રાષ્ટ્રપતિ પદના શપથ લેતા જ મુર્મૂ બોલ્યા 'જોહાર'...જાણો શબ્દનો અર્થ, PHOTOs માં જુઓ શપથવિધિ
દ્રૌપદી મુર્મૂ દેશના બીજા મહિલા રાષ્ટ્રપતિ છે, સર્વોચ્ચ બંધારણીય પદ સંભાળનારા તેઓ પહેલાં આદિવાસી મહિલા અને સ્વતંત્ર ભારતમાં પેદા થયેલા પહેલા રાષ્ટ્રપતિ છે.
દ્રૌપદી મુર્મૂએ આજે દેશના 15માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા. તેઓ દેશના પહેલા આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ છે. ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા (CJI) એન વી રમનાએ તેમને શપથ લેવડાવ્યા. મુર્મૂ ઓડિશાના રહીશ છે. તેઓ અગાઉ ઝારખંડના રાજ્યપાલ પણ રહી ચૂક્યા છે. દ્રૌપદી મુર્મૂ દેશના બીજા મહિલા રાષ્ટ્રપતિ છે, સર્વોચ્ચ બંધારણીય પદ સંભાળનારા તેઓ પહેલાં આદિવાસી મહિલા અને સ્વતંત્ર ભારતમાં પેદા થયેલા પહેલા રાષ્ટ્રપતિ છે. આ ઉપરાંત તેઓ અત્યાર સુધીના જેટલા પણ રાષ્ટ્રપતિ બન્યા તેમાં સૌથી યુવા વયના રાષ્ટ્રપતિ છે. તેમની ઉંમર હાલ 64 વર્ષ છે. શપથ લીધા બાદ તેમણે સંબોધન પણ કર્યું.
'સભી કો જોહાર...'
રાષ્ટ્રપતિ પદના શપથ લીધા બાદ દ્રૌપદી મુર્મૂએ એક અનોખા અંદાજમાં સાંસદોનું અભિવાદન કર્યું. તાળીઓના ગડગડાટથી સમગ્ર સેન્ટ્રલ હોલ ગૂંજી ઉઠ્યો હતો. તેમણે સભી કો જોહાર...કહીને સંબોધન શરૂ કર્યું હતું.
જોહાર શબ્દનો અર્થ
મુર્મૂએ શપથ લીધા બાદ સંસદ ભવનના સેન્ટ્રલ હોલમાં બંને સદનના નેતાઓને સંબોધન કર્યું. આ દરમિયાન તેમણે જેવો જોહાર શબ્દ કહ્યો કે તાળીઓ પડી. જોહાર શબ્દનો અર્થ નમસ્કાર થાય છે. આદિવાસી વિસ્તારોમાં આ શબ્દનો ઉપયોગ થાય છે.
એક શબ્દ અનેક સંદેશ
મુર્મૂના જય જોહાર શબ્દ દ્વારા અનેક સંદેશ અપાયા છે. દેશના પહેલા આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ બનવાનું ગૌરવ મેળવનારા મુર્મૂએ જોહાર શબ્દ સાથે એ વર્ગના લોકોને પણ જોડ્યા જેની સાથે તે સંબંધ ધરાવે છે.
Trending Photos