Woman with Moustache: લોકોના ટોણા-મજાક સહન કરીને પણ આ મહિલા રાખે છે મૂ્છ, કારણ જાણી દંગ રહી જશો

 ભારતમાં એક મહિલા એવી પણ છે જેને મૂછ છે અને તે મૂછ રાખવાનું ખુબ પસંદ પણ કરે છે. અનેકવાર લોકો મજાક ઉડાવે છે પણ તે માનતી નથી અને મૂછ કઢાવતી નથી. આ મહિલા વિશે ખાસ જાણો. 

Woman with Moustache: લોકોના ટોણા-મજાક સહન કરીને પણ આ મહિલા રાખે છે મૂ્છ, કારણ જાણી દંગ રહી જશો

છોકરાઓ ટીનએજમાં આવતા તેમને દાઢી મૂછ આવવા લાગે છે. આજકાલ તો ફિલ્મ કલાકારોમાં પણ દાઢી મૂછનો એવો ક્રેઝ છે કે તેને જોઈને યુવાઓમાં પણ દાઢી મૂછ રાખવાનું ચલણ વધી ગયું છે. જો આવી મૂછ મહિલાઓમાં જોવા મળે તો? ક્યારેક હોર્મોન્સ બગડવાના કારણે છોકરાઓને દાઢી મૂછ આવતી નથી તો મહિલાઓને હોર્મોન્સમાં અસંતુલન થઈ જવાના કારણે ચહેરા પર ખુબ વાળ આવી જાય છે. મહિલાઓ આ વાળ ક્રીમ, મોમ સ્ટ્રિપ્સ, રેઝર, અને એપિલેટર દ્વારા હટાવી દેતી હોય છે. પરંતુ ભારતમાં એક મહિલા એવી પણ છે જેને મૂછ છે અને તે મૂછ રાખવાનું ખુબ પસંદ પણ કરે છે. અનેકવાર લોકો મજાક ઉડાવે છે પણ તે માનતી નથી અને મૂછ કઢાવતી નથી. આ મહિલા વિશે ખાસ જાણો. 

કેરળના શાયઝા આ  કારણસર નથી કઢાવતી મૂછ
પુરુષો જેવી મૂછ ધરાવતી આ મહિલાનું નામ શાયઝા છે જે કેરળ રાજ્યના કન્નૂરમાં રહે છે. 35 વર્ષી આ શાયઝા માટે એવું પણ ઘણીવાર બનતું હોય છે કે મૂછના વાળ તેને મજાકનું પાત્ર બનાવી દે છે. પરંતુ શાયઝાએ નક્કી કરી લીધુ છે કે તે મૂછ રાખશે જ. એક ઈન્ટરવ્યુમાં તેણે કહ્યું કે મને મૂછ રાખવી ગમે છે એટલે હું મૂછ કઢાવીશ નહીં. 

શાયઝાને ચહેરા પર ખુબ વાળ હતા. તે નિયમિત રીતે થ્રેડિંગ કરાવતી હતી. પરંતુ તેણે ક્યારેય ઉપરના હોઠ પર આવતા વાળ હટાવવાની જરૂરિયાત લાગી નહીં. પાંચ વર્ષ પહેલા તેના મૂછના વાળ મોટા થવાના શરૂ થઈ ગયા. શાયઝા હવે મૂછ વગર રહેવાની કલ્પના પણ કરી શકે  તેમ નથી. 

એક ઈન્ટરવ્યુમાં તેણે જણાવ્યું કે કોરોના મહામારી દરમિયાન મને માસ્ક પહેરવું પણ ગમતું નહતું. કારણ કે દર વખતે માસ્ક પહેરું ત્યારે મારી મૂછ ઢંકાઈ જતી હતી. અનેક લોકોએ મને મૂછ કપાવી નાખવાનું કહ્યું પરંતુ હું મૂછ કઢાવીશ નહીં. મને ક્યારેય એવું લાગ્યું નથી કે હું સુંદર નથી. 

પુત્રી કરે છે ખુબ સપોર્ટ
શાયઝાનો પરિવાર અને તેની પુત્રી તેને ખુબ સપોર્ટ કરે છે. તેની પુત્રી હંમેશા કહે છે કે તેના પર મૂછ સારી લાગે છે. અનેકવાર શાયઝાએ રસ્તાઓ પર લોકોના ટોણા સાંભળ્યા છે પરંતુ તેને લોકોની મજાક સાથે કોઈ ફરક પડતો નથી. શાયઝાના જણાવ્યાં મુજબ તે બાળપણથી જ ખુબ શરમાળ હતી અને તેના ગામની મહિલાઓ સાંજે 6 વાગ્યા બાદ ઘરની બહાર નીકળતી નહતી. તેના ગામમાં મહિલાઓને ઘરમાંથી નીકળવાનું બાજુ પર રહ્યું તેમને બહાર બેસવાની પણ પરમિશન નહતી.

પરંતુ જ્યારે તેના લગ્ન થયા તો તે તેના સાસરે તમિલનાડુ જતી રહી. ત્યાં તેને ઘણી છૂટ મળી. તેના પતિ કામે જતા રહેતા હતા અને જો તેને કોઈ વસ્તુની જરૂર હોય તો તે રાતે એકલા દુકાને જતી રહેતી હતી. પોતાના દમ પર કામ કરવાનું શીખી અને તેનાથી તેનો આત્મવિશ્વાસ વધી ગયો. 

મહિલાઓે કેમ આવી જાય છે દાઢી મૂછ
તજજ્ઞોના જણાવ્યાં મુજબ કેટલીક મહિલાઓના શરીરમાં કેટલાક ભાગોમાં વધુ વાળ આવતા હોય છે. આ વાત હોઠ ઉપર, દાઢી, છાતી, પેટના નીચેના ભાગ પર હોય છે. સમય સાથે તે મોટા પણ થાય છે. એમ પણ કહી શકાય કે પુરુષોના શરીરના જે ભાગમાં મોટા વાળ હોય છે મહિલાઓને પણ તે જ  ભાગમાં વાળ મોટા થતા જાય છે. મેડિકલ ભાષામાં આ સ્થિતિને હિર્સુટિઝમ કહે છે. (HIrsutism) શરીરમાં મેલ હોર્મોન્સ વધવા કે પછી ફીમેલ હોર્મોન્સ ઓછા થઈ જવાથી હોર્મોન્સ અસંતુલિત થઈ જાય છે અને અનેક જ્ગ્યાએ અણગમતા વાળ આવી જાય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news