નવી દિલ્હી: સરકારે શનિવારે વિભિન્ન આવકવેરા માટે સમયમર્યાદા 31 મે સુધી વધારી દેવામાં આવી છે, જેના હેઠળ નાણાકીય વર્ષ 2019-20 માટે પેંડીગ અથવા સુધારેલા રિટર્નનો સમાવેશ કરવામાં આવ્યો છે. સીબીડીટી (CBDT) એ કહ્યું કે તેને અનુપાલન જરૂરિયાતોમાં છૂટ માટે વિભિન્ન હિતધારકો પાસેથી અનુરોધ મળ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સરકારે એક સત્તાવાર નિવેદનમાં કહ્યું છે કે કોવિડ 19 મહામારીના કારણે પેદા થયેલી પ્રતિકૂળ સ્થિતિ અને દેશભરમાં કરદાતાઓ, કર સલાહકારો અને અન્ય હિતધારકો પાસેથી મળેલા અનુરોધોને ધ્યાનમાં રાખીને વિભિન્ન અનુપાલન (Income tax compliance) તારીખોની સમયસીમા વધારી દીધી છે. 

Home Loan: SBI પર કોરોના મહામારીની અસર, બેસિક વ્યાજ દર ઘટાડીને 6.70 ટકા કર્યો


સીબીડીટીએ કહ્યું કે વર્ષ 2020-21 માટે અધિનિયમની કલમ 139 ની ઉપધારા ચાર હેઠળ પેડીંગ રિટર્ન દાખલ કરવા, ઉપધારા પાંચ હેઠળ સુધારેલ રિટર્ન દાખલ કરવાની તારીખ પહેલાં 31 માર્ચ 2021 હતી, જેને વધારીને 31 મે સુધી કરી દેવામાં આવી છે. આ અધિનિયમની કલમ 148 હેઠળ નોટીસના જવાબમાં ઇનકમ ટેક્સ રિટર્ન હવે નોટિસમાં આપવામાં આવેલા સમય અથવા 31 મે 2021 સુધી ભરી શકાશે. ડીઆરપી પર વાંધો નોંધાવવા અને કમિશ્નર સમક્ષ અપીલ દાખલ કરવાની તારીખને 31 મે સુધી વધારવામાં આવી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube