નવી દિલ્હી: દિવાળી પહેલાં જ ડુંગળી  (onion) ના ભાવમાં ઘટાડો થઇ શકે છે. સરકાર ડુંગળીનો એક લાખ ટન બફર સ્ટોક (onion buffer stock) માર્કેટમાં જાહેર કરી રહી છે. એવામાં ડુંગળીની સપ્લાય  (onion supply) વધવાથી ભાવમાં ઘટાડો આવી શકે છે. કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર (Narendra Singh Tomar) એ જણાવ્યું કે સામાન્ય લોકોને રાહત પહોંચાડવા માટે સરકાર એક લાખ ટન બફર સ્ટોક રિલીઝ કરી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Nafed જાહેર કરશે 
કૃષિ મંત્રી તોમરે કહ્યું કે ડુંગળીના ભાવને કાબૂ કરવા માટે અમે સમયસર એક્સપર્ટ પર પ્રતિબંધ લગાવ્યો છે અને ઇંપોર્ટના રસ્તા ખૂલી ગયા છે, હવે  National Agricultural Cooperative Marketing Federation (NAFED) એક લાખ ટન બફર સ્ટોક જાહેર કરી રહી છે. 


માર્કેટમાં વધી ડુંગળીની આવક
સરકારી આંકડા અનુસાર ચેન્નઇમાં જથ્થાબંધ ડુંગળીની કિંમત 76 રૂપિયા પ્રતિ કિલોગ્રામથી ઘટીને 24 ઓક્ટોબરના રોજ 66 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર આવી ગયો છે. આ પ્રકારે મુંબઇ, બેંગલુરૂ અને ભોપાલમાં પણ ભાવ 5-6 રૂપિયા પ્રતિ કિલો ઘટીને 70 રૂપિયા પ્રતિકિલોગ્રામ, 64 રૂપિયા પ્રતિ કિલો અને 40 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર આવી ગયો છે. બજારમાં દૈનિક આવકમાં કેટલાક સુધારા બાદ કિંમતોમાં ઘટાડો આવ્યો છે. 


મહારાષ્ટ્ર ઉપરાંત લાસલગાંવમાં ડુંગળીના ભાવમાં 5 રૂપિયાનો ઘટાડો આવ્યો છે અને આ 51 રૂપિયા કિલો પર આવી ગયો છે. લાસલગાંવ એશિયામાં ડુંગળીની જથ્થાબંધ માર્કેટ છે. 


ક્યારે આવશે ડુંગળીનો પાક
બજારમાં નવી ઉપજ આગામી ત્રણથી ચાર મહિનામાં આવશે. ભારે વરસાદના લીધે ખેતરોમાં ડુંગળીના પાકને નુકસાન પહોંચાડ્યું છે. જે પણ ડુંગળી બજારમાં આવી રહી છે તે માર્ચ અને એપ્રિલનો પાક છે. સૌથી મોટી વાત એ છે કે જથ્થાબંધ માર્કેટમાં ડુંગળીની આવક દરરોજ વઘઘટ થાય છે. પુણેના જથ્થાબંધ માર્કેટમાં ડુંગળી આવક 500 ટ્રકથી ઘટીને 150 ટ્રક પ્રતિ દિવસ થઇ ગઇ છે. એટલે કે સામાન્ય દિવસોમાં જ્યાં દરરોજ 500 ટ્રક પહોંચતા હતા. હવે ફક્ત ત્રણ ચર્તુંથાંશ જ આવક થઇ રહી છે. 


બિઝનેસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube