Gold Rate Today: ભારતીય શરાફા બજારમાં સોમવારે સોના ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 50803 રૂપિયે વેચાઈ રહ્યું છે. જ્યારે 999 પ્યોરિટીવાળી એક કિલો ચાંદી આજે 54402 રૂપિયા વેચાઈ રહી છે. સોના ચાંદીના ભાવ દિવસમાં બે વાર જાહેર કરવામાં આવે છે. પહેલીવાર સવારે અને બીજીવાર સાંજે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ibjarates.com ના જણાવ્યાં મુજબ 995 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું 50600 રૂપિયે વેચાઈ રહ્યું છે. જ્યારે 916 પ્યોરિટીવાળું સોનું 46536 રૂપિયે મળી રહ્યું છે. 750 પ્યોરિટીવાળુ ગોલ્ડ આજે 38102 રૂપિયાના ભાવે વેચાઈ રહ્યું છે. 585 પ્યોરિટીવાળું ગોલ્ડ 29720 રૂપિયાનું 10 ગ્રામ વેચાય છે. જ્યારે 999 પ્યોરિટીવાળી એક કિલો ચાંદીનો આજે ભાવ ઘટીને 54402 રૂપિયા થયો છે. 


કેટલા ઘટ્યા ભાવ
સોના ચાંદીના ભાવની વાત કરીએ તો આજે બંનેમાં ઘટાડો થયો છે. 999 અને 995 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું 13 રૂપિયા સસ્તું થયું છે. 916 પ્યોરિટીવાળું સોનું 11 રૂપિયા ઘટ્યો છે. જ્યારે 750 પ્યોરિટીવાળું ગોલ્ડ 10 રૂપિયા જ્યારે 585 પ્યોરિટીવાળું સોનું 10 ગ્રામે 7 રૂપિયા સસ્તું થયું છે. ચાંદીના ભાવમાં એક કિલોએ 607 રૂપિયા ઘટ્યા છે. 


રાષ્ટ્રપતિ પદના શપથ લેતા જ મુર્મૂ બોલ્યા 'જોહાર'...જાણો શબ્દનો અર્થ, PHOTOs માં જુઓ શપથવિધિ


આ રીતે કરાય છે શુદ્ધતાની ઓળખ
જ્વેલરીની પ્યોરિટી ચકાસવા માટેની એક રીત હોય છે. જેમાં હોલમાર્ક સંલગ્ન અનેક પ્રકારના નિશાન જોવા મળે છે. આ નિશાનના માધ્યમથી જ્વેલરીની શુદ્ધતાને ઓળખી શકાય છે. આવામં એક કેરેટથી લઈને 24 કેરેટ સુધીના માપદંડ હોય છે. જ્વેલરી બનાવવા માટે 22 કેરેટના સોનાનો ઉપયોગ થાય છે. જ્વેલરી પર હોલમાર્ક લગાવવો જરૂરી છે. 24 કેરેટ સોનું પ્યોર સોનું હોય છે. તેના પર 999 અંક લખેલો જોવા મળશે. જો કે 24 કેરેટ સોનાથી જ્વેલરી બનતી નથી. 22 કેરેટ સોનામાંથી સોનાના દાગીના બનશે જેમાં 916 લખેલું હશે. 21 કેરેટ સોનાની જ્વેલરી પર 875 લખેલું હશે. 18 કેરેટના દાગીના પર 750 લખેલું હશે. જ્યારે 14 કેરેટના દાગીના પર 585 લખેલું જોવા મળશે. 


24,22, 21, 18 અને 14 કેરેટમાં શું ફરક હોય છે?
24 કેરેટવાળું સોનું એકદમ પ્યોર હોય છે. જેને પ્યોરેસ્ટ ગોલ્ડ કહે છે. તેમાં કોઈ પણ પ્રકારની અન્ય ધાતુની ભેળસેળ હોતી નથી. તેને 99.9 ટકા શુદ્ધ ગોલ્ડ કહેવાય છે. 22 કેરેટ સોનામાં 91.67 ટકા પ્યોર ગોલ્ડ હોય છે. અન્ય 8.33 ટકામાં બીજી ધાતુનું મિશ્રણ હોય છે. જ્યારે 21 કેરેટ ગોલ્ડમાં 87.5 ટકા પ્યોર ગોલ્ડ હોય છે. 18 કેરેટ ગોલ્ડમાં 75 ટકા પ્યોર ગોલ્ડ હોય છે. જ્યારે 14 કેરેટ ગોલ્ડમાં 58.5 ટકા પ્યોર ગોલ્ડ હોય છે બાકી અન્ય ધાતુનું મિશ્રણ કરેલું હોય છે. 


Woman with Moustache: લોકોના ટોણા-મજાક સહન કરીને પણ આ મહિલા રાખે છે મૂ્છ, કારણ જાણી દંગ રહી જશો


મિસ્ડ કોલથી જાણો સોના ચાંદીના ભાવ
ibja તરફથી અને કેન્દ્રીય સરકાર દ્વારા જાહેર રજાઓ ઉપરાંત શનિવાર અને રવિવારે રેટ જાહેર કરાતા નથી. 22 કેરેટ અને 18 કેરેટ ગોલ્ડ જ્વેલરીના રિટેલ ભાવ જાણવા માટે 8955664433 પર મિસ્ડ કોલ કરી શકો છો. થોડીવારમાં તમને એસએમએસ દ્વારા રેટ્સ મળી જશે. આ ઉપરાંત સતત અપડેટ્સ માટે તમે www.ibja.com પર જઈ શકો છો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube