ઘર ખરીદનારાઓને મોદી સરકાર હવે આપશે આ `મોટી` ભેટ, મિડલ ક્લાસને સૌથી વધુ ફાયદો
સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ઘરોની સાઇઝમાં મોટો ફેરફાર કર્યો છે. મિડિલ ઇનકમ ગ્રુપ એટલે કે એમઆઇજી-I અને એમઆઇજી-II કેટેગરીના ઘરોનો કાર્પેટ એરિયા વધારી દેવામાં આવ્યો છે.
નવી દિલ્હી: મોદી સરકાર ઘર ખરીદનારાઓ માટે મોટી ખુશખબરી લઇને આવી છે. સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ઘરોની સાઇઝમાં મોટો ફેરફાર કર્યો છે. મિડિલ ઇનકમ ગ્રુપ એટલે કે એમઆઇજી-I અને એમઆઇજી-II કેટેગરીના ઘરોનો કાર્પેટ એરિયા વધારી દેવામાં આવ્યો છે. એમઆઇજી-I માં એરિયા 120 વર્ગમીટરથી વધારીને 160 વર્ગમીટર કરી દેવામાં આવ્યો છે. તો બીજી તરફ એમઆઇજી-II માં ઘરોનો એરિયા 150 વર્ગમીટરથી વધારીને 200 વર્ગમીટર કરી દેવામાં આવ્યો છે. એમઆઇજી-I માં વાર્ષિક 6 થી 12 લાખ સુધી કમાનાર અને એમઆઇજી-11 12 થી 18 લાખ સુધી કમાનારા ઘર માટે લોન મળે છે.
મળશે સબસિડીનો પણ ફાયદો
સરકારનો આ નિર્ણય 1 જાન્યુઆરી 2017થી લાગૂ થશે. એટલે કે જો તમે 1 જાન્યુઆરી 2017 બાદ મકાન ખરીદ્યુ છે અને વધેલા કાર્પેટ એરિયામાં ખરીદ્યુ છે તો તમારે વડાપ્રધાન આવાસ યોજના હેઠળ મળનાર સબસિડીનો ફાયદો મળશે. સરકારે એ પણ જાણકારી આપી છે કે 11 જૂન સુધી 736 કરોડ રૂપિયાની સબસિડી લોકોને આપવામાં આવી છે.
ઘણા દિવસો પછી આવી Jio ની ધમાકેદાર ઓફર, બધા પ્લાનમાં મળશે આ ફાયદો
મિડલ ક્લાસને સૌથી વધુ ફાયદો
આ ફેરફારથી મિડલ ક્લાસને સૌથી વધુ ફાયદો મળશે. અત્રે ઉલ્લેખનીય છે કે એમઆઇજી-I માં 6-12 લાખ રૂપિયા કમાનાર લોકો લોનને પાત્ર હોય છે. તો બીજી તરફ એમઆઇજી-II માં 12 થી 18 લાખ રૂપિયા કમાનારા લોકો લોન પાત્ર હોય છે. એમઆઇજી-I માં ગ્રાહકોને 4 ટકાની લોન સબસિડી મળે છે. એમઆઇજી-II માં ગ્રાહકોને 3 ટકા લોનની સબસિડી મળે છે. એમઆઇજી-I માં ગ્રાહકોને 2,35,068 નો સીધો ફાયદો મળશે. તો બીજી તરફ એમઆઇજી-II માં ગ્રાહકોને 2,30,156 રૂપિયાનો સીધો ફાયદો મળશે.
આ વર્ષે ફાળવાશે ઘર
ઇકોનોમિક્સ ટાઇમ્સના સમાચાર અનુસાર શહેરોમાં કુલ 1.18 કરોડ ઘરોનું નિર્માણ 2022ના બદલે વર્ષ 2020 સુધી પુરૂ થઇ જશે. તો બીજી તરફ ગ્રામીણ વિસ્તારોમાં 1 કરોડ ઘરોનું નિર્માણ આ વર્ષના અંત સુધી ફાળવવામાં આવશે. ફાળવણી કરવા પાછળનો હેતુ છે કે લોકોને વિશ્વાસ થશે તે તેમને મકાન મળવાનું છે. તમને જણાવી દઇએ કે આ પહેલાં 45 લાખ ઘરોને મંજૂરી આપી દેવામાં આવી છે.
પેન ડ્રાઇવ વડે હેક થઇ જાય છે ATM મશીન, હેકર્સ આ રીતે કાઢી લે છે બધા પૈસા
ગ્રામીણ વિસ્તારોમાં પહેલાં મળશે ઘર
સરકારની યોજના હેઠળ ગરીબોને ઘર આપવાનો હેતુ વડાપ્રધાન આવાસ યોજનાને ગ્રામીણ વિસ્તારો સુધી લઇ જવાનો છે. પહેલાં આ વિસ્તારોમાં ઘર આપવામાં આવશે. ગરીબોને ઘર મળતાં એક મોટો ફેરફાર આવશે અને ન્યૂ ઇન્ડીયાનું નિર્માણ થશે.
ઉત્તર પ્રદેશમાં બનાવ્યા 8 લાખ ઘર
વડાપ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સૌથી વધુ ઘર ઉત્તર પ્રદેશમાં બનાવવામાં આવ્યા છે. રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં સૌથી ઓછા ઘર હતા. તેના લીધે ગત એક વર્ષમાં ઉત્તર પ્રદેશમાં સરકારે 8 લાખ ઘર બનાવ્યા છે. આ કોઇ પણ રાજ્યથી વધુ છે. એટલું જ નહી ઘર લેનાર લોકોને 1.2 લાખ રૂપિયાની સબસિડી પણ આપવામાં આવી છે.
બીજા કયા રાજ્યોમાં કેટલા ઘર
ગત એક વર્ષમાં મધ્ય પ્રદેશે 6 લાખ ઘરોનું નિર્માણ કર્યું છે. તો બીજી તરફ રાજસ્થાનમાં 3.5 લાખ ઘરોનું નિર્માણ કરવામાં આવ્યું છે. વડાપ્રધાન આવાસ યોજના હેઠળ અત્યાર સુધી 40 લાખથી વધુ ઘરોનું નિર્માણ કરવામાં આવ્યું છે. જૂન સુધી અમારો ટાર્ગેટ 60 લાખ ઘર બનાવવાનો છે. બાકી 40 લાખ ઘરોનું ડિસેમ્બર 2018 સુધી બનાવવનો ટાર્ગેટ છે.
2016માં લોંચ થઇ હતી યોજના
વડાપ્રધાન આવાસ યોજનાને પીએમ મોદીએ 2016માં લોંચ કરી હતી. તેની ડેડલાઇન માર્ચ 2019 રાખવામાં આવી હતી. એક તરફ ગ્રામીણ વિસ્તારોમાં જ્યાં 40 લાખ ઘર બનાવવામાં આવ્યા છે. તો બીજી તરફ શહેરી વિસ્તારોમાં જમીન અને પૈસાની સમસ્યાના લીધે 5 લાખ ઘરોનું જ નિર્માણ થયું છે. અહીં પણ 22 લાખ ઘરોનું નિર્માણ થવાનું છે.