Government Schemes: હવે સરકારે સરકારી મહિલા કર્મચારીઓના હિતને ધ્યાનમાં રાખ્યું છે. તેમના માટે એક નવી જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે 2 જાન્યુઆરીએ આ મામલે સંપૂર્ણ માહિતી આપી હતી. પેન્શનના મુદ્દે સરકારે કહ્યું કે જે મહિલાઓના વૈવાહિક સંબંધો વિવાદમાં છે. હવે તે સરકારી મહિલા કર્મચારી પેન્શન માટે તેના બાળકોમાંથી એક અથવા વધુ બાળકોનું નામ નોમિનેટ કરી શકે છે. તમને જણાવી દઈએ કે સેન્ટ્રલ સિવિલ સર્વિસીસ પેન્શન રૂલ્સ 2021ના નિયમ 50માં નિવૃત્ત સરકારી કર્મચારીના મૃત્યુ બાદ તેના પરિવારને પેન્શન આપવાની જોગવાઈ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક સમયે આમના એક ઇશારે થંભી જતા હતા વિમાન, હવે સ્ટેશન પર જોઇ રહ્યા છે ટ્રેનની રાહ
ફ્લાઇટમાં મુસાફરને આવ્યું ભયંકર પ્રેશર, સીટ પર કરી દીધી છી.., આખી ફ્લાઇટ ગંધાણી


પહેલા આવા હતા નિયમો 
સરકારે આ નિયમ બદલ્યો તે પહેલા સરકારી કર્મચારી અથવા પેન્શનધારકના મૃત્યુ બાદ તેમના જીવનસાથી અથવા પેન્શનરને પેન્શન આપવાની જોગવાઈ હતી. તો જ બાળકો સહિત પરિવારના કોઈપણ અન્ય સભ્ય આ પેન્શન મેળવવા માટે હકદાર બનશે. જ્યારે બંને એટલે પતિ અને પત્ની બંને મૃત્યુ પામે છે. અથવા તેઓ કાયદાકીય રીતે અયોગ્ય જાહેર કરવામાં આવતા હતા. 


ફર્રાટા ભરવા તૈયાર છે ટાટા મોટર્સનો આ શેર, 2-3 દિવસ માટે ખરીદી લો, તિજોરી ભરાઈ જશે
એક સમાચારથી ધડામ થયો મલ્ટીબેગર શેર, એક જ દિવસમાં 1100 થી વધુનો ઘટાડો


પેન્શન અને પેન્શનર્સ કલ્યાણ વિભાગે શું કહ્યું?
પેન્શન અને પેન્શનર્સ કલ્યાણ વિભાગે હવે આ નિયમોમાં ફેરફાર કર્યો છે. મતલબ કે હવે મહિલા સરકારી કર્મચારી પેન્શન માટે પતિના બદલે તેના બાળકોના નામ નોમિનેટ કરી શકશે. આ બાબતે વધુ વિગતો આપતાં, DOPPW સેક્રેટરી વી શ્રીનિવાસે જણાવ્યું હતું કે, "સુધારો એવા તમામ કેસોને લાગુ પડે છે કે જ્યાં મહિલા સરકારી કર્મચારીએ છૂટાછેડાની અરજી દાખલ કરી હોય અથવા ઘરેલું હિંસાથી મહિલાઓની સુરક્ષા અધિનિયમ અથવા ભારતીય દંડ સંહિતા હેઠળ કેસ દાખલ કર્યો હોય. એક પાત્ર બાળકને મહિલા કર્મચારીની પારિવારિક પેંશનના વિતરણની અનુમતિ આપે છે. આ પેન્શન નિયમમાં ફેરફારને કારણે હવે મહિલાઓને ઘણો ફાયદો થશે. આ નિયમ દ્વારા જે મહિલાઓના લગ્ન વિવાદમાં છે અથવા જેમના પારિવારિક સંબંધો સારા નથી ચાલી રહ્યા તેમને ઘણી રાહત મળશે.


સૌથી સારો મલ્ટીબેગર! 6 રૂપિયાથી 44 રૂપિયા થયો ભાવ, એક વર્ષમાં 335 ટકાની તેજી
અડધા થઇ ગયા 32MP સેલ્ફી કેમેરાવાળા સેમસંગના ફોનની ભાવ, ધડાધડ ઓર્ડર કરી રહ્યા છે લોકો
ગાર્ડનો પુત્ર બન્યો સ્ટાર ક્રિકેટર, ધોની-વિરાટનો છે માનીતો, 'દેશી મુંડા બડા હૈ કમાલ'