નવી દિલ્લીઃ અખાત્રીજના પર્વ પર સરકારી બેંકના કર્મચારીઓ માટે ખુશખબરી આવી છે. કેન્દ્ર સરકારે ભથ્થાની જાહેરાત કરી છે. જેથી સરકારી બેંકોમાં કામ કરતા 8 લાખથી વધારે કર્મચારીઓને તેનો સીધો લાભ મળશે. જાહેર ક્ષેત્રની બેંકો (PSB)નાં લગભગ 8.5 લાખ કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું (DA) નક્કી કરવામાં આવ્યું છે. આ DA મે, જૂન અને જુલાઈ 2021 માટે છે. ઇન્ડિયન બેન્ક્સ એસોસિએશન (IBA) એ તેની જાહેરાત કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

7th CPC: કેંદ્રીય કર્મચારીઓના DA પર કોરોનાની અસર! હવે ક્યારે થશે જાહેરાત?


ભથ્થું નક્કી કરવાનું શું છે ધારા-ધોરણ?
IBA નાં જણાવ્યા અનુસાર, ઇન્ડસ્ટ્રીયલ વર્કર માટે જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચની AIACPI સરેરાશ 7818.51 છે. તેનાથી DA Slab 367  (7818.51 – 6352 = 1466.51/4= 367 Slabs) બને છે. ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ માટે DA 374 Slabs હતો. તેમાં 7 Slabs ઘટાડો થયો છે. તેથી, આ વખતે DAની ગણતરી બેઝિક પેના 25.69% થયો છે. જે પાછલા ત્રિમાસિક કરતા લગભગ 0.49% ઓછું છે. 


Gold: સરકાર તમને આપી રહી છે સસ્તું સોનું ખરીદવાની સોનેરી તક!, 17મી મે થી કરી શકશો ખરીદી


કેન્દ્ર અન્ય વિભાગોમાં કર્મચારીઓ જોઈ રહ્યાં છે ભથ્થાની રાહઃ
જોકે, કેન્દ્ર સરકારનાં 52 લાખથી વધુ કર્મચારીઓ હજી પણ તેમના મોંઘવારી ભથ્થામાં વધારો થવાની રાહ જોઈ રહ્યા છે. કોવિડને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે તેમનું મોંઘવારી ભથ્થું બંધ કરી દીધું છે. ઓલ ઇન્ડિયા એવરેજ કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ AIACPIનાં આંકડા બહાર આવ્યા પછી ઇન્ડિયન બેંક્સ એસોસિએશન (IBA) એ આ જાહેરાત કરી છે. આ વખતે બેંક કર્મચારીઓનાં મોંઘવારી ભથ્થામાં 7 સ્લેબનો ઘટાડો થયો છે. 


ઉલ્લેખનીય છેકે, ગયા વર્ષે ઓક્ટોબર 2020 માં AIACPI વધીને 7855.76 પર પહોંચી ગઇ હતી. બાદમાં, તેમાં વધારો નોંધવામાં આવ્યો. નવેમ્બર અને ડિસેમ્બરમાં તે અનુક્રમે 7882.06 અને 7809.74 થઇ ગઇ.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube