નવી દિલ્હીઃ Alphabet Layoffs: ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટ (Alphabet) પોતાના 10,000 કર્મચારીઓની છટણી કરવા જઈ રહી છે. મેટા (Meta), એમેઝોન (Amazon), ટ્વિટર (Twiiter), અને સેલ્સફોર્સ બાદ આલ્ફાબેટ છટણી કરશે. માનવામાં આવી રહ્યું છે કે કંપની પોતાના કુલ વર્કફોર્સના 6 ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક રિપોર્ટ પ્રમાણે ગૂગલ ખરાબ પરફોર્મંસ કરનાર કર્મચારીઓને ન્યૂ રેન્કિંગ અને પરફોર્મંસ ઇમ્પ્રૂવમેન્ટ પ્લાન ( New Ranking And Improvement Plan) હેઠળ 10 હજાર જેટલા કર્મચારીઓને બહાર કરી શકે છે. નવી પરફોર્મંસ મેનેજમેન્ટ સિસ્ટમ દ્વારા આગામી વર્ષની શરૂઆતમાં એવા કર્મચારીઓને બહાર કરવામાં આવશે જેનું પ્રદર્શન સારૂ રહ્યું નથી. મેનેજર આ કર્મચારીઓ માટે રેટિંગ્સનો ઉપયોગ કરી શકે છે, જેથી તેને બોનસ અને સ્ટોક ગ્રાન્ટ ન આપવી પડે. 


આ પણ વાંચોઃ Bajaj Finance એ લોન્ચ કરી 39 મહિનાની સ્પેશિયલ FD, ગ્રાહકોને મળશે 7.85% નું રિટર્ન


આ નવી સિસ્ટમ દ્વારા એવા 6 ટકા એટલે કે 10,000 કર્મચારીઓને અલગ કેટેગરીમાં રાખવાનું કહેવામાં આવ્યું છે, જેનું પ્રદર્શન સારૂ રહ્યું નથી. આલ્ફાબેટમાં આશરે 1,87,000 કર્મચારી કામ કરે છે. અમેરિકી સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમીશન (SEC) ફાઇલિંગ પ્રમાણે આલ્ફાબેટમાં કામ કરનાર કર્મચારીઓનો એવરેજ પગાર  2,95,884 છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube