લોકડાઉનમાં લોકો પાસે રૂપિયા નથી ને, હવે સિંગતેલના ભાવમાં વધારો થયો
લોકડાઉનમાં લોકોની આર્થિક સ્થિતિ બગડી રહી છે, તો બીજી તરફ સિંગતેલના ભાવમાં ફરી એક વખત વધારો જોવા મળ્યો છે. છેલ્લા એક સપ્તાહમાં સિંગતેલ (ground nut oil) ના ભાવે ડબ્બે 60 રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે. ડબ્બે 60 રૂપિયા વધારો થતાં આજે સિંગતેલનો ભાવ 2300ને પાર જોવા મળ્યો છે. હાલ જ્યારે લોકડાઉનમાં લોકોની આવકમાં બ્રેક લાગ્યો છે, પરંતુ જીવનજરૂરિયાતની વસ્તુઓના ભાવોમાં વધારો થઈ રહ્યો છે, જેમાં સિંગતેલ પણ બાકાત રહ્યું નથી.
રક્ષિત પંડ્યા/રાજકોટ :લોકડાઉનમાં લોકોની આર્થિક સ્થિતિ બગડી રહી છે, તો બીજી તરફ સિંગતેલના ભાવમાં ફરી એક વખત વધારો જોવા મળ્યો છે. છેલ્લા એક સપ્તાહમાં સિંગતેલ (ground nut oil) ના ભાવે ડબ્બે 60 રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે. ડબ્બે 60 રૂપિયા વધારો થતાં આજે સિંગતેલનો ભાવ 2300ને પાર જોવા મળ્યો છે. હાલ જ્યારે લોકડાઉનમાં લોકોની આવકમાં બ્રેક લાગ્યો છે, પરંતુ જીવનજરૂરિયાતની વસ્તુઓના ભાવોમાં વધારો થઈ રહ્યો છે, જેમાં સિંગતેલ પણ બાકાત રહ્યું નથી.
શુ દિલ્હીના ડોક્ટરોની ફોજ ગુજરાત માટે સંકટમોચન બનશે? આંકડો તો 7403 પર પહોંચી ગયો છે...
રાજકોટમાં સિંગતેલના વેપારી ભાવેશ પોપટએ જણાવ્યું હતું કે , મોટા ભાગના યાર્ડ બંધ સ્થિતિમાં હોવાથી મગફળીની અછત જોવા મળી રહી છે અને નાફેડ પાસેથી મળતી મગફળી ઊંચા ભાવની હોવાથી સિંગતેલના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. હાલમાં બજારમાં જૂની અને નવી બે પ્રકારનું મગફળીનું તેલ આવી રહ્યું છે. જેમાં 2250 થી 2360 રૂપિયા સુધી સીંગતેલ બજારમાં ઉપલબ્ધ છે.
ચાર દિવસથી અમદાવાદમાં નવા કેસમાં થઈ રહ્યો છે ઘટાડો
ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં બજારો બંધ કર્યા બાદ રાજકોટમાં પેનિક સ્થિતિ જોવા મળી રહી છે. આ કારણે લોકો સ્ટોક કરવા માટે તેલની વધુ ખરીદી કરી રહ્યાં છે. જેના કારણે સિંગતેલની માંગ વધતા ભાવમાં વધારો થયો છે. જો નાફેડ દ્વારા નીચા ભાવે મગફળી આપવામાં આવે તો સિંગતેલના ભાવમાં ઘટાડો થઇ શકે તેમ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર