Gold Price Prediction: દિવાળીમાં સોનાનો ભાવ મામલે આવી નવી આગાહી, લગ્ન હોય તો જલદી કરજો
Trending Photos
Gold-Silver Price: સોના અને ચાંદીના ભાવમાં વઘઘટ એ સામાન્ય કોમનમેનને સીધી અસર કરે છે. ખાસ કરીને ગુજરાતીઓ સોનાના દાગીનાના શોખીન છે. આપણે લગ્ન પ્રસંગો સમયે સૌથી વધારે સોનાની ખરીદી કરતા હોઈએ છીએ. ગયા મહિનાની શરૂઆતમાં સોનાએ 58,500 રૂપિયા અને ચાંદીએ 71,000 રૂપિયાનો રેકોર્ડ બનાવ્યો હતો. આ પછી, ફેબ્રુઆરીના મધ્યથી માર્ચના પ્રથમ સપ્તાહ સુધી, સોનું રૂ. 3000થી વધુ અને ચાંદી રૂ. 8000 પ્રતિ કિલો તૂટ્યું હતું. જેમને પણ આગામી દિવસોમાં સોનાની ખરીદી કરવાની હોય એ હાલમાં જ ખરીદી કરશે તો એનો સીધો લાભ મળી રહેશે.
Latest Gold Rate: છેલ્લા કેટલાક મહિનાઓથી સોના અને ચાંદીના ભાવમાં વધઘટ જોવા મળી રહી છે. ફેબ્રુઆરીની શરૂઆતમાં ઝડપી રેકોર્ડ બનાવનાર સોના અને ચાંદીમાં પણ આ મહિનાના અંતમાં જબરદસ્ત ઘટાડો જોવા મળ્યો હતો. પરંતુ ફરી એકવાર બંને કીમતી ધાતુઓના ભાવ વધી રહ્યા છે. ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં સોનું રૂ.58,500 અને ચાંદી રૂ.71,000ના રેકોર્ડ સ્તરે પહોંચી ગયું હતું. પરંતુ આ પછી સોનું 3000 રૂપિયાથી વધુ અને ચાંદીમાં 8000 રૂપિયા પ્રતિ કિલોની આસપાસનો ઘટાડો થયો હતો. હવે ફરી એકવાર બંને કીમતી ધાતુઓના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.
65,000 સુધી જવાનો અંદાજ
નિષ્ણાતોના અંદાજ મુજબ આ દિવાળી સુધીમાં સોના અને ચાંદીના ભાવમાં જબરદસ્ત વધારો જોવા મળશે. નિષ્ણાતોએ સોનાની કિંમત રૂ. 65,000 અને ચાંદીની કિંમત રૂ. 80,000 પ્રતિ કિલો સુધી પહોંચવાની આગાહી કરી છે. છેલ્લા દિવસોમાં રૂ.58,500ની ઊંચી સપાટીએ પહોંચેલું સોનું ફરી ઊંચકાયું છે અને રૂ.58,000ની આસપાસ આગળ વધી રહ્યું છે. ચાંદીમાં પણ વેગ મળ્યો છે અને તે 67,000ની નજીક પહોંચી ગયો છે. વિશ્વ બજારમાં મંદી વચ્ચે સોના-ચાંદી બંનેમાં ઉતાર-ચઢાવનો સમય છે. કોરોના સંકટના કારણે લોકોએ સોનામાં ખુબ જ રોકાણ કર્યું હતું, ઓગસ્ટ 2020માં MCX પર 10 ગ્રામ સોનાનો ભાવ 56,191 રૂપિયાના ઉચ્ચતમ સ્તર પર પહોંચ્યો હતો. ગત વર્ષે સોનાએ 43 ટકાનું રિર્ટન આપ્યું હતું. જો ઉચ્ચત્મ સ્તરની સરખામણી કરીએ તો સોનું 15 ટકા તૂટ્યું છે.
સોનાના આજના ભાવ
આજનો અમદાવાદ શરાફા બજારમાં સોનાના ભાવ જોઈએ તો તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. 10 ગ્રામ 24 કેરેટનો ભાવ 1630 રૂપિયા ઉછળીને 60370 રૂપિયા જોવા મળી રહ્યો છે. જ્યારે 10 ગ્રામ 22 કેરેટ સોનાનો ભાવ પણ 1500 રૂપિયા ઉછળીને 55350 રૂપિયા સુધી પહોંચેલો જોવા મળ્યો છે. ગઈ કાલની વાત કરીએ તો ગઈ કાલે 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ 58740 રૂપિયા હતો જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 53850 રૂપિયા હતો.
સોનાનું વેચાણ કરવું હોય તો આ ખાસ યાદ રાખજો
સોનાનો કલર સમયની સાથે ફીકો પડે છે. પરંપરાગર રૂપથી જો કોઈ ગોલ્ડ વેચવા સોની પાસે જાય છે તો એસિડ ટેસ્ટની મદદથી તે જાણકારી મેળવવામાં આવે છે કે આ સોનું કેટલું શુદ્ધ છે અને તેની કિંમત કેટલી હોવી જોઈએ. તેવામાં અહીં વર્લ્ડ બેસ્ટ સ્ટાન્ડર્જનો ઉપયોગ કરવામાં આવે છે, જેનાથી તમારા ગોલ્ડની સાચી કિંમત મળે છે.
અહીં XRF ટેક્નોલોજીનો ઉપયોગ શોનાની શુદ્ધતા ઓળખવા માટે કરવામાં આવે છે. આ પ્રક્રિયાને પૂરો કરવામાં 60 મિનિટ જેટલો સમય લાગે છે અને MMTCના સ્ટાફ તમને સોનાની સાચી શુદ્ધતા અને વજન જણાવે છે. અહીં 10 ગ્રામથી 3 કિલો સુધીનું વજન થાય છે. વેચનારની સામે સોનાની ઓળખ કરવામાં આવે છે, વજન કરવામાં આવે છે, પછી મંજૂરી લઈને તેને ગરમ કરી બારના રૂપમાં પરિવર્તિત કરવામાં આવે છે. બારના રૂપમાં આવ્યા બાદ તેની શુદ્ધતાની ઓળખ XRF ટેક્નોલોજીની મદદથી થાય છે. બારના રૂપમાં પરિવર્તિત થયા બાદ સોનાની કિંમત ડાયરેક્ટર બેનિફિટ ટ્રાન્સફરના રૂપમાં ગોલ્ડના રૂપમાં તમારા ખાતામાં ચાલી જાય છે. કે તમે એક્સચેન્જના રૂપમાં ગોલ્ડ બાર પાસે રાખી શકો છો. આ બારમાં લખેલું હશે 9999/ 999 / 995 કેટલું શુદ્ધ છે. તેના માટે થોડા ટ્રાન્ઝેક્શન ચાર્જ લાગે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે