7th Pay Commission Latest News: જો તમે પણ કેન્દ્રીય કર્મચારી છો તો તમારા માટે આ સમાચાર કામના છે. કેન્દ્ર સરકારે તાજેતરમાં જ 3 ટકા ડીએ વધારવાની મંજૂરી આપી છે. ત્યારબાદ કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થું વધીને 34 ટકા થઈ ગયું છે. જો કે, હવે કર્મચારીઓનો પગાર વધવાનો છે. કર્મચારીઓના 4 અન્ય ભથ્થામાં વધારો કરવા પર સરકાર વિચાર કરી રહી છે. જો આ ભથ્થા પર મોહર લાગી જાય છે તો કર્મચારીઓના પગારમાં બમ્પર વધારો થશે. આવો જાણીએ આ ભથ્થા વિશે...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેન્દ્રીય કર્મચારીઓ માટે ગુડ ન્યુઝ!
કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારા બાદ હવે અન્ય ભથ્થામાં પણ વધારો થવાનો છે. આગામી મહિને કર્મચારીઓનો પગાર વધારા સાથે આવશે. સાથે જ કર્મચારીઓને 3 મહિનાનું એરિયસ પણ મળશે.


રાજસ્થાનમાં મોટો રોડ અકસ્માત, ટ્રક સાથે અથડાઈ પિકઅપ, 9 લોકોના મોત


ટીએ અને સીએમાં વધારો
મોંઘવારી ભથ્થું વધ્યા બાદ હવે કર્મચારીઓના ટ્રાવેલ એલાઉન્સ અને સિટી એલાઉન્સમાં પણ વધારો થશે. ડીએ વધારા બાદ ટીએ અને સીએમાં વધારાનો રસ્તો સાફ થઈ ગયો છે.


19 વર્ષના છોકરાના Innovation પર થશે તમને ગર્વ, દુનિયાના કોઈપણ ખુણેથી કરી શકાય છે ઉપયોગ


વધશે ગ્રેચ્યુઈટી
આ ઉપરાંત પ્રોવિડેન્ટ ફન્ડ અને ગ્રેચ્યુઇટીમાં પણ વધારો થશે. કેન્દ્રીય કર્મચારીઓના મંથલી પીએફ અને ગ્રેચ્યુઇટીની ગણતરી બેઝિક વેતન અને ડીએથી થયા છે. એવામાં મોંઘવારી ભથ્થું વધવાથી પીએફ અને ગ્રેચ્યુઇટી પણ વધવાનું નક્કી છે.


માસ્કની વાપસી, એરપોર્ટ-રેલવે-બસ સ્ટેશન પર માસ ટેસ્ટિંગ... શું આ લોકડાઉનની આહટ છે?


કર્મચારીઓને થશે ડબલ ફાયદો
ડીએ વધવાથી કેન્દ્રીય કર્મચારીઓના હાઉસ રેન્ટ અલાઉન્સ અને ટ્રાવેલ અલાઉન્સમાં વધારો નક્કી છે. કર્મચારીઓને એક સાથે ચાર ભથ્થામાં વધારાનો ફાયદો મળી શકે છે. સરકારી કર્મચારીનો ડીએ માત્ર 9 મહિનામાં વઘીને ડબલ થઈ ગયો છે. હવે કર્મચારીની સાથે પેન્શનર્સને 34 ટકાના હિસાબથી ડીએ અને ડીઆર મળશે.


બોલીવુડ એક્ટ્રેસના ઘરમાં ગુંજશે બાળકની કિલકારી, કાજલ અગ્રવાલે પુત્રને આપ્યો જન્મ


સરકાર પર વધશે ભાર
સરકારની આ જાહેરાત બાદ 50 લાખ કર્મચારીઓ અને 65 લાખ પેન્શનરોને ફાયદો મળશે. બીજી તરફ તેનાથી સરકાર પર 9455.50 કરોડનો વાર્ષિક ભાર વધશે. આ ઉપરાંત કેન્દ્રીય કર્મચારી સંગઠન સરકાર પર 18 મહીનાની બાકી રકમ માટે પણ દબાણ બનાવી રહ્યું છે. કર્મચારીઓનું કહેવું છે કે સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે કે પગાર અને ભથ્થું એ કર્મચારીનો અધિકાર છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube