રિલાયન્સ જીયોમાં ગૂગલ કરી શકે છે 30 હજાર કરોડનું રોકાણ, છેલ્લા તબક્કામાં વાતચીત
Reliance Jio Google: દેવુ ઘટાડવાને લઈને જ્યારે મુકેશ અંબાણીએ જીયો પ્લેટફોર્મ્સની ભાગીદારી વેચવાનું શરૂ કર્યું તો વિશ્વના રોકાણકારોની લાઇન લાગી ગઈ. નવી જાણકારી પ્રમાણે, ગૂગલ જીયોમાં 4 અબજ ડોલરનું રોકાણ કરી શકે છે.
નવી દિલ્હીઃ Reliance Jio Google: સોમવારે ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ કહ્યુ કેત તેઓ ભારતના ડિજિટલ ઇકોસિસ્ટમમાં આગામી 5-7 વર્ષમાં 10 અબજ ડોલરનું મોટુ રોકાણ કરશે. એક બિઝનેસ અખબાર સાથે વાતચીત દરમિયાન જ્યારે તેમને જીયો પ્લેટફોર્મમાં રોકાણની સંભાવનાને લઈને પૂછવામાં આવ્યું હતું, ત્યારે તેમણે ન તો ના કહી ન હા પાડી. બ્લૂમબર્ગના રિપોર્ટ પ્રમાણે ગૂગલ મુકેશ અંબાણીની કંપની જીયો પ્લેટફોર્મ્સમાં 4 અબજ ડોલર (આશરે 30 હજાર કરોડ)નું મોટુ રોકાણ કરી શકે છે. આ વાતચીત છેલ્લા તબક્કામાં છે.
અત્યાર સુધી 1.18 લાખ કરોડનું રોકાણ
જો આ ડીલ ફાઇનલ થાય તો ફેસબુક બાદ ગૂગલની પાસે કંપનીની સૌથી મોટી ભાગીદારી હશે. ફેસબુકે જીયોમાં 9.99 ટકાની ભાગીદારી માટે આશરે44 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. ત્યારબાદ કંપનીને અત્યાર સુધી ડઝનથી વધુ રોકાણકારો મળી ચુક્યા છે. મુકેશ અંબાણી જીયોની ભાગીદારી વેંચીને આશરે 1.18 લાખ કરોડ રૂપિયા ભેગા કરી ચુક્યા છે.
સુંદર પિચાઇએ વડાપ્રધાન મોદી સાથે કરી વાત, ડિજિટલ ઇન્ડીયામાં આટલા કરોડ રોકાણ કરશે Google
અલગ-અલગ સેગમેન્ટમાં રોકાણ કરશે ગૂગલ
ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ કહ્યુ હતુ કે, ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી ઇકોનોમી છે. કંપની આગામી 5-7 વર્ષમાં 10 અબજ ડોલરનું રોકાણ કરશે. રોકાણ કઈ રીતે કરવામાં આવશે, તેને લઈને તેમણે કહ્યુ કે, ગૂગલ મોટી કંપનીઓ, સ્ટાર્ટ-અપ્સ અને પાર્ટનરશિપ બિઝનેસમાં ઇક્વિટી ઇન્વેસ્ટમેન્ટ કરશે. મતલબ આવી કંપનીઓમાં તે ભાગીદારી ખરીદશે. આ સિવાય તે ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર પણ રોકાણ કરશે, જેમાં કંપનીનું ફોકસ ડેટા સેન્ટર બનાવવા અને વિકસિત કરવા પર હશે.
વોડા-આઇડિયામાં રોકાણને લઈને આવ્યા હતા સમાચાર
ઇન્ટરવ્યૂમાં જ્યારે તેમને જિયો અને વોડા-આઇડિયામાં રોકાણને લઈને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે આ ડીલને લઈને ન તો હામાં કે ન તો નામાં જવાબ આપ્યો હતો. આ પહેલા રિપોર્ટ આવ્યો હતો કે ગૂગલ વોડા-આઇડિયામાં 5 ટકા ભાગીદારી ખરીદી શકે છે. પરંતુ બાદમાં વોડાફોન તરફથી તેનું ખંડન કરવામાં આવ્યું હતું. વોડાફોને કહ્યું હતું કે, સત્તાવાર રીતે આ દિશામાં કોઈ વાતચીત ચાલી રહી નથી.
જુઓ LIVE TV
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube