The government increased the minimum basic salary: કેન્દ્ર સરકાર દ્વારા આ વર્ષનું પૂર્ણ બજેટ રજૂ કરવાની તૈયારી ચાલી રહી છે. નવા બજેટમાં ઘણી જાહેરાત કરવામાં આવી શકે છે. આ બજેટમાં કેન્દ્રીય કર્મચારીઓને મોટી ખુશખબર મળી શકે છે. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે કેન્દ્ર સરકાર કર્મચારી ભવિષ્ય નિધિમાં  (Employees Provident Fund)યોગદાન કરવા માટે મિનિમમ બેસિક સેલેરીમાં વધારો થઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેટલો થશે વધારો
કેન્દ્ર સરકાર કર્મચારી ભવિષ્ય નિધિમાં યોગદાન કરવા માટે અત્યારે મિનિમમ બેસિક સેલેરી 15000 રૂપિયા છે, જેને વધારી 25000 રૂપિયા કરવામાં આવી શકે છે. આ પ્રસ્તાવને શ્રમ તથા રોજગાર મંત્રાલયે તૈયાર કર્યો છે. જેની સાથે જોડાયેલી જાહેરાત 23 જુલાઈ એટલે કે બજેટના દિવસે થઈ શકે છે. 


સંશોધનની તૈયારી
મંત્રાલય દ્વારા 10 વર્ષ બાદ આ સંશોધન કરવામાં આવી રહ્યું છે. આ સુધારો કર્મચારીઓના સામાજિક સુરક્ષા કવરેજને વધારવા માટે કરવામાં આવી રહ્યો છે. આ પહેલા મિનિમમ બેસિક સેલેરીમાં 10 વર્ષ પહેલા એટલે કે 1 સપ્ટેમ્બર 2014ના વધારો થયો હતો. ત્યારે મિનિમમ પગારની મર્યાદા 6500 રૂપિયાથી વધારી 15000 રૂપિયા કરવામાં આવી હતી. 


આ પણ વાંચોઃ કેન્દ્રીય કર્મચારીઓ તૈયાર થઈ જાઓ! ચોમાસામાં પૈસાનો વરસાદ થશે, જાણો કેટલું વધશે DA


કર્મચારી રાજ્ય વીમા નિગમમાં પગાર મર્યાદા વધારે છે
સેન્ટ્રલ એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડમાં ન્યૂનતમ પગાર મર્યાદા હાલમાં 15,000 રૂપિયા છે. પરંતુ એમ્પ્લોઈઝ સ્ટેટ ઈન્સ્યોરન્સ કોર્પોરેશને વર્ષ 2017થી જ લઘુત્તમ મર્યાદામાં વધારો કર્યો હતો. જે 21 હજાર રૂપિયા છે.


ઈપીએફ ખાતામાં કર્મચારી અને એમ્પ્લોયર બંને મળી બેસિક સેલેરી અને મોંઘવારી ભથ્થામાં 12-12 ટકાનું યોગદાન આપે છે. જેમાં કર્મચારીઓનું સંપૂર્ણ યોગદાન ઈપીએફઓના ખાતામાં જમા થાય છે, પરંતુ એમ્પ્લોયરનું 8.33 ટકા યોગદાન કર્મચારી પેન્શન યોજના અને 3.67 ટકા યોગદાન પીએફ ખાતામાં જમા કરવામાં આવે છે.