Suzlon Energy: સૌથી સારો મલ્ટીબેગર! 6 રૂપિયાથી 44 રૂપિયા થયો ભાવ, એક વર્ષમાં 335 ટકાની તેજી

Best Multibagger Stock: આ એનર્જી સ્ટોકે તાજેતરના સમયમાં તેના રોકાણકારોને મજબૂત વળતર આપ્યું છે અને તે બજારના શ્રેષ્ઠ મલ્ટિબેગર્સમાંથી એક બની ગયો છે...
 

Suzlon Energy: સૌથી સારો મલ્ટીબેગર! 6 રૂપિયાથી 44 રૂપિયા થયો ભાવ, એક વર્ષમાં 335 ટકાની તેજી

Suzlon Energy Ltd Stock Price: વિશ્વની સૌથી મોટી વિન્ડ ટર્બાઇન સપ્લાયર કંપનીઓમાંની એક સુઝલોન એનર્જીના શેર્સ સતત કમાલ કરી રહી છે. થોડા મહિનાઓમાં આ શેરે તેના રોકાણકારોને મજબૂત વળતર આપ્યું છે. હજુ પણ તેના ભાવમાં તેજીના દૌરમાં અટકવાનું નામ લઇ રહ્યો નથી. 

14 મહિનામાં 7 ગણાથી વધુ રિટર્ન
સુઝલોન એનર્જીનો શેર બુધવારે પણ સકારાત્મક ખુલ્યો હતો. બજાર ખુલતાની સાથે જ આ શેર 1 ટકાથી વધુના વધારા સાથે 44 રૂપિયાને પાર કરી ગયો હતો. સુઝલોનનું આ 52 સપ્તાહનું નવું ઉચ્ચ સ્તર પણ છે. છેલ્લા કેટલાક મહિનામાં આ શેર માત્ર રૂ. 6 થી રૂ. 44 સુધી પહોંચ્યો છે. ઓક્ટોબર 2022માં તેનો એક શેર 6 રૂપિયાની આસપાસ હતો. એટલે કે છેલ્લા 14 મહિનામાં તેની કિંમત 7 ગણાથી વધુ વધી છે.

માત્ર 4 મહિનામાં બની ગયો મલ્ટીબેગર 
છેલ્લા 5 દિવસમાં સુઝલોન એનર્જીના ભાવમાં 15 ટકાથી વધુનો વધારો થયો છે. આ સ્ટોક એક મહિનામાં લગભગ 12 ટકા વધ્યો છે. જો છેલ્લા 6 મહિના પર નજર કરીએ તો શેરના ભાવમાં 150 ટકાથી વધુનો વધારો થયો છે, જ્યારે માત્ર 4 મહિનામાં તેની કિંમત બમણી થઈ ગઈ છે. આનો અર્થ એ થયો કે છેલ્લા 4 મહિનાના હિસાબે જ સ્ટોક મલ્ટિબેગર બની જાય છે. 13 સપ્ટેમ્બર, 2023 ના રોજ, તેના એક શેરની કિંમત લગભગ 22 રૂપિયા હતી.

હજુ પણ છે મોમેન્ટમ
સુઝલોન એનર્જીએ પણ નવા વર્ષની શરૂઆત શાનદાર રીતે કરી છે. 2024માં અત્યાર સુધી માત્ર 7 દિવસનો કારોબાર થયો છે અને આમાં જ સુઝલોનની કિંમતમાં લગભગ 14 ટકાનો વધારો થયો છે. છેલ્લા એક વર્ષમાં શેરની કિંમત લગભગ 335 ટકા વધી છે. આ સ્ટૉકની 52 સપ્તાહની નીચી સપાટી 6.95 રૂપિયા છે. એટલે કે તેણે એક વર્ષમાં 6.33 ગણું વળતર આપ્યું છે.

આ કારણોથી આવી રહી છે તેજી
સુઝલોનના શેરમાં સતત વધારો થવાનું કારણ કંપનીને મળતા સતત ઓર્ડર છે. આ કંપની ભારતમાં વિન્ડ એનર્જી ટર્બાઇન બનાવતી સૌથી મોટી કંપની છે. રિન્યુએબલ એનર્જી પર ધ્યાન કેન્દ્રિત કરવાથી આમાં મદદ મળી રહી છે. હવે આ શેર FTSE ઓલ વર્લ્ડ ઈન્ડેક્સનો ભાગ બનવા જઈ રહ્યો છે. કંપનીને આ વિકાસથી જંગી રોકાણ મળી શકે છે. આ ફેરફાર માર્ચથી લાગુ થશે, પરંતુ કંપનીના શેરને ફાયદો થવા લાગ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news