નવી દિલ્હીઃ ફેબ્રુઆરીમાં જીએસટી (GST) કલેક્શનનો આંકડો 1.13 લાખ કરોડ રૂપિયાથી વધુ રહ્યો. આ વાર્ષિક આધાર પર સાત ટકાની વૃદ્ધિ દર્શાવે છે. આ રીતે જોવામાં આવે તો ફેબ્રુઆરી સતત પાંચમો મહિનો રહ્યો, જ્યારે એક લાખ કરોડથી વધુનું જીએસટી કલેક્શન થયું છે. તેનાથી ઇકોનોમિક રિકવરીનો સંકેત મળે છે. નાણા મંત્રાલય (Ministry of Finance) તરફથી સોમવારે જાહેર કરેલા આંકડામાં આ જાણકારી આપવામાં આવી છે. પરંતુ ફેબ્રુઆરીમાં વસ્તુ તથા સેવા કર (GST) નું કલેક્શન જાન્યુઆરી, 2021ના મુકાબલે ઓછુ રહ્યું. આ કેલેન્ડર વર્ષના પ્રથમ મહિનામાં રેકોર્ડ 1,19,875 કરોડ રૂપિયાનું જીએસટી કલેક્શન થયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નાણા મંત્રાલય તરફથી જારી નિવેદનમાં કહેવામાં આવ્યું છે, ફેબ્રુઆરીમાં જીએસટીના માધ્યમથી કુલ 1,13,143 કરોડ રૂપિયાનો સંગ્રહ થયો. તેમાં CGST ના રૂપમાં સરકારને  21,092 કરોડ રૂપિયા,  SGST ના રૂપમાં 27,273 કરોડ રૂપિયા, IGST ના રૂપમાં 55,253 કરોડ રૂપિયા (માલ પરની આયાત ડ્યુટી તરીકે રૂ. 24,382 કરોડનો સંગ્રહ સહિત), સેસના રૂપમાં 9,525 કરોડ રૂપિયા (માલની આયાત પર સેસ એકત્રિત કરીને) થયા છે. 


આ પણ વાંચોઃ SBI Home Loan Rates: SBI ની હોમ લોન થઈ સસ્તી, પ્રોસેસિંગ ફી પર 100% છૂટ


મંત્રાલયે કહ્યું કે, પાછલા પાંચ મહિનાથી જીએસટી આવકમાં રિકવરીનો સિલસિલો જારી છે અને પાછલા વર્ષે ફેબ્રુઆરીના મુકાબલે આ વર્ષે ફેબ્રુઆરીમાં જીએસટી સંગ્રહમાં સાત ટકાની વૃદ્ધિ નોંધાઈ છે. 


નાણા મંત્રાલયે કહ્યું કે, પાછલા વર્ષના સમાન મહિનાની તુલનામાં આ વર્ષે ફેબ્રુઆરીમાં વસ્તુઓના આયાત થવારી આવકમાં 15 ટકાની વૃદ્ધિ જોવા મળી છે. 


તો ઘરેલૂ સ્તર પર લેણદેણ (સેવાઓના આયાત સહિત) માં પાંચ ટકાનો વધારો નોંધાયો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube