IT કંપનીમાં કામ કરનારા લોકો માટે ખાસ સમાચાર, સરકારે નિયમમાં કર્યો ફેરફાર
ટેલિકોમ વિભાગે કોવિડ-19ને કારણે વ્યાપક ચિંતાને જોતા ઘરેથી કામ કરવાની સુવિધા માટે સેવા આપનારને ખાતર નિયમ અને શરતોમાં છૂટ 31 ડિસેમ્બર 2020 સુધી વધારી દીધી છે.
નવી દિલ્હીઃ કોરોના વાયરસ (Coronavirus) સંક્રમણને જોતા કેન્દ્ર સરકારે IT અને BPO ક્ષેત્રમાં કામ કરનારા માટે એક નવો નિર્દેશ જારી કર્યો છે. કેન્દ્ર સરકાર તરફથી કોરોનાના વધતા કેસને જોતા વર્ક ફ્રોમ હોમની સમયમર્યાદા વધારી દેવામાં આવી છે. સરકારે મંગળવારે કહ્યું કે, તેણે આઈટી અને બીપીઓ કંપનીઓ માટે ઘરેથી કામ કરવા (Work from home) માટે જારી નિર્દેશોને 31 ડિસેમ્બર સુધી વધારી દીધા છે. મહત્વનું છે કે ઘરેથી કામ કરવાનો સમયગાળો 31 જુલાઈએ સમાપ્ત થઈ રહ્યો હતો.
ટેલિકોમ વિભાગે મોડી રાત્રે ટ્વીટમાં કહ્યું, 'ટેલિકોમ વિભાગે કોવિડ-19ને કારણે વ્યાપક ચિંતાને જોતા ઘરેથી કામ કરવાની સુવિધા માટે સેવા આપનારને ખાતર નિયમ અને શરતોમાં છૂટ 31 ડિસેમ્બર 2020 સુધી વધારી દીધી છે.' વર્તમાનમાં આઈટી કંપનીઓના લગભગ 85 ટકા કર્મચારી ઘરેથી કામ કરી રહ્યાં છે અને ખુબ મહત્વપૂર્ણ કાર્ય કરનાર જ કર્મચારીઓ ઓફિસ જઈ રહ્યાં છે.
સામાન્ય માણસો માટે સપના જેવું બન્યું સોનુ, રેકોર્ડબ્રેક ભાવ પર પહોંચી ગયું
જુઓ LIVE TV
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube