Coronavirus in India: માસ્કની વાપસી, એરપોર્ટ-રેલવે-બસ સ્ટેશન પર માસ ટેસ્ટિંગ... શું આ લોકડાઉનની આહટ છે?

Coronavirus in India: દેશમાં કોરોનાના કેસ વધતા રાજ્ય સરકાર એલર્ટ થઈ ગઈ છે. યુપી સરકારે લખનઉ સહિત દિલ્હીની નજીકના જિલ્લામાં માસ્કને ફરજિયાત કર્યું છે. રાજધાની દિલ્હીમાં આવતીકાલે એકક મહત્વની બેઠક યોજાવાની છે, જેમાં પ્રતિબંધોને લઇને કેટલાક નિર્ણય લેવામાં આવી શકે છે.

Coronavirus in India: માસ્કની વાપસી, એરપોર્ટ-રેલવે-બસ સ્ટેશન પર માસ ટેસ્ટિંગ... શું આ લોકડાઉનની આહટ છે?

Coronavirus in India: દેશમાં કોરોનાની રફતાર ફરી વધતી જોવા મળી રહી છે. દિલ્હી-એનસીઆરના વિસ્તારોમાં કોરોના ઝડપથી ફેલાઈ રહ્યો છે. અહીં મોટી સંખ્યામાં હવે બાળકો પણ સંક્રમિત થઈ રહ્યા છે. ત્રીજી લહેર ખતમ થયા બાદ જે પ્રતિબંધો હટાવવામાં આવ્યા હતા, હવે તેમને ફરીથી લાગુ કરવામાં આવી રહ્યા છે. યુપી સરકારે લખનઉ સહિત 7 શહેરોમાં માસ્કને ફરી ફરજિયાત કર્યું છે. કોરોનાની સ્થિતિ પર બુધવારે DDMA ની બેઠક યોજાવાની છે, જેમાં કેટલાક પ્રતિબંધો પર નિર્ણય લેવામાં આવી શકે છે.

સૌથી વધુ કેસ દિલ્હી-એનસીઆરમાં સામે આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1247 કેસ સામે આવ્યા છે. તેમાંથી 501 કેસ માત્ર દિલ્હીમાં નોંધાયા છે. એટલે કે, દર બીજા સંક્રમિત દિલ્હીમાં મળી આવ્યા છે.

રાજધાની દિલ્હી અને તેની નજીક એનસીઆરના વિસ્તારોમાં વધતા કોરોનાના કેસ જોતા ઉત્તર પ્રદેશની યોગી સરકારે લખનઉ સહિત 7 જિલ્લામાં માસ્ક ફરજિયાત કર્યું છે. જે જિલ્લામાં માસ્કને ફરજિયાત કરવામાં આવ્યું છે તેમાં લખનઉ ઉપરાંત ગૌતમ બુદ્ધ નગર, ગાઝિયાબાદ, હાપુડ, મેરઠ, બુલંદશહેર અને બાગપત સામેલ છે.

કોરોના કેસમાં ઘટાડો થયા બાદ 1 એપ્રિલથી ઉત્તર પ્રદેશમાં જાહેર સ્થળો પર માસ્કની જરૂરિયાત નાબૂદ કરવામાં આવી હતી. પરંતુ હવે ફરીથી માસ્કને ફરજિયાત કરવામાં આવ્યું છે. માસ્ક નહીં પહેરવા પર 1 હજાર રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે. સીએમ યોગીએ અધિકારીઓને કોવિડ પ્રોટોકોલનું કડક પાલન કરાવવાના આદેશ આપ્યા છે.

બસ-રેલવે સ્ટેશન અને એરપોર્ટ પર માસ ટેસ્ટિંગ
માસ્ક ફરજિયાતની સાથે સાથે હવે ફરીથી કોરોનાના માસ ટેસ્ટિંગ પણ શરૂ કરવામાં આવ્યા છે. લખનઉમાં હવે દિલ્હી, એનસીઆર, નોઈડા, ગાઝિયાબાદ, હરિયાણા અને મહારાષ્ટ્રથી આવતા મુસાફરોનું એરપોર્ટ, બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશન પર કોરોના ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત શૈક્ષણિક સંસ્થા, કોલેજ, યુનિવર્સિટી અને મેડિકલ યુનિવર્સિટીમાં પણ કોરોના ટેસ્ટિંગ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. લખનઉમાં પોઝિટિવિટી રેટ વધતા તંત્ર દ્વારા કોન્ટેક્ટ ટ્રેસિંગ વધારવાના આદેશ પણ આપ્યા છે. આ ઉપરાંત શકમંદોની તપાસ કરવા માટે કોમ્યુનિટી હેલ્થ સેન્ટરને મેડિકલ ટીમ અને ગાડીઓ પણ આપવામાં આવશે.

દિલ્હીમાં લાગશે લોકડાઉન?
રાજધાની દિલ્હીમાં કોરોનાની સ્થિતિ સતત ખરાબ થતી જોવા મળી રહી છે. અહીં સંક્રમણ દર 8 ટકા નજીક પહોંચી ગયો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના જણાવ્યા અનુસાર, 5 ટકાથી વધારે સંક્રમણ દર ચિંતાજનક હોય છે. દિલ્હીમાં ત્રણ દિવસમાં સંક્રમણ દર 5 ટકાથી ઉપર છે.

દિલ્હી સરકારના જ ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન અનુસાર, જો સતત બે દિવસ સુધી 5 ટકાથી વધારે સંક્રમણ દર રહે છે તો રેડ એલર્ટ લાગુ કરવામાં આવશે. રેડ એલર્ટનો અર્થ છે કે સંપૂર્ણ લોકડાઉન. જો કે, આ વખતે સંપૂર્ણ લોકડાઉન લાગવાની આશંકા એટલા માટે ઓછી છે કેમ કે, સંક્રમણ ભલે વધી રહ્યું છે પરંતુ હોસ્પિટલમાં દાખલ થતા દર્દીઓની સંખ્યા ઘણી ઓછી છે.

રાજધાની દિલ્હીમાં વધતી કોરોનાની સ્થિતિને જોતા બુધવારના દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની બેઠક યોજાવાની છે. આ બેઠકમાં કોરોનાના પ્રતિબંધોને ફરી લગાવવા પર નિર્ણય લેવામાં આવી શકે છે. દિલ્હી સરકારે માસ્કની જરૂરિયાતને નાબુદ કરી હતી, જેને ફરીથી ફરજિયાત કરવામાં આવ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news