, 21, 18 અને 14 કેરેટમાં શું ફરક હોય છે?
24 કેરેટવાળું સોનું એકદમ પ્યોર હોય છે. જેને પ્યોરેસ્ટ ગોલ્ડ કહે છે. તેમાં કોઈ પણ પ્રકારની અન્ય ધાતુની ભેળસેળ હોતી નથી. તેને 99.9 ટકા શુદ્ધ ગોલ્ડ કહેવાય છે. 22 કેરેટ સોનામાં 91.67 ટકા પ્યોર ગોલ્ડ હોય છે. અન્ય 8.33 ટકામાં બીજી ધાતુનું મિશ્રણ હોય છે. જ્યારે 21 કેરેટ ગોલ્ડમાં 87.5 ટકા પ્યોર ગોલ્ડ હોય છે. 18 કેરેટ ગોલ્ડમાં 75 ટકા પ્યોર ગોલ્ડ હોય છે. જ્યારે 14 કેરેટ ગોલ્ડમાં 58.5 ટકા પ્યોર ગોલ્ડ હોય છે બાકી અન્ય ધાતુનું મિશ્રણ કરેલું હોય છે. 


ખાસ નોંધ: અત્રે જણાવવાનું કે ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પડતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે.