Jhunjhunu Accident: રાજસ્થાનમાં મોટો રોડ અકસ્માત, ટ્રક સાથે અથડાઈ પિકઅપ, 9 લોકોના મોત

Accident In Jhunjhunu: રાજસ્થાનના ઝુંઝુંનમાં એક મોટો રોડ અકસ્માત થયો છે. આ ઘટના બાદ ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા છે. આ ઘટનામાં 8 લોકોના સ્થળ પર મોત નિપજ્યા જ્યારે 1 ઇજાગ્રસ્તનું હોસ્પિટલમાં મોત થયું છે.

Jhunjhunu Accident: રાજસ્થાનમાં મોટો રોડ અકસ્માત, ટ્રક સાથે અથડાઈ પિકઅપ, 9 લોકોના મોત

Accident In Jhunjhunu: રાજસ્થાનના ઝુંઝુંનમાં એક મોટો રોડ અકસ્માત થયો છે. અહીં એક પિકએપ ગાડી ટ્રક સાથે અથડાઈ છે. આ દુર્ઘટનામાં 9 લોકોના મોત થયા છે. આ ઘટનામાં 8 લોકોના સ્થળ પર મોત નિપજ્યા જ્યારે 1 ઇજાગ્રસ્તનું હોસ્પિટલમાં મોત થયું છે.

પિકઅપ ગાડીમાં સવાર હતા 20 થી 22 લોકો
સબ-ઇન્સ્પેક્ટર શંકરલાલ છાબાએ જણાવ્યું કે, દુર્ઘટનાનો શિકાર થેયલી પિકઅપ ગાડીમાં 20 થી 22 લોકો સવાર હતા. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો અને ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. તેમને જણાવી દઈએ કે, ઇજાગ્રસ્ત થયેલા લોકોના પરિવારનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત જે લોકોનું દુર્ઘટનામાં મોત થયું છે તેમના પરિવારની પણ જાણકારી મેળવવામાં આવી રહી છે.

20-22 people were traveling to their homes in a pickup vehicle when the incident happened. 8 people died on the spot, 1 died in hospital: Shankarlal Chabba, Sub-Inspector pic.twitter.com/fbqGQI60dc

દુર્ઘટનામાં માતા-પુત્રીનું મોત
જણાવી દઈએ કે, આ અગાઉ સોમવારના પણ ઝુંઝુનમાં એક દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં માતા-પુત્રીનું મોત થયું હતું. આ દુર્ધટના ઝુંઝુનના મુકુંદગઢ વિસ્તારમાં નવલગઢ રોડ પર પણિહારી ઉત્સવ વાટિકા હોટલ પાસે બની હતી. એક અજ્ઞાત વાહને બાઈકને ટક્કર મારી હતી. અકસ્માતમાં બાઈખ સવાર માતા-પુત્રીનું મોત થયું હતું. જો કે, બાઈક ચાલક શખ્સ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો.

સીકરનો રહેવાસી હતો અકસ્માતનો શિકાર પરિવાર
જો કે, અકસ્માતમાં ઇજાગ્રસ્ત શખ્સને નવલગઢની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેની સારવાર કર્યા બાદ રેફર કરવામાં આવ્યો હતો. મળતી જાણકારી અનુસાર શખ્સ સીકરના રાધાકિશનપુરાનો રહેવાસી હતો. શખ્સ તેની પત્ની અને પુત્રી સાથે મંડાવા તરફ જઈ રહ્યો હતો. આ દરમિયાન એક અજાણ્યા વાહને તેમની બાઈકને ટક્કર મારી હતી અને અકસ્માતમાં તેની પત્ની અને બે વર્ષની બાળકીનું મોત થયું હતું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news